Home /News /lifestyle /રોજ ખાઓ આ 5 ફ્રૂટ્સ અને 'Pathaan'ના શાહરુખની જેમ તમે પણ બનાવી દો મસલ્સ

રોજ ખાઓ આ 5 ફ્રૂટ્સ અને 'Pathaan'ના શાહરુખની જેમ તમે પણ બનાવી દો મસલ્સ

આ ફ્રૂટ્સ ખાવાથી મસલ્સ મસ્ત બને છે.

Fruits For Strong Muscles: શાહરુખ ખાનની પઠાન મુવી અંતે રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ એ પહેલાં જ દિવસે જોરદાર કમાણી કરી લીધી છે. અનેક લોકો આ મુવીમાં કિંગ ખાનની ફિટનેસના દિવાના થયા છે. પઠાનમાં શાહરુખનો અંદાજ કંઇક અલજ જોવા મળી રહ્યો છે. આ રીતે તમે પણ ઘરે બેઠા મજબૂત મસલ્સ કરી શકો છો.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બોલિવૂડના બાદશાહના નામથી જોડાયેલ એક્ટર શાહરુખ ખાનની ‘પઠાન’ મૂવી રિલીઝ થઇ ગઇ છે. રિલીઝના પહેલા જ દિવસે પઠાન ફિલ્મ એ તાબડતોબ કમાણી કરી લીધી છે. ફિલ્મમાં કિંગ ખાનની ફિટનેસ અને બોડી બિલ્ડિંગને લઇને ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે. અનેક યુવાઓ આ મુવીમાંથી ઇન્સ્પાયર થઇ રહ્યા છે. દરેક લોકોના મનમાં એ પ્રશ્ન એ થઇ રહ્યો છે કે શાહરુખ ખાનની ફિટનેસ આખરે શું રહસ્ય છે. કલાકોની મહેનત કર્યા પછી શાહરુખે ખાને જીમમાં પરસેવો પાડ્યો છે. શાહરુખ ખાનની ફિટનેસ જોઇને દરેક લોકોને દિવાના થયા છે. જો કે અનેક લોકો શાહરુખની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.

એટ્રેક્ટિવ બોડી માટે માત્ર વર્કઆઉટ જ નહીં, પરંતુ હેલ્ધી ડાયટ પણ લેવું પડે છે. આમ, જો તમે થોડી મહેનત કરીને લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવો છો તો શાહરુખ જેવી મસ્ત બોડી કરી શકો છો. એક્સેસાઇઝની સાથે-સાથે કેટલાક ફ્રૂટ્સનું તમે રેગ્યુલર સેવન કરો છો તો મસલ્સ ગ્રોથમાં અનેક ઘણો ફાયદો થાય છે. તો જાણી લો તમે પણ એવા ફળો વિશે જેને તમે ડાયટમાં શામેલ કરીને પઠાન જેવા મસલ્સ કરી શકો છો.

આ પણ વાંચો:પઠાન અહીંયા ગુંજશે તો જય શ્રી રામ!

ડેઇલી રૂટિનમાં સફરજન એડ કરો


એવું માનવામાં આવે છે કે ડેઇલી રૂટિનમાં તમે સફરજનને એડ કરો છો તો ક્યારે ડોક્ટર પાસે જવાની જરૂર રહેતી નથી. સફરજન બોડીની ઓવરઓલ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. જીમમાં અનેક ટ્રેનર્સ વર્કઆઉટ પહેલાં સફરજન ખાવાની સલાહ આપતા હોય છે. આ માંસપેશિઓને પણ મજબૂત કરે છે.

તરબૂચ ખાઓ


તરબૂચ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. તરબૂચમાં પાણીની માત્રા સારી હોય છે. આ ફળ તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ મોટાપા, ઇમ્યુનિટી, પાચન સંબંધીત સમસ્યાઓને દૂર કરે છે. તરબૂચમાં લાઇકોપીન હોય છે જે સ્કિનને ગ્લો કરવામાં મદદ કરે છે.

એવાકાડોનું સેવન કરો


એવાકાડો એક એવું ફ્રૂટ છે જેને ફાઇબરનો રિચ સોર્સ માનવામાં આવે છે. આનું સેવન કરવાથી મસલ્સ મજબૂત થાય છે. તમે સલાડમાં પણ એવાકાડોનું સેવન કરી શકો છો. એવાકાડોમાં કેલ્શિયમ, આયરન, ઝિંક જેવા અનેક તત્વો હોય છે.

આ પણ વાંચો:પઠાન ફિલ્મે પહેલાં જ દિવસે કરી અધધધ..કમાણી

દ્રાક્ષ ખાઓ


બજારમાં કાળી અને ગ્રીન એમ બે પ્રકારની દ્રાક્ષ મળે છે. અનેક લોકો દ્રાક્ષ ખાવાનું પસંદ કરતા હોય છે. દ્રાક્ષમાં માઇગ્રેન, બ્લડ પ્રેશર, કેન્સરથી બચાવવાના ગુણો હોય છે.


ડ્રેગન ફ્રૂટનું સેવન કો


સારી હેલ્થ માટે તમે ડ્રેગનનું સેવન કરો. ડ્રેગન ફ્રૂટ તમારી હેલ્થને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર માત્રામાં વિટામીન સી, પ્રોટીન, ફાઇબર જેવા તત્વો હોય છે લોહીની ઉણપને પૂરી કરવાનું કામ કરે છે અને સાથે મસલ્સને મજબૂત કરે છે.















 

First published:

Tags: Bollywood Movie, Life Style News, Pathaan, Shahrukh Khan

विज्ञापन