Home /News /lifestyle /

માતાપિતાએ ક્યારેય ન કહેવા જોઇએ બાળકોને આવા શબ્દો, તૂટી જાય છે ભૂલકાઓનું દિલ

માતાપિતાએ ક્યારેય ન કહેવા જોઇએ બાળકોને આવા શબ્દો, તૂટી જાય છે ભૂલકાઓનું દિલ

માતાપિતાએ ક્યારેય ન કહેવા જોઇએ બાળકોને આવા શબ્દો, તૂટી જાય છે ભૂલકાઓનું દિલ

Parenting Tips: ઘણી વખત આપણે થાકી ગયા હોય છીએ અને સ્ટ્રેસના કારણે એવા વાક્યો બોલી દઇએ છીએ જેને લઈને બાળકોના દીલને થેન્સ પોહચે છે. બાળકોનું મન ખૂબ કોમળ હોય છે અને તેઓ સરળતાથી દુઃખી થઇ જાય છે. આવા વાક્યો તેમનામાં અવિશ્વાસ, ગુસ્સો, પરસ્પર અંતર ઊભું કરે છે.

વધુ જુઓ ...
  આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં ઘણી વખત પતિપત્ની બંને નોકરીથી થાકીને સાંજે બાળકો પર પોતાનું ફ્રસ્ટેશન (Frustration) કાઢે છે. ઘણી વખત તેઓ એવી વાતો બાળકોને કહી દે છે જે તેમનું દિલ દુખાવી દે છે. તમારા વર્તનની અસર બાળકના વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય (child sentiments) પર પડે છે. તેથી બાળકો સાથે દરેક સમયે કાળજી પૂર્વક વર્તણૂંક (Behavior with children) કરવી ખૂબ જરૂરી છે. તેમની સાથે વાત કરતી સમયે તમારા શબ્દો અને ભાષા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. જે વાત તમે તમારા માટે સાંભળી શકતા નથી તે તમારા બાળકો સામે પણ ન કહો. આપણે જેવી વાતો કરીશું તેવું જ વર્તન બાળકો કરશે. આજે અમે તમને તેવા જ અમુક વાક્યો વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે પેરેન્ટ્સ તરીકે તમારે બાળકોને ક્યારેય ન કહેવા (common phrases of parents can hurt child) જોઇએ.

  માથાનો દુખાવો છે તું


  ઘણી વખત આપણે થાકી ગયા હોય છીએ અને સ્ટ્રેસના કારણે આવા વાક્યો બોલી દઇએ છીએ. બાળકોનું મન ખૂબ કોમળ હોય છે અને તેઓ સરળતાથી દુઃખી થઇ જાય છે. આવા વાક્યો તેમનામાં અવિશ્વાસ, ગુસ્સો, પરસ્પર અંતર ઊભું કરી દે છે. તેથી આવી વાતો બાળકોને ક્યારેય ન કહેશો.

  આ પણ વાંચો: Benefits of Onion: માત્ર ખાવાથી જ નહીં, સૂતી વખતે ડુંગળી બાજુમાં રાખવાથી પણ થશે આટલા ફાયદા

  તને કેમ નથી સમજાતું


  બાળકોનું મગજ વિકાસ પામી રહ્યું હોય છે, તેથી એક જ વારમાં બધુ સમજી લેવું તેમના માટે મુશ્કેલ હોય છે. જો તમે તેને શાંતિ અને અલગ રીતથી સમજાવશો તો તેઓ આજીવન માટે તે વાતને સમજી જશે. બાળકને કંઇ સમજાય નથી રહ્યું તો તમારે સમજાવવામાં પણ કોઇ ક્ષતિ હોય શકે છે. વારંવાર તેમને આવા વાક્ય કહેવાથી તેમના આત્મવિશ્વાસ પર અસર પડશે.

  જલદી કરો


  કોઇ પણ કામ કરવા માટે બાળક પર ક્યારેય દબાળ ઊભું ન કરો. દરેક બાળક અલગ હોય છે અને તેમની ક્ષમતાઓ પણ અલગ અલગ હોય છે. ઉતાવળ કરવાની જગ્યાએ બાળકોની સાથે બેસો અને તેની મદદ કરો.

  છોકરા-છોકરીમાં ભેદભાવ


  વાતવાતમાં બાળકોમાં ભેદભાવની વાત ન કરો કે છોકરા આવા જ હોય છે કે છોકરીઓ આવી જ હોય છે. તમે છોકરી-છોકરામાં ભેદ કરશો તો બાળકોમાં આજીવન તેની ખરાબ અસર રહેશે. બાળકોને અહેસાસ કરાવો કે કોઇ પણ કામ લિંગના આધારે નથી થતું.

  આ પણ વાંચો: Child Care Tips: બાળકને હીટસ્ટ્રોક, ડીહાઈડ્રેશનથી બચાવવા માટે આ 5 ખોરાકનો આહારમાં કરો સમાવેશ

  જવાબ ન આપવો


  બાળકો ખૂબ જીજ્ઞાસુ હોય છે. તેઓ દરેક નાની મોટી વાતો અંગે સવાલો કરે છે. એટલું જ નહીં તેઓ માતાપિતાની આદતોને પણ સૌથી વધુ ઓળખી જાય છે. જો તમે તેના સવાલોને નકારશો અથવા જવાબ નહીં આપો તો તે વાતથી પણ તેઓ દુઃખી થઇ શકે છે. તે તમારી વાતોને સાંભળવાનું અને વેલ્યૂ કરવાનું પણ છોડી દેશે. તેથી બાળકોના સવાલોના સારી રીતે જવાબ આપવા જોઇએ.
  First published:

  આગામી સમાચાર