આપણે સાંભળતા જ હોઇએ છીએ કે બાળકનો સૌથી પહેલો ગુરૂ (First Teacher of Baby) તેની માતા હોય છે અને તેનું શિક્ષણ (Education) સૌથી પહેલા ઘરેથી શરૂ થાય છે. માતા બાળકની સાથે સૌથી વધુ સમય પસાર કરે છે અને તે રમતમાં જ બાળકને અનેક જરૂરી આદતો (Habits) શીખવે છે, જે તેના ઘડતર માટે ખૂબ જરૂરી છે. જ્યારે બાળકોની ઉંમર શાળાએ જવાની હોય અને તેઓ પ્રથમ વખત શાળાએ જાય છે, ત્યારે તેમને ઘણી બધી બાબતો શીખવવી જરૂરી છે જે તેમના અને તમારા બંને માટે મહત્વપૂર્ણ છે. આવો જાણીએ એવી કઈ આદતો (important things to kids) છે, જેને શીખવવી દરેક માતા-પિતાની જવાબદારી છે.
સ્વચ્છતા
બાળક જ્યારે નાનું હોય છે, ત્યારે તેની દરેક વાતની કાળજી માતાપિતાએ રાખવી પડે છે. પરંતુ જ્યારે બાળક થોડું સમજદાર થઇ જાય છે, તો તેને પોતાના પ્રત્યે સ્વચ્છતા રાખવાનું શીખવવું ખાસ જરૂરી છે. તમારા બાળકને ટોયલેટ અને વોશરૂમ બાદ પોતાને સાફ કરવાનું શીખવો. આ સિવાય તેમને સ્વચ્છતા ન રાખવાથી થતા ચેપ વિશે પણ જણાવો.
હળીમળીને રહેવું
તમારે ક્યારેય તમારા બાળકને રમતી વખતે કોઈ પર પલટવાર કરવાનું કે ઠપકો આપવાનું શીખવશો નહીં. તેમને દરેક સાથે પ્રેમથી રહેવાનું શીખવો. કોઈની સાથે ખરાબ વર્તન ન કરો. ઝઘડાથી દૂર રહો. જો તેમનો કોઈ સાથી ઝઘડો કરે, તો તેના વિશે તમને અથવા તમારા શિક્ષકને જણાવે તેવી શીખામણ આપો.
ઘણીવાર આપણે જોયું છે કે માતા-પિતા તેમના બાળકોને શાળામાં ભણતા પહેલા મૂળાક્ષરો અને ગણતરી શીખવે છે. આ શીખવતા પહેલા બાળકોને શરીરના અંગો, આકાર, રંગ અને પ્રાણીઓના નામ, પક્ષીઓના નામ શીખવો. જેથી બાળકો શાળામાં સંપૂર્ણ બ્લેન્ક ન રહે.
જાતે જમતા શીખવો
માતા-પિતા મોટાભાગે પોતાના બાળકોને લાડ માટે પોતાના હાથથી ખવડાવે છે અને આ આદતને લાંબા સમય સુધી જાળવી રાખે છે. પરંતુ શાળાએ જતા પહેલા બાળકોને પોતાના હાથથી ખાવાનું ખાવાની આદત પાડો. ઉપરાંત તેમને જમતા લેતા પહેલા અને પછી તેમના હાથને સારી રીતે ધોવાનું શીખવો.
આભાર-માફી માંગતા શીખવો
તમારા બાળકોને વડીલોનો આદર કરતા શીખવો. તેમનામાં આભાર કહેવાની ટેવ પાડો. તેમને શીખવો કે જ્યારે કોઈ તમને કંઈક આપે અથવા તમે કોઈની પાસેથી કંઈક લો, તો ચોક્કસપણે આભાર કહો. ઉપરાંત, તમારી ભૂલ માટે માફી માગવાનું શીખવો. બાળકોને સોશ્યલ સર્કલનું મહત્વ શીખવો. તેનાથી બાળકોમાં બધા સાથે સુમેળમાં રહેવાની ટેવ પડશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર