Home /News /lifestyle /દૂધનો ગ્લાસ જોતાની સાથે જ બાળક નખરા કરે છે? તો આ રીતે ટેસ્ટી બનાવો અને પીવડાવો
દૂધનો ગ્લાસ જોતાની સાથે જ બાળક નખરા કરે છે? તો આ રીતે ટેસ્ટી બનાવો અને પીવડાવો
દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે.
Parenting tips: મોટાભાગનાં બાળકો દૂધ પીવા માટે બહાના બનાવતા હોય છે. દૂધ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે. આમ, તમારું બાળક દૂધ પીવામાં નખરા કરે છે તો આ રીતે ટેસ્ટી બનાવો.
Parenting tips: સ્વાસ્થ્ય માટે દૂધ અનેક રીતે ફાયદાકારક છે. દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે. આ સાથે જ દૂધમાં પ્રોટીન, વિટામીન્સ, કેલ્શિયમ અને ફેટ જેવા અનેક જરૂરી પોષક તત્વો હોય છે. દૂધ પીવાથી બાળકોના માનસિક અને શારિરિક વિકાસમાં મદદ મ છે. પરંતુ મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે બાળક દૂધ પીવાની વાત આવે ત્યારે ભાગવા લાગે છે, આ સાથે જ અનેક બહાના બનાવે છે. આમ, તમે દૂધને આ રીતે ટેસ્ટી બનાવો છો તો બાળક ફટાફટ પી જશે અને સાથે હેલ્થને પણ અનેક ઘણો ફાયદો થશે.
બાળકોને ચોકલેટનું દૂધ વધારે ભાવતુ હોય છે. ચોકલેટ દૂધ તમે બાળકોને આપો છો તો એ ફટાફટ પી જાય છે. આ સાથે જ દૂધનો સ્વાદ વધી જાય છે. ચોકલેટમાં શુગરની માત્રા સારી હોય છે જે દૂધમાં તમે નાખો છો તો મસ્ત લાગે છે અને ટેસ્ટ પણ સારો આવે છે.
ઠંડુ દૂધ
તમારું બાળક દૂધ પીતુ નથી તો તમે ઠંડુ દૂધ ટ્રાય કરો. ગરમ દૂધ ઘણાં બાળકો પીતા હોતા નથી. આમ, તમારું બાળક ગરમ દૂધ પીતુ નથી તો તમે ઠંડુ દૂધ આપો. ઠંડુ દૂધ બાળકો ફટાફટ પી જાય છે અને સાથે હેલ્થને પણ અનેક ઘણો ફાયદો થાય છે.
ખાસ ધ્યાન એ રાખો કે ઠંડુ દૂધ શિયાળામાં તેમજ ડબલ સિઝનમાં પીવડાવશો નહીં. ઠંડુ દૂધ તમે ઠંડીમાં બાળકને પીવડાવો છો તો શરદી-ખાંસી જેવી સમસ્યા થઇ શકે છે. આ સાથે જ ગરમીમાં તમે ઠંડુ દૂધ બાળકોને પીવડાવી શકો છો.
ઇલાયચી વાળુ દૂધ
ઇલાયચી માત્ર દૂધનો સ્વાદ જ નહીં પરંતુ હેલ્થ માટે પણ અનેક રીતે ગુણકારી છે. ઇલાયચી વાળુ દૂધ તમે બાળકોને પીવડાવો છો તો હેલ્થ માટે ગુણકારી સાબિત થાય છે. આ દૂધ તમે બાળકોને પીવડાવો છો તો શરદી પણ જલદી થતી નથી. આ સાથે જ તમે ઇલાયચીની સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ નાખો છો તો ટેસ્ટ મસ્ત આવે છે અને બાળકની હેલ્થ માટે પણ ગુણકારી છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર