Home /News /lifestyle /Paush Purnima 2023: પોષ પૂર્ણિમાનાં દિવસે સંધ્યા સમયે જરૂરિયાતમંદ લોકોને ખવડાવો આ ખીર, અધૂરી ઇચ્છા પૂરી થઇ જશે
Paush Purnima 2023: પોષ પૂર્ણિમાનાં દિવસે સંધ્યા સમયે જરૂરિયાતમંદ લોકોને ખવડાવો આ ખીર, અધૂરી ઇચ્છા પૂરી થઇ જશે
સરળતાથી આ ખીર ઘરે બનાવી શકો છો.
Paush Purnima 2023: પોષ પૂર્ણિમાનું અનેરું મહત્વ રહેલું છે. આ ખાસ દિવસે સફેદ વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ, મોતી જેવી અનેક વસ્તુઓનું દાન કરવામાં આવે છે. આમ જો તમે આ ખીર જરૂરિયાતમંદ લોકોને ખવડાવો છો તો તમારી અધૂરી ઇચ્છા પૂરી થાય છે.
Paush Purnima 2023: આજે પોષ મહિનાની પૂર્ણિમા તિથિ છે, જેને પોષ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ દિવસે સફેદ વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ, મોતી જેવી અનેક વસ્તુઓનું દાન કરવામાં આવે છે. આ દિવસે દાન કરવાનું અનેરુ મહત્વ રહેલું છે. માનવામાં આવે છે કે આ ખાસ દિવસે સંધ્યા સમયે તમે ચોખાની ખીર કરીને જરૂરિયાતમંદ લોકોને ખવડાવો છો તો તમારી અનેક ઇચ્છાઓ પૂરી થાય છે. ભાતની ખીર દૂધ અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં આ પૂનમનું અનેરું મહત્વ રહેલું છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. આ સાથે જ રાત્રે માતા લક્ષ્મી અને ચંદ્ર દેવતાનું પૂજન કરવામાં આવે છે. તો તમે પણ ચોખાની ખીર આ રીતે બનાવો અને લોકોને ખવડાવો.