Home /News /lifestyle /

મોટાભાગના લોકો ઓફિસમાં કરે છે આ 'ગંદી હરકત', કામ સાથે છે સીધો સંબંધ!

મોટાભાગના લોકો ઓફિસમાં કરે છે આ 'ગંદી હરકત', કામ સાથે છે સીધો સંબંધ!

ઓફિસમાં પોર્ન જોવાની મનાઈ હોવા છતાં શા માટે લોકો આ પ્રકારે કરે છે?

આ સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, 60 ટકા લોકો માને છે કે, તેમણે ઓફિસમાં કામ કરતા સમયે પોર્ન જોયું હતું

દિલ્હી: ઓફિસમાં કામ કરતા સમયે મોટાભાગના લોકો વચ્ચે વચ્ચે થોડા સમયનો બ્રેક લે છે. કેટલાક લોકો વોક કરે છે તો કેટલાક લોકો સોશિયલ મીડિયાના ઉપયોગ કરે છે. કેટલાક લોકો બ્રેક ટાઈમમાં શોપિંગ સાઈટ્સ પર કંઈકને કંઈક સર્ચ કરતા રહે છે. શું ઓફિસ અવરમાં લોકો પોર્ન પણ જોઈ રહ્યા છે?

એક સમય હતો જ્યારે લોકો એડલ્ટ ફિલ્મ, પોર્ન અને સેક્સ સંબધિત બાબતો અંગે ખુલીને આપણે વાતચીત નહોતા કરતા. આપસી સમજથી લોકો પડદા પાછળની વાત પડદા પાછળ જ રાખત હતા. હવે સમય બિલ્કુલ બદલાઈ ગયો છે. લોકો ખૂબ જ ખુલીને અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. લોકોને એડલ્ટ ફિલ્મો એટલી હદે સારી લાગે છે કે, તેઓ ઓફિસના કલાકો દરમિયાન એડલ્ટ ફિલ્મો જોવે છે. આજના સમયમાં લોકો પોતાની જિજ્ઞાસાને શાંત કરવા માટે ઓફિસ અવરમાં એડલ્ટ ફિલ્મો જોવે છે. જ્યારે ઓફિસમાં પોર્ન જોવું ખૂબ જ શરમજનક માનવામાં આવે છે. એડલ્ટ કન્ટેન્ટ પ્લેટફોર્મ સાઈબર સિક્યોરિટી અને સાઈકોલોજિસ્ટ માને છે કે, કામ કરતા સમયે પોર્ન જોવું તે ખૂબ જ સામાન્ય બાબત છે.

રિસર્ચમાં એક વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે, જેટલું લોકો માને છે કે, કામ કરતા સમયે પોર્ન જોવું એટલું અસામાન્ય નથી. ડિજિટલ લાઈફસ્ટાઈલ મેગેઝીન ‘શુગરકુકી’ માટે એક ગ્લોબલ સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, 60 ટકા લોકો માને છે કે, તેમણે ઓફિસમાં કામ કરતા સમયે પોર્ન જોયું હતું.

વર્ષ 2020માં સિક્યોરિટી ફર્મ કાસ્પર્સકી તરફથી એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કમ્પ્યૂટર અથવા મોબાઈલ ફોનમાં એડલ્ટ કન્ટેટ જોતા તેમને સંકોચ થતો નથી.

વર્ષ 2021માં દુનિયાની સૌથી મોટી પોર્ન સાઈટ પોર્નહબ માટે ગ્લોબલ સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકો કામના કલાકો દરમિયાન પોર્નોગ્રાફી જોવે છે. આ આંકડાઓ અનુસાર લોકો સૌથી વધુ રાત્રે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી પોર્નોગ્રાફી જોવે છે. સ્ટડીના ડેટા પરથી જાણવા મળ્યું છે કે, અનેક લોકો સાંજે 4 વાગ્યે પોર્નોગ્રાફી જોવે છે. આ સમય ઓફિસ ટાઈમ પૂર્ણ થવાનો સમય છે.

કામ દરમિયાન પોર્નોગ્રાફી જોવાના અનેક મામલાઓ સામે આવે છે. થોડા સમય પહેલા બ્રિટનમાં આવો જ મામલો સામે આવ્યો હતો. જ્યાં નીલ પૈરિશ નામના સાંસદ સંસદ ભવનમા બેસીને પોર્નોગ્રાફી જોતા પકડાઈ ગયા હતા. ભારતમાં પણ આ પ્રકારનો એક મામલો સામે આવ્યો હતો જ્યાં, કર્ણાટક વિધાનસભામાં ત્રણ મંત્રીઓ મોબાઈલ ફોનામાં પોર્નોગ્રાફી જોતા પકડાઈ ગયા હતા.

આ પરિસ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે, ઓફિસમાં પોર્ન જોવાની મનાઈ હોવા છતાં શા માટે લોકો આ પ્રકારે કરે છે? તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

કર્મચારીઓ ઓફિસમાં પોર્ન શા માટે જુએ છે?

સાઈકોલોજિકલ રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, ઓફિસમાં પોર્નોગ્રાફી જોવાનું સૌથી મોટું કારણ એ છે કે, લોકો કામના કલાકો દરમિયાન બોર થઈ જાય છે. આ પરિસ્થિતિમાં પોર્ન જોઈને લોકો પોતાનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરે છે. અનેક લોકો ઓફિસમાં પોર્ન એટલા માટે જુએ છે, જેથી નવા એક્સપીરિયન્સની મજા લઈ શકે છે. અનેક લોકો પોર્ન એટલા માટે જુએ છે, જેથી તેઓ નવો એક્સપીરિયન્સ લઈ શકે, સામાન્ય રીતે તેમને પોતાની સેક્સ લાઈફમાં આવો એક્સપીરિયન્સ મળી શકતો નથી.

યૂકેમાં બર્મિંઘમ સિટી યુનિવર્સિટીમાં હેલ્થ સાઈકોલોજીના પ્રોફેસર ક્રેગ જેક્સને BBC સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ ફેક્ટરના કારણે લોકો કાર્યસ્થળ પર પોર્નોગ્રાફી જોવા માટે પ્રોત્સાહિત થાય છે. ક્રેગ વધુમાં જણાવે છે કે, જે લોકો ઓફિસમાં પોર્નોગ્રાફી જુએ છે, ત્યારે તેઓ ઘરે પોર્નોગ્રાફી જુએ તે રીતે ઓફિસમાં રિએક્ટ કરી શકતા નથી.

ક્રેગ જણાવે છે કે, ઓફિસમાં એવા કર્મચારીઓ પોર્ન જુએ છે, જેમને કોઈ વાત પર ખૂબ જ ગુસ્સો આવે છે. આ લોકો તણાવ ઓછો કરવા માટે અને નવા પડકારનો સામનો કરવા માટે આ પ્રકારે કરે છે.

અનેક ઓફિસમાં કર્મચારીઓને લાગે છે કે, બોસ તેમને ઈગ્નોર કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં નકારાત્મક વિચારને દૂર કરવા માટે તેઓ પોર્નોગ્રાફી જુએ છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarti news, Life style, Survey

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन