Office : આ ટિપ્સથી તમને કામમાં પ્રમોશન પણ મળી શકે છે!

News18 Gujarati
Updated: November 8, 2019, 5:23 PM IST
Office : આ ટિપ્સથી તમને કામમાં પ્રમોશન પણ મળી શકે છે!
પ્રતિકાત્મક તસવીર

ઓફિસમાં લોકો તમારા કામને વખાણે તેમ ઇચ્છો છો? તો આ ટિપ્સ ફૉલૉ કરો.

  • Share this:
સફળતાનું પહેલું પગથિયું છે મહેનત કરવી. પણ જો મહેનત પછી પણ જીવનમાં સફળતા નથી મળતી, તો મહેનતની સાથે થોડુંક સ્માર્ટવર્ક પણ કરી લેવું જોઇએ. જેથી ઓફિસમાં તમને લોકો નોટિસ કરે. અને તમારા સફળ થવાના ચાન્સ વધી જાય. તો આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું જે તમારા ફાયદામાં રહેશે.

નવા પ્રોજેક્ટમાં જોડાવ

સ્કિલ્ડ લોકો ઓફિસમાં નોટિસ થવા પાછળનું મુખ્ય કારણ હોય છે કે તે સામે ચાલીને જવાબદારી લે છે. અને જ્યારે તમારી ઓફિસમાં કોઇ નવો પ્રોજેક્ટ આવે તો તેને લેવા માટે ઉત્સુકતા બતાવો. અને પોતે જે કામ કરો તેની ક્રેડિટ લેતા શીખો.

બિઝનેસ મીટિંગ

તમને ધણીવાર સારો આઇડિયા આવે છે. પણ તમે બિઝનેસ મીટિંગમાં તે કહી નથી શકતા. તો મનમાં ન રાખો અને આ યુનિક આઇડિયાને તમે બિઝનેસ મીટિંગમાં સ્પષ્ટ રીતે રજૂ કરો. સાથે જ તમારા આઇડિયા કેમ શ્રેષ્ઠ છે તે પણ વિસ્તૃતપણે સમજાવો.

ઓફિસ પોલિટિક્સઓફિસ પોલિટિક્સથી દૂર રહો. કામકાજી માણસ તરીકે ઇમેજ ઊભી કરો. મિત્રતા બધાથી રાખો પણ પહેલી મિત્રતા પોતાના કામથી રાખો.

સોશિયલ મીડિયા

તમને ઓફિસમાં નોટિસ કેવી રીતે થવું તેનો સારો ઉપાય સોશિયલ મીડિયા પણ છે. સોશિયલ મીડિયા પર તમે ઓફિસ વર્ક અને પોતાની કંપનીના નવા પ્રોજેક્ટની વાત કરો. સાથે તમારા સિનિયર અને અન્ય સાથે પણ આ લિંક શેર કરો. ઇનશોર્ટ તમારી કંપની અને તેના કામને સોશિયલ મીડિયા પર પ્રમોટ કરો. જેથી તમારા સીનિયર્સ પણ તમને નોટિસ કરશે. સાથે તે પણ દેખાશે કે તમે પર્સનલ લેવલ પર પણ કંપનીની ઉન્નતિ વિષે વિચારો છો. અને મહેનત કરી રહ્યા છો.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading