એનર્જી માટે ખાવ Pecan Nuts, ઓળખાય છે ન્યૂટ્રિશન પાવરહાઉસ તરીકે, જાણો તેના ફાયદા

ફાઈલ તસવીર

આપણા દેશમાં સામાન્ય રીતે પેકાન નટ્સ (Pecan Nuts) એટલા પ્રચલિત નથી. પરંતુ આપને જણાવી દઇએ કે તેને ખૂબ જ ફાયદાકારક અને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે.

  • Share this:
આપણા દેશમાં સામાન્ય રીતે પેકાન નટ્સ (Pecan Nuts) એટલા પ્રચલિત નથી. પરંતુ આપને જણાવી દઇએ કે તેને ખૂબ જ ફાયદાકારક અને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. વેબએમડી અનુસાર, મેક્સિકો અને અમેરિકાના અમુક ભાગમાં મળતા પેકાન નટ્સમાં હકીકતમાં ઘણા ન્યૂટ્રિશનલ (Nutrition) તત્વો હોય છે આ સિવાય પણ તેમાં રહેલ આયરન, ફોસ્ફરસ, વિટામિન બી6, પ્રોટીન, કેલોરી, ફાઇબર તેને વધુ હેલ્થી (Healthy) બનાવે છે.

શું છે પેકાન નટ્સ?

પેકાન નટ્સ એક એવા વૃક્ષ પર થાય છે, જે જંગલમાં એક પિરામિડના આકાર જેવા હોય છે. તે સપ્ટેમ્બર થી ઓક્ટોબરની વચ્ચે વધુ થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ કેરયા ઈલ્લિનોઇનેંસિસ (Carya illinoinensis) છે. તે દેખાવમાં એકદમ અખરોટ જેવું લાગે છે, પરંતુ તે અખરોટથી તદ્દન અલગ છે. આ તેવી પ્રજાતિનું ડ્રાયફ્રૂટ છે જેનું બાહ્ય આવરણ એકદમ કઠણ હોય છે. આ નટ્સ બજારમાં સરળતાથી મળી રહે છે. તો આવો જાણીએ કે તેના સેવનથી આપણે કઇ બીમારીઓને દૂર કરી શકીએ છીએ.

હ્યદયને રાખશે સ્વસ્થ

તે હેલ્થી હાર્ટ માટે એક ખૂબ ફાયદાકારક ડ્રાઇ ફ્રૂટ મનાય છે. તેમાં રહેલ કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ બ્લડ પ્રેશરને ઓછું રાખવામાં મદદ કરે છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હેલ્થી કોલેસ્ટ્રોલને વધારે છે. જેના કારણે હ્યદય સંબંધિત બિમારીઓ દૂર રહે છે.

ડાયાબિટીસને રાખશે દૂર

એક સંશોધન અનુસાર જે લોકો હાર્ટ ડિસીઝનો શિકાર છે તેમને ડાયાબિટીસથી બચવા માટે તેનું સેવન કરવું જોઇએ. તમે તેને સ્નેક્સ તરીકે ખાઇ શકો છો. તે તમારા પેટને ભર્યુ રાખશે અને બ્લડ શૂગર લેવલને પણ ઠીક રાખશે.

સંધિવાનો દુખાવો ઓછો કરશે

તેમાં રહેલ ઓમેગા 3 ફેટ સોજાને ઓછો કરે છે, જેના કારણે જોઇન્ટના દુખાવામાંથી રાહત મળે છે. આ સિવાય તેમાં રહેલ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, વિટામીન અને ઝીંક પણ ઇન્ફ્લેમેશનને ઓછું કરે છે.

એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર

તેમાં પ્રચૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ રહેલા છે, જે અનેક બીમારીઓને દૂર રાખે છે. તે અલ્ઝાઇમર, પારકિંસન વગેરેને ઠીક કરવામાં પણ સહાયરૂપ બને છે. આ સાથે જ તે આપણી ઇમ્યૂનિટીને પણ સ્ટ્રોન્ગ રાખે છે.
Published by:kuldipsinh barot
First published: