Home /News /lifestyle /

પાર્ટી કરનારા છોકરાઓ હોય છે સેક્સ્યુઅલી અગ્રેસિવ: સ્ટડી

પાર્ટી કરનારા છોકરાઓ હોય છે સેક્સ્યુઅલી અગ્રેસિવ: સ્ટડી

પ્રતિકાત્મક તસવીર

આ સર્વે ઓનલાઈન આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 1 હજારથી વધારે કોલેજ જતા છોકરાઓએ ભાગ લીધો.

    શું તમે જાણો છો કે હંમેશા પાર્ટીઓમાં જતા છોકરાઓ અને પુરૂષ સેક્સના મામલામાં વધારે આક્રમક હોય છે? આવું અમે નથી કહી રહ્યા, પરંતુ હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, તે છોકરાઓ અને પુરૂષો જે પાર્ટીઓમાં જાય છે અથવા બારમાં દારૂ પીવા માટે વારંવાર જાય છે, તે સેક્શ્યુઅલી અગ્રેસિવ હોય છે.

    વોશિંગ્ટન સ્ટેટ યૂનિવર્સિટીમાં સ્ટેટ પ્રોફેસર માઈકલ ક્લીવલેન્ડે કહ્યું કે, 'અમે અભ્યાસમાં જોયું કે, સેક્સમાં આક્રમકતા માત્ર શરાબના કારણે નહીં પરંતુ શરાબની સાથે-સાથે માહોલના કારણે પણ હોય છે, જ્યાં બેસી તે સેવન કરવામાં આવ્યું. આ બંને વસ્તુઓના મેળના કારણે સેક્સ દરમ્યાન આક્રમક રીત અપનાવવાના મામલા જોવા મળ્યા.'

    આ સર્વે ઓનલાઈન આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 1 હજારથી વધારે કોલેજ જતા છોકરાઓએ ભાગ લીધો. આ છોકરાઓને શોધકર્તાઓએ કેટલાક પ્રશ્ન કર્યા. જેમ કે તે કેટલા સમયાંતરે દારૂનું સેવન કરે છે અને કેટલી વખત બારમાં જાય છે અથવા પાર્ટી કરે છે. ક્લીવલેન્ડ અનુસાર, સર્વેમાં ભાગ લેનારા છોકરાઓને એ પૂછવામાં આવ્યું કે, કોઈ મહિલાને સેક્સ માટે મનાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરો છો અથવા તેમના પર દબાણ કરો છો.

    શોધકર્તાઓ અનુસાર, આ રીતમાં બ્રેકઅપની ધમકીથી લઈ મહિલા પાર્ટનરને જબરદસ્તી દારૂનું સેવન કરાવવું અને ફિઝિકલી નુકશાન પહોંચાડવા સુધીની રીતો સામેલ હતી. આ રિસર્ચને જર્નલ ઓફ સ્ટડિઝ ઓન આલ્કોહોલ એન્ડ ડ્રગ્સમાં પ્રકાશિત કરવામાં આવી. આમાં સામે આવ્યું કે, જે લોકો હંમેશા પાર્ટી કે બારમાં જાય છે તેમનામાં સેક્સને લઈ વધારે આક્રમકતા જોવા મળી. એ પણ જાણવા મળ્યું કે, આ લોકો પાસે એકથી વધારે સેક્સ પાર્ટનર હતા અને વગર કોઈ કમિટમેન્ટે સેક્સને પ્રાથમિકતા આપતા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Alcohol, More aggressive, People, Smoke, Towards

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन