Home /News /lifestyle /તમારા બાળકને પણ ફોન જોવાનો નશો છે? તો આ ટિપ્સથી અઠવાડિયામાં છૂટી જશે આદત

તમારા બાળકને પણ ફોન જોવાનો નશો છે? તો આ ટિપ્સથી અઠવાડિયામાં છૂટી જશે આદત

આ રીતે બાળકોને છોડાવો સ્માર્ટફોનની લત

Phone habit for kids: મોટાભાગના બાળકોને સ્માર્ટફોન જોવાની આદત પડી ગઇ હોય છે. આ આદતથી બાળકોની આંખો અને સ્વાસ્થ્યને અઢળક નુકસાન થાય છે. આ માટે જરૂરી છે કે તમે આ ટિપ્સ ફોલો કરો અને તમારા બાળકને સ્માર્ટફોનની લત છોડાવો.

   લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ યુગમાં બાળકો પણ ફાસ્ટ બની ગયા છે. પહેલાના સમય કરતા હાલની જનરેશનની વાત કરીએ તો એ વધારે સ્માર્ટ થઇ ગઇ છે. જો કે આ જનરેશનમાં બાળકોને અનેક આદતો એવી પડી છે જે પેરેન્ટ્સ અને બાળક એમ બન્ને માટે નુકસાનકારક સાબિત થાય છે. આજના આ સમયમાં મોટાભાગના બાળકોને ફોન જોવાની આદત પડી ગઇ હોય છે. ફોન જોવાની આ આદત બાળકોના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આ વાતને લઇને અનેક પેરેન્ટસની ફરિયાદ હોય છે કે, મારા બાળકને ફોન જોવાની આદત કેવી રીતે છોડાવું. આમ, જો તમારા બાળકને પણ આ ટેવ પડી છે તો એમાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે. તો જાણો આ ટિપ્સ અને છોડાવો ફોનની લત.

  સમય આપો


  હંમેશા તમે તમારા બાળકને સમય આપો. મોટાભાગના પેરેન્ટ્સ પોતાના બાળકને પૂરતો સમય આપતા હોતા નથી. આમ, જો તમારા બાળકને ફોન જોવાની લત છે તો તમે એને સમય આપો જેથી કરીને આ આદત છૂટી જશે.

  આ પણ વાંચો: ગરબે ધુમતાં પરસેવાની વાસમાંથી આ રીતે મેળવો છૂટકારો 

  રમત રમાડો


  તમે તમારા બાળકને નવી-નવી રમતો રમાડો. આ રમતોથી બાળકનો માનસિક વિકાસ પણ સારો થાય છે. આ રમતોમાં તમે બાળકોને બેડમિન્ટન, બોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી રમતો રમાડો. આ રમતો તમે બાળકોને રમાડો છો તો આપોઆપ જ ફોન જોવાની લત છૂટી જાય છે. આ રમતો તમે બાળકોને રમાડો છો તો એને મજા પણ આવે છે અને એ ખુશ પણ થાય છે.

  આ પણ વાંચો: શરીરમાં દેખાતા આ લક્ષણોને ના કરો ઇગ્નોર, નહીં તો...

  બહાર ચાલવા લઇ જાવો


  તમે તમારા બાળકને ચાલવા જાવો. ચાલવાથી બાળકને શરીરને પણ કસરત મળે છે. વોકિંગ સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ એક્સેસાઇઝ છે. તમે બાળકને બહાર ચાલવા લઇ જાવો ત્યારે ખાસ કરીને એને ગમતી વાતો કરો અને સાથે મોબાઇલ જોવાથી શું નુકસાન થાય છે એ પણ વાત કહો. આ વાત કરવાથી બાળક સમજે છે અને એ જાતે જ આ આદતને ઓછી કરી દેશે.


  ઘરે એક્ટિવિટી કરાવો


  તમે તમારા બાળકને સતત કોઇને કોઇ ઘરે એક્ટિવિટી કરાવો અને એને એમાં વ્યસ્ત રાખો. આમ કરવાથી બાળકને ફોનની આદત છૂટી જશે. એક્ટિવિટી કરાવવાથી બાળકનો શારિરિક અને માનસિક વિકાસ થાય છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Child, Smart phone, લાઇફ સ્ટાઇલ

  विज्ञापन
  विज्ञापन