પોર્ન જોવા પાછળ આ 8 કારણો હોય છે જવાબદાર, રિસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

Image/shutterstock

ઘણા લોકોને પોર્ન જોવાની આદત પડી જાય છે. પોર્ન પ્રત્યે રુચિ અને તેની અસરો અંગે ઘણા અભ્યાસ થયા છે

  • Share this:
ઘણા લોકોને પોર્ન જોવાની આદત પડી જાય છે. પોર્ન પ્રત્યે રુચિ અને તેની અસરો અંગે ઘણા અભ્યાસ થયા છે. આ મામલે તાજેતરમાં બોથ અને તેના સાથીદારોનો એક લેખ મનોવિજ્ઞાનની પત્રિકામાં પ્રકાશિત થયો હતો. જેનું નામ 'સાયકોલોજી ઓફ એડિક્ટિવ બિહેવિયર, એક્ઝામિન્સ ધ રિઝન પીપલ વોચ પોર્નોગ્રાફી' હતું. આ અહેવાલમાં Pornography જોવાના કારણો અંગે તપાસ કરવામાં આવી. આ રિસર્ચ અંગે સાયકોલોજી ટુડેમાં અહેવાલ પ્રકાશિત થયા હતા.

જેના હવાલાથી જાણવા મળ્યું કે, લોકો પોર્નોગ્રાફી ફક્ત તેમની તાણ ઓછી કરવા માટે જ નહીં, પરંતુ નકારાત્મક લાગણીઓથી બચવા માટે તકલીફને ભૂલી જવા અને વાસ્તવિક દુનિયાથી બચવા માટે જુએ છે. આ સંશોધન માટે નવા સ્કેલ પોર્નોગ્રાફી યુઝ મોટિવેશન સ્કેલ (PUMS)ને સામેલ કરાયો હતો. જેના થકી ઘણા કારણો જાણવા મળ્યા હતા. જે આ મુજબ છે.

• કંટાળાથી બચવા. લોકો પોર્ન એટલા માટે જુએ છે કે તેઓ કંટાળાથી બચી શકે અને સમય પસાર કરી શકે.

• ભાવનાત્મક વ્યાકુળતા અથવા દમન પોર્ન જોવાનું કારણ છે. કેટલાક લોકો તેના ખરાબ મૂડને સુધારવા માટે પોર્ન જોતા હોવાનું કહેવાય છે.

• વાસ્તવિક જીવનમાં અનુભવ ન કરી શક્યા હોય તેવી વસ્તુનો ભાગ બની શકે તેથી પોર્ન જોતા હોવાનું કેટલાક લોકોએ કહ્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ : બ્લેક ફંગસના ઇન્જેક્શનના બહાને 4.80 લાખની ઠગાઈ, આરોપી એક રાજકીય પાર્ટીનો કાર્યકર્તા

• યૌન સંતોષનું ઉણપ. પોર્ન જોવાનું એક અગત્યનું કારણ બહાર આવ્યું કે જેની સેક્સ લાઇફ સંતોષકારક નથી, તે પણ તે જોવા માટે રસ લે છે. કેટલાક લોકોના મતે તેઓ પોતાની જાતીય ઇચ્છાઓને વધુ સારી રીતે જાણવા માટે પોર્ન જુએ છે.

• કેટલાક લોકો યૌન જિજ્ઞાસામાં નવી વસ્તુઓ શીખવા પોર્ન જુએ છે.

• ઘણા લોકો હસ્તમૈથુનને સરળ બનાવવા તે જુએ છે.

• કેટલાક લોકોનું માનવું છે કે, પોર્ન જોવાથી તણાવ ઓછો થાય છે. જેથી તેમના મતે તણાવ દૂર કરવા પોર્ન શ્રેષ્ઠ રીત છે.

આ ત્રણ બાબતો પોર્ન જોવા કરે છે પ્રેરિત

બીજી તરફ અન્ય એક સ્કેલનો પણ ઉપયોગ થયો. જે પ્રોબ્લેમેટિક પોર્નોગ્રાફી કન્સેપ્શન સ્કેલ (પીપીસીએસ) તરીકે ઓળખાય છે. અશ્લીલતાના ઉપયોગના મૂલ્યાંકન માટે તેનો યૂઝ કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા કારણો સામેલ હોવાનું જાણવા મળ્યું.

મનોસ્થિતિમાં બદલાવ: પોર્ન જોવાથી નકારાત્મક ભાવનાઓથી છુટકારો મળવો

રીલૈપ્સ: પોર્ન ન જોવાનો નિશ્ચય કર્યો, પણ તે થોડા સમય પૂરતો રહી શક્યો

સંઘર્ષ: પોર્ન જોવાની આદત પોતાની જાતમાંથી શ્રેષ્ઠ વસ્તુ લાવતા રોકે છે. એક વખત જોયા બાદ તે શારીરિક જરુરત પૂરી કરવા વધુને વધુ જોવાનું મન થાય. ઘણા લોકો પોર્ન જોવા સક્ષમ નહોતા પણ તે જોવાની લાલસામાં જ ઉત્તેજિત થઈ ગયા. જેમાં જાણવા મળ્યું કે પોર્ન જોવા સુખ, યૌન જિજ્ઞાસા અને ફેન્ટસી જેવા કારણોએ પ્રેરિત કર્યા હતા.
First published: