Home /News /lifestyle /Skin Care: ચહેરા પરના બ્લેકહેડ્સ છૂ કરવા ઘરે બનાવો આ સ્ક્રબ, સાઇડ ઇફેક્ટ્સ વગર ફેસ ક્લિન થઇ જશે
Skin Care: ચહેરા પરના બ્લેકહેડ્સ છૂ કરવા ઘરે બનાવો આ સ્ક્રબ, સાઇડ ઇફેક્ટ્સ વગર ફેસ ક્લિન થઇ જશે
આ સ્ક્રબ ઘરે 5 મિનિટમાં બની જાય છે.
Peanut scrub: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને ફેસ પર કાળા ડાધા ધબ્બા હોય છે. આ સમસ્યા એક એવી છે જેમાંથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. ફેસ પરના કાળા ડાધા ધબ્બા તમારી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક મહિલા ઇચ્છે છે કે એની સ્કિન ગ્લોઇંગ, પિંપલ ફ્રી અને હંમેશ માટે ચમકતી રહે. ગ્લોઇંગ સ્કિન માટે મહિલાઓ અનેક પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે, તેમ છતા ધૂળ, માટી અને પ્રદુષણની અસર સ્કિન પર થતી હોય છે. આ બધી તકલીફો વચ્ચે સૌથી મોટી કાળા ડાધા-ધબ્બા અને બ્લેકહેડ્સની સમસ્યા છે. ચહેરા પરના બ્લેકહેડ્સ તમારી પર્સનાલિટીની ચાડી ખાય છે. આ માટે ફેસ પરથી બ્લેકહેડ્સને રિમૂવ કરવા ખૂબ જરૂરી છે. તમે બ્લેકહેડ્સ રિમૂવ કરવા આ ઘરેલું સ્ક્રબનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. તો જાણો આ વિશે.
મગફળીમાંથી બનાવવામાં આવેલું આ સ્ક્રબ ચહેરા પર લગાવવાથી સ્કિન અંદરથી હાઇડ્રેટ થાય છે. સ્કિન અંદરથી હાઇડ્રેટ રહેશે તો એન્જિંગ જેવા લક્ષણો જેમ કે કરચલીઓ, રિંકલ્સ જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મળશે.
ડાઘા-ધબ્બા દૂર થાય
મગફળીમાં વિટામીન ઇ, બી અને સી જેવા એન્ટી ઓક્સિડન્ટ્સ તત્વો હોય છે, જે પોષક તત્વ સ્કિનના સૂર્યના હાનિકારક કિરણો અને બ્યૂટી પ્રોડક્ટ્સને કારણે થતા ડાધા-ધબ્બાઓને છૂ કરવાની તાકાત ધરાવે છે. આ એક બેસ્ટ સ્ક્રબ સ્કિન માટે સાબિત થાય છે.
નોધ: આ ફેસ સ્ક્રબનો સ્કિન પર ઉપયોગ કરો છો અને ખંજવાળ જેવી કોઇ સમસ્યા થાય છે તો તરત જ લગાવવાનું બંધ કરી દો અને એક્સપર્ટની સલાહ અવશ્ય લો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર