Home /News /lifestyle /બાળક એક્ઝામમાં ફેલ થાય છે? માર્ક્સ ઓછા આવે છે? તો આ રીતે વધારો આત્મવિશ્વાસ, પછી જુઓ કેવું રિઝલ્ટ મળે છે
બાળક એક્ઝામમાં ફેલ થાય છે? માર્ક્સ ઓછા આવે છે? તો આ રીતે વધારો આત્મવિશ્વાસ, પછી જુઓ કેવું રિઝલ્ટ મળે છે
બાળક એક્ઝામમાં ફેલ થાય તો ચિંતા ના કરો.
How To Encourage Child: ઘણાં બધા પેરેન્ટ્સ એવા હોય છે કે જેમનું બાળક પરીક્ષામાં ફેલ થાય તો તેઓ એની પર ગુસ્સે થઇ જાય અને એને સપોર્ટ કરવાનું છોડી દે છે. જો તમે પણ તમારા બાળક સાથે આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પહેલાનાં સમય કરતા હાલમાં ભણવાનું ખૂબ જ વધી ગયુ છે. આ સાથે જ હવે સ્કૂલોમાં એક્ઝામથી લઇને બીજા અનેક પ્રકારના પ્રોજેક્ટ્સ બનાવવા માટે સ્ટૂડ્ન્ટ્સને આપતા હોય છે. જો કે આજકાલ બાળકોનું મુલ્યાંકન પણ પરીક્ષામાં કેટલા ટકા આવ્યા એ પરથી થતુ હોય છે આવું કઇએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. પરીક્ષા પૂરી થાય પછી રિઝલ્ટ આવે ત્યારે પાડોશીઓ પણ પૂછી લેતા હોય છે કે કેટલા પરસન્ટેઝ આવ્યા. આ પરથી હવે બાળક કેટલામાં છે એની લોકો જાણ કરી લેતા હોય છે. પરંતુ લાઇફમાં એક પરસન્ટેઝ જ મહત્વના હોતા નથી. આ માટે બીજુ ઘણું લાઇફમાં મહત્વનું હોય છે.
આ વાતથી બાળકના મગજ પર અનેક ખરાબ અસર પડે છે. આ માટે પેરેન્ટ્સની જવાબદારી હોય છે કે એમના બાળકોને કેવી રીતે નકારાત્મક વિચારો અને અસરથી બચાવવું. શું તમારું બાળક પણ એક્ઝામના રિઝલ્ટમાં સતત ઓછુ પરફોર્મ કરે છે? તમારું બાળક ફેલ થયુ છે? જો આ બધા પ્રશ્નોના જવાબ હા હોય તો તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તમે આ રીતે તમારા બાળકને મોટિવેટ કરો.
શરમ મહેસૂસ કર્યા વગર તમે તમારા બાળકો સાથે ખુલીને વાત કરો. તમે જો પેરેન્ટ્સ તરીકે બાળક સાથે ખુલ્લા દિલથી વાત કરશો તો એ મનમાં મુંઝાશે નહીં અને ખરાબ વિચારોથી દૂર રહેશો. તમે જો બાળકો સાથે ખુલ્લા મનથી વાત નહીં કરો તો એનું સ્ટ્રેસ લેવલ વધતુ જશે.
તમારું બાળક પરીક્ષામાં નાપાસ થાય કે ઓછા માર્ક્સ આવે તો તમે એને સપોર્ટ કરો. જો તમે જ તમારા બાળકોને સપોર્ટ નહીં કરો તો એ મનમાં મુંઝાશે અને સાથે અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગશે.
સારા ઉદાહરણ આપો
તમારું બાળક પરફોર્મ ઓછુ કરે છે તો તમે એની પર ગુસ્સે થશો નહીં. આ વિશે તમે તમારા બાળકોને એવા દાખલા આપો જેનાથી એનું ભણવામાં મન લાગે અને એ આગળ વધી શકે. ઘણાં બધા મોટા લોકો એવા છે જેઓ ફેલ થયા પછી એમની લાઇફમાં આગળ વધ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર