OMG! આ કારણોથી લોકો બોલે છે જૂઠું, આ છે મોટું કારણ

News18 Gujarati
Updated: February 9, 2020, 11:02 AM IST
OMG! આ કારણોથી લોકો બોલે છે જૂઠું, આ છે મોટું કારણ
જે લોકો વધુ જૂઠું બોલે છે તેઓ તણાવ રહે છે. (પ્રતીકાત્મક તસવીર)

જૂઠું બોલનારા તણાવગ્રસ્ત રહે છે અને બીપી- શુગર જેવી સમસ્યા પણ વધુ, સત્ય બોલવાના આ છે ફાયદા

  • Share this:
મુંબઈ : એ કહેવત તો તમે સાંભળી જ હશે, 'જૂઠ બોલે કૌઆ કાટે'. જૂઠું બોલવા પર કાગડો કરડી જાય છે એ જાણતાં હોવા છતાંય લોકો રોજેરોજ જૂઠું બોલે છે. ક્યારેક મિત્રોને, ક્યારે પ્રેમ કેરનારા અને ક્યારેક ઓફિસમાં. કોઈને જૂઠું બોલવું યોગ્ય છે કે અયોગ્ય તે તમે જાતે જ નક્કી કરજો, પરંતુ લોકો જૂઠું કેમ બોલે છે, તેનો મોટો ખુલાસો થયો છે.

તાજેતરના રિસર્ચ મુજબ કેટલાક લોકો સાચું બોલીને સ્વાર્થી દેખાવાને બદલે જૂઠું બોલવાનું પસંદ કરે છે.

પોતાને સાચા પુરવાર કરવા માટે જૂઠ બોલવામાં આવે છે

અમેરિકન સાઇકોલોજિકલ એસોસિએશનના શોધકર્તાઓ અનુસાર પોતાને સાચા દર્શાવવા માટે લોકો જૂઠું બોલવાનું પસંદ કરે છે. મુખ્ય શોધકર્તા શોહમ ખોસહેન હિલેલે જણાવ્યું કે અનેક લોકો પોતાની પ્રતિષ્ઠાનું વધુ ધ્યાન રાખે છે. તેમને એે વાતથી મતલબ હોય છે કે અન્ય લોકો તેને કેવી રીતે આંકે છે. એવા લોકોમાં સાચું બોલવાની ઈચ્છાને સાચું દેખાવાની ઈચ્છા દબાવી દે છે.

જૂઠું બોલવાથી થાય છે નુકસાન

એક રિસર્ચ મુજબ, જે લોકો મોટાભાગે જૂઠું બોલે છે તેમનામાં તણાવ, ચિડાઈ જવું, ગળું ખરાબ હોવું, થાક, માથાનો દુખાવો જેવી સમસ્યા રહે છે. શોધકર્તાઓનું કહેવું છે કે સાચું બોલનારા લોકો બીમાર નથી હોતા. સાચું બોલવામાં તેઓ હકારાત્મક અનુભવ કરે છે.તણાવના કારણે બને છે જૂઠ

યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાની શોધ કહે છે કે જૂઠું બોલનારા લોકો તણાવગ્રસ્ત રહે છે. તેમાં બીપી, શુગર જેવી સમસ્યા પણ વધુ હોય છે.

ભાવનાઓને નુકસાન થાય છે

રિસર્ચ મુજબ, જૂઠું બોલવાથી લોકોની ભાવનાઓને નુકસાન પહોંચે છે. જૂઠું બોલીને વખાણ મેળવનારા લોકો અનેકવાર મનની અંદર જ બોદા થઈ જાય છે.

સત્ય બોલવાના ફાયદા

રિસર્ચ મુજબ, જે લોકો જૂઠને બદલે પોતાના જીવનમાં સત્યને સ્થાન આપે છે, તેમનામાં કૉન્ફિડન્સ વધુ હોય છે. સાચું બોલનારા લોકો પોતાની વાત મનાવવાથી વધુ બીજાની વાત સાંભળવાનું પસંદ કરે છે. કારણ કે તેમને ખબર હોય છે કે તેઓ જે સાંભળી રહ્યા છે તે બનાવેલી વાત છે પરંતુ તેનો જવાબ ન આપીને તેઓ સામેવાળાને સતત બોલવાની તક આપે છે.

આ પણ વાંચો, Ravi Varma Calendar 2020 : શ્રુતિ હાસન બની 'રાધા' તો બાહુબલીની 'શિવાગામી' દમયંતી
First published: February 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading