Home /News /lifestyle /Relationships: પાર્ટનર ફોન નથી ઉપડતું કે વાત કરવાથી દૂર ભાગે છે? તો સમજી લો કે, તેને રિલેશનશીપમાં રસ નથી

Relationships: પાર્ટનર ફોન નથી ઉપડતું કે વાત કરવાથી દૂર ભાગે છે? તો સમજી લો કે, તેને રિલેશનશીપમાં રસ નથી

પાર્ટનર ફોન નથી ઉપડતું કે વાત કરવાથી દૂર ભાગે છે? તો જાણી લો આ વાત

Relationship: સમય સાથે લોકો ભાવનાત્મક રીતે પણ અલગ થવાનું વલણ ધરાવે છે. પરંતુ, લોકો સંબંધને સમાપ્ત કરવા માંગતી તેમની લાગણીઓ વિશે સીધું કહી શકતા નથી. તેથી દૂર થવાના તેઓ સંકેતો આપે છે. એનકેન પ્રકારે તેઓ પોતાને જીવનસાથીથી દૂર કરે છે અને અલગ રીતે વર્તે છે. પરંતુ આપણે કોઈની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોઈએ ત્યારે આ પ્રકારના સંકેતો સમજવા અને ખાસ કરીને સ્વીકારવા મુશ્કેલ બની જાય છે.

વધુ જુઓ ...
  Relationship: પ્રેમમાં શરૂઆતી તબક્કે અમુક લોકો પાગલ થઈ જતા હોય છે અને લાગણીઓમાં વહી જાય છે. તેથી જ કહેવાય છે કે રિલેશનશીપ વિશે સભાનતા અને કમિટમેન્ટ જાળવવા જરૂરી છે. સંબંધો મુશ્કેલ હોઈ શકે છે. શરૂઆતી તબક્કાના મનમોજી પતંગિયા અને ફટાકડા જેવા ક્ષણો બાદ રિલેશનશીપ એકબીજાને સાચા સ્વરૂપમાં સ્વીકારવાની અને ખામીઓને સમજવાની લાંબી સફર બની જાય છે.

  સમય સાથે લોકો ભાવનાત્મક રીતે પણ અલગ થવાનું વલણ ધરાવે છે. પરંતુ, લોકો સંબંધને સમાપ્ત કરવા માંગતી તેમની લાગણીઓ વિશે સીધું કહી શકતા નથી. તેથી દૂર થવાના તેઓ સંકેતો આપે છે. એનકેન પ્રકારે તેઓ પોતાને જીવનસાથીથી દૂર કરે છે અને અલગ રીતે વર્તે છે. પરંતુ આપણે કોઈની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોઈએ ત્યારે આ પ્રકારના સંકેતો સમજવા અને ખાસ કરીને સ્વીકારવા મુશ્કેલ બની જાય છે.

  આ પાનાં વાંચો:  Heart Attack: નાની વયના લોકોમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ, આજે જ બદલો આ 7 આદતો

  ચાલો આપણે થેરાપિસ્ટ અને રિલેશનશિપ એક્સપર્ટ નેદ્રા ગ્લોવર તવાબની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ મુદ્દા અંગે આપેલ સ્પષ્ટ ચિતારને સમજીએ. રિલેશનશીપમાંથી પાર્ટનર છુટ્ટું થવા માંગે છે કે કેમ? તેના સંકેત મળે છે. તેમણે IG પોસ્ટમાં લખ્યું છે કે, કહી ન શકાય તે વર્તન દ્વારા દર્શાવવામાં આવે છે. નેદ્રાએ સંબંધો આગળ વધારવામાં રસ ધરાવતા ન હોવાના અમુક વર્તણૂકીય ફેરફારોની યાદી રજૂ કરી છે.

  પ્રતિભાવ (Response) : કોઈપણ પ્રકારના સંબંધોમાં વાતચીત સૌથી મોટી ચાવી છે. જોકે, જ્યારે લોકો કૉલ્સ અથવા ટેક્સ્ટનો જવાબ આપવાનું બંધ કરે, મોડે મોડે જવાબ આપે અથવા તેઓ પહેલા કરતા હતા તે રીતે વાતચીત કરવામાં અનિચ્છા અનુભવે છે તેનો અર્થ એ થઈ શકે છે કે તેઓ હવે રિલેશનશીપમાં રસ ધરાવતા નથી.

  આમંત્રણો (Invitations) : ગમે તેટલો પ્રયાસ કરવા છતાં પણ પાર્ટનર કોઈપણ રૂપના આપણા આમંત્રણોને વારંવાર નકારવા લાગે તો તેનો અર્થ એમ જ થઈ જાય કે ,તેઓનું હૃદય પરિવર્તન થઈ રહ્યું છે અને હવે તેઓ છૂટા થવા માંગે છે.

  તોડફોડ (Sabotage) : પાર્ટનરને નુકસાન પહોંચાડવું અથવા ઇરાદાપૂર્વક સંબંધમાં તોડફોડ કરવી એ સંબંધને સમાપ્ત કરવાની નિશાની છે.

  વર્તણૂક (Treatment) : આપણે પ્રેમમાં પડીએ છીએ અને પ્રેમમાં રહીએ, ત્યારે આપણી સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવે છે તેના પર સંબંધ કેટલો અને કેવો જળવાશે તે નિર્ભર છે. જો પાર્ટનર ખરાબ વર્તન કરવાનું શરૂ કરે તો તેનો અર્થ એ થઈ શકે કે હવે રિલેશનશીપમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે.

  ભવિષ્ય (Future) : જો જીવનસાથી ભવિષ્યની વાત કરવાનું શરૂ કરે અને તેમાં તમારો સમાવેશ થતો ન હોય તો તેનો અર્થ એ થઈ શકે છે કે, તેઓ હવે તમને પોતાના જીવનનો ભાગ બનાવવા માંગતા નથી.

  આ પણ વાંચો: સ્વસ્થ રહેવા માટે કયા મીઠાનું સેવન કરવું જોઈએ? આયોડીનયુક્ત કે સિંધવ મીઠું?

  પરોક્ષ સંદેશાવ્યવહાર (Indirect communication) : પોતાની જાતને પાછળ ખેંચી લેવું અથવા અવગણના કરવી અથવા વાતચીત કરવા માટે અનિચ્છા કે પછી પરોક્ષ સંદેશાવ્યવહાર રિલેશનશીપ તૂટવાના સંકેત આપે છે.
  First published:

  Tags: Lifestyle, Relationship

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन