Home /News /lifestyle /જાન્યુઆરી એટલે પરીક્ષાનો મહિનો, બાળકનું મગજ તેજ કરવા ઘરે કરાવો આ એક્સેસાઇઝ, જવાબો ફટાફટ યાદ રહેશે
જાન્યુઆરી એટલે પરીક્ષાનો મહિનો, બાળકનું મગજ તેજ કરવા ઘરે કરાવો આ એક્સેસાઇઝ, જવાબો ફટાફટ યાદ રહેશે
બાળકોને આ એક્સેસાઇઝ કરાવો
Exercise For Brain: જાન્યુઆરી મહિનામાં બાળકોની પરીક્ષા શરૂ થતી હોય છે. આ મહિનામાં બાળકો ખૂબ જ પ્રેશરમાં આવી જાય છે જેના કારણે પરીક્ષામાં ભૂલી જાય છે અને ટકા ઓછા આવે છે. એવામાં પેરેન્ટ્સ જો આ એક્સેસાઇઝ કરાવે છે તો સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જાન્યુઆરી મહિનામાં બાળકોની પરીક્ષા આવે છે. સામાન્ય રીતે આ મહિનામાં બાળકો પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. પરીક્ષા નજીક આવતાની સાથે જ બાળકોના મનમાં ડર અને પ્રેશર વધવા લાગે છે. જો કે આવું મોટાભાગે દરેક બાળકોમાં થતુ હોય છે. ઘણી વાર ભણવાનું પ્રેશર બાળકોમાં ખૂબ જ વધી જાય છે જેના કારણે પરીક્ષા આપતી વખતે પ્રશ્નોના જવાબ ભૂલી જવાય છે અને પ્રેશર આવે છે. આમ, જો તમારા બાળક સાથે પણ આવું થાય છે તો તમે આ એક્સેસાઇઝ કરાવો. આ એક્સેસાઇઝ તમે બાળકોને કરાવો છો તો પરીક્ષા સમયે થતી અનેક તકલીફોમાંથી છૂટકારો મળી જશે.
ધહેલ્ધી ડોટ કોમ અનુસાર પરીક્ષા દરમિયાન બ્રેન પ્રેશર ઓછુ કરવા માટે ફેન્સી કમ્પ્યુટર ગેમ અને સ્ક્રીનને છોડીને કાગળ અને કલમનો ઉપયોગ કરો. આ એક્સેસાઇઝમાં અનેક પ્રકારનું લિસ્ટમ તૈયાર કરી શકાય છે, જેમાં ભાડાનો સામાન, દિવસભરનું કાર્ય અને બજેટને શામેલ કરો. પછી જુઓ કે તમને કઇ વસ્તુઓ યાદ રહે છે.
કોઇ કહાની કહો
કહાની..આ એક્ટિવિટી મગજને રિલેક્સ અને બુસ્ટ-અપ કરવામાં મદદ કરી શકે છે. આ માટે તમે તમારા બાળકોને કોઇ સારી કહાની સંભળાવો. આમ કરવાથી બાળકનું મગજ ચાલે છે અને સાથે એ એક્ટિવિટીમાં પણ પાવરફુલ થાય છે. કહાની કહેવાથી બાળકનું ટેન્શન ઓછુ થાય છે અને સાથે એ પરીક્ષામાં પણ નંબર વન આવે છે. આ સાથે જ તમે બાળકોને પુસ્તક સિવાય કોઇ પણ સ્ટોરી વાંચવા આપો. આમ કરવાથી એનું મગજ રિલેક્સ થાય છે.
હાર્ટનું પપિંગ કરવા માટે મગજને પંપઅપ થાય છે. એથલેટિક એક્ટિવિટી જે બાળકના મગજ અને શરીરને ઉત્તેજીત કરી શકે. આ માટે રમો, યોગા કરો તેમજ મન ખુશ કરવા માટે નવી રમત રમાડો. તમે પેરેન્ટસ તરીકે બાળક સાથે એવી ગેમો રમો જેમાં એના મગજનો વિકાસ થાય અને સાથે માઇન્ડ પણ પાવરફુલ થાય.
યોગા કરાવો
તમે તમારા બાળકોને હોંશિયાર બનાવવા માટે યોગા કરાવો. યોગા કરાવવાથી એના માઇન્ડનો વિકાસ સારો થાય છે. આ સાથે જ યાદશક્તિમાં પણ વધારો થાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર