Home /News /lifestyle /પાર્ટનરની આ ભૂલો ન કરો ઇગ્નોર, કરી લો Breakup, નહીં તો જિંદગીભર પસ્તાશો

પાર્ટનરની આ ભૂલો ન કરો ઇગ્નોર, કરી લો Breakup, નહીં તો જિંદગીભર પસ્તાશો

રિલેશનશીપ બ્રેકઅપ

Relationship Tips: પાર્ટનર સાથે હેપ્પી લાઇફ એન્જોય કરવી એ ખૂબ જરૂરી છે, પરંતુ જો તમારા પાર્ટનર તમારી સાથે વારંવાર આવું કંઇક કરે છે તો એ સંબંધોને આગળ વધારવા જોઇએ નહીં અને બ્રેકઅપનો નિર્ણય લેવો જોઇએ.

    લાઇફસ્ટાઇલ ડેસ્ક: લાંબા સમય સુધી કોઇ પણ સારો ચાલે એટલે એનો મતલબ એ નથી હોતો કે એ પાર્ટનરને કોઇ પણ પ્રકારનું દુખ ના હોય તેમજ એ લોકો બહુ હેપ્પી લાઇફ એન્જોય કરી રહ્યા છે. ઘણી વાર આ ટાઇપના સંબંધો અનેક મોટી મુશ્કેલીમાં હોય છે. પરંતુ ઘણી વાર પરિસ્થિતિ એવી બની જાય છે કે સંબંધો નિભાવવા પડે છે જેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો કે આજે તમને જણાવી દઇએ કે જો તમારી સાથે પણ કંઇક આવું જ થઇ રહ્યું છે તો તમે આ સંબંધને પહેલાથી જ બાય કહી દો અને આગળ વધશો નહીં. તમારે તમારા પાર્ટનર સાથે બનતુ નથી તો બને એમ વહેલા જ બ્રેકઅપનો નિર્ણય લઇ લો જેથી કરીને પાછળથી પસ્તાવું ના પડે. તો જાણી લો તમે પણ કેટલાક એવા સંકેતો વિશે જેમાં તમારે બ્રેકઅપનો નિર્ણય લેવો જોઇએ.

    વારંવાર ખોટું બોલવું


    ખોટું બોલવાથી ક્યારે પણ કોઇ સંબંધ વધારે સમય સુધી સચવાતો નથી. ખોટું બોલવાથી સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. આ માટ જ્યારે પણ પાર્ટનર ખોટું બોલીને સંબંધોને આગળ વધારે છે તો તમે એ જ દિવસથી એને ના કહી દો. ખોટું બોલવાથી સંબંધો વધારે બગડે છે અને આપણને એ વ્યક્તિ પરથી વિશ્વાસ ઉઠી જાય છે.

    આ પણ વાંચો: સાઈનસ એટલે શું? શા માટે ન કરવું નજરઅંદાજ?

    સતત મેસેજ-કોલનો રિપ્લાય ના કરવો


    આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો મેસેજ કે કોલનો એ સમયે તરત રિપ્લાય આપી શકતા હોતા નથી. કોઇ કામમાં વ્યસ્ત રહેવાને કારણે વ્યક્તિને ઘણી વાર મેસેજ કરવાનું ભૂલી જવાતું હોય છે. પરંતુ જો તમારો પાર્ટનર તમને આ વિશે સતત ફોર્સ કરે છે તો તમારે આ વિશે એક વાર વિચારીને આગળ વધવું જોઇએ. આ નાની વાત તમારી લાઇફમાં મોટુ સ્વરૂપ લઇ શકે છે. આ માટે જ્યારે પણ તમને આવું વધારે પડતુ લાગે ત્યારે બ્રેકઅપનો નિર્ણય તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.

    આ પણ વાંચો: સ્તન કેન્સરના લક્ષણોને હળવાશમાં ન લો

    દરેક વાત પર ઝઘડો કરવો


    ઘણાં પાર્ટનરની આદત હોય છે કે તેઓ નાની-નાની વાતને પણ મોટું ઝઘડાનું રૂપ આપી દેતા હોય છે. જો કે આ વાત તદન ખરાબ છે. પાર્ટનરે પોતાની ગમતી વ્યક્તિની વાત સાંભળવી જોઇએ. આમ, જો તમારો પાર્ટનર તમારી સાથે નાની-નાની વાતમાં ઝઘડી પડે છે તો તમારે આ વિશે વિચારવાની જરૂર છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Husband Wife Relation, બ્રેકઅપ, લાઇફસ્ટાઇલ સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन