Home /News /lifestyle /હથેળીમાં ચામડી ઉખડી જાય અને છાલા પડે તો તરત અજમાવો આ ઘરેલું ઉપાયો, દવા વગર સ્કિન મસ્ત થઇ જશે

હથેળીમાં ચામડી ઉખડી જાય અને છાલા પડે તો તરત અજમાવો આ ઘરેલું ઉપાયો, દવા વગર સ્કિન મસ્ત થઇ જશે

આ ઘરેલું ઉપાયોથી દૂર કરો હથેળીની તકલીફ

skin care tips: અનેક લોકોને હાથની હથેળીમાં વારંવાર છાલા પડી જતા હોય છે. આ સાથે જ બીજા ઘણાં લોકોને હાથની હથેળીમાં ખંજવાળ આવવી, લાલ થઇ જેવી અનેક સમસ્યાઓથી કંટાળી જતા હોય છે. આમ, જો તમને પણ હાથની હથેળીમાં આ પ્રકારની સમસ્યા થાય છે તો આ ઘરેલું ઉપાયો સૌથી બેસ્ટ છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના સ્કિન ટાઇપ અલગ-અલગ પ્રકારના હોય છે. આ સાથે જ તાસીર પણ અલગ હોય છે. કોઇને ગરમ તાસીર હોય છે તો કોઇને ઠંડી..આમ અનેક પ્રકારની તાસીર તમારી સ્કિન પર સૌથી મોટી અસર કરે છે. વાત કરીએ તો ઘણાં લોકોને હાથની હથેળીમાં સ્કિન પ્રોબ્લેમ્સ થતા હોય છે. આ ટાઇપના સ્કિન પ્રોબ્લેમ્સથી ઘરના કામથી લઇને અનેક બાબતોમાં તકલીફ પડતી હોય છે. આ સાથએ સાથે જ અનેક લોકોને હાથમાં છાલા પણ પડતા હોય છે. જો તમને પણ હાથની હથેળીમાં આ ટાઇપના પ્રોબ્લેમ્સ થાય છે તો તમારા માટે આ ઘરેલું ઉપાયો સૌથી બેસ્ટ છે. આ ઘરેલું ઉપાયોથી તમને કાયમ માટે છૂટકારો મળી જશે.

    એલોવેરા અને હળદર


    સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે હળદર સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક બાઉલમાં જેલ લો અને એમાં હળદર મિક્સ કરી લો. ત્યારબાદ આ જેલથી તમારા એક હાથથી બીજા હાથની હથેળી પર મસાજ કરો. આ મસાજ તમારે એકદમ હળવા હાથે કરવાનો રહેશે.

    આ પણ વાંચો: નેચરલી સ્પર્મ કાઉન્ટ વધારવા ખાઓ આ બીજ

    ત્યારબાદ આ જેલને 5 થી 7 મિનિટ માટે રહેવા દો અને પછી કોટનના કપડાથી લૂંછી લો. આમ કરવાથી આ ગરમી તમારી ઓછી થઇ જશે. હળદરમાં એન્ટી બાયોટિક અને એન્ટી સેપ્ટિક ગુણ હોય છે જે તમારી સ્કિનની સમસ્યાને દૂર કરે છે. આ સાથે જ તમારી હથેળીની સ્કિનને સોફ્ટ કરવાનું કામ કરે છે.

    મહેંદી


    મહેંદીમાં ઠંડકનો બહુ સારો ગુણધર્મ રહેલો હોય છે. પહેલાના સમયની વાત કરવામાં આવે તો લોકો મહેંદીનો ઉપયોગ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે કરતા હતા. આ માટે તમારે બહારથી મહેંદી લાવવાની નથી, પરંતુ આ માટે તમારે મહેંદીના પાન ઘરે લાવવાના છે.

    આ પણ વાંચો: બાળકોને આ ફુડ્સ ખવડાવશો ઉતરી જશે ચશ્માના નંબર

    આ મહેંદીના પાનને તમે મિક્સર જારમાં લો અને એમાં થોડુ પાણી એડ કરજો. હવે આની એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમારી હથેળીમાં લગાવો અને સુકાઇ જાય ત્યાં સુધી રહેવા દો. મહેંદી સુકાઇ જાય એટલે હાથ ધોઇ નાંખો. હાથ તમારે બહુ વજન આપીને ધોવાના નથી.



    આ મહેંદી તમારે બહારથી લાવવાની નથી. મહેંદીના પાન લઇને જાતે જ ઘરે કરવાનું છે. બહારની મહેંદીમાં કેમિકલ્સ હોવાથી સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે. આ ઉપાયો કરતા પહેલા તમે તમારા ડોક્ટરની સલાહ લઇ શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: GLOWING SKIN, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन