Home /News /lifestyle /એક ભૂલ બાળકને કરે છે બીમાર, દૂધ પીવડાવ્યા પછી બોટલને આ રીતે ડીપ ક્લિનીંગ કરો, જાણી લો આ રીત

એક ભૂલ બાળકને કરે છે બીમાર, દૂધ પીવડાવ્યા પછી બોટલને આ રીતે ડીપ ક્લિનીંગ કરો, જાણી લો આ રીત

આ રીતે બોટલ સાફ કરો.

Parenting tips: નાના બાળકોનું ધ્યાન અનેક રીતે રાખવુ પડે છે. જો તમે પ્રોપર રીતે બાળકની કેર કરતા નથી તો એ જલદી બીમાર પડી જાય છે અને સાથે ઇન્ફેક્શનનો ભોગ બને છે. આમ, જો વાત કરવામાં આવે તો ખાસ કરીને એની દૂધની બોટલ સાફ કરવી ખૂબ જરૂરી છે. દૂધની બોટલ તમે પ્રોપર રીતે સાફ કરતા નથી તો બીમાર પડવાના ચાન્સિસ વધારે રહે છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવજાત બાળકોની કેર કરવી ખૂબ જરૂરી છે. નાના ભૂલકાઓ ખૂબ જલદી સંક્રમણ અને બીમારીઓનો ભોગ બનતા હોય છે. આ માટે બાળકોની કેર પ્રોપર રીતે કરવી ખૂબ જરૂરી છે. એવામાં ખાસ ધ્યાન એ રાખવાનું હોય છે કે દૂધ પીતા બાળકોને સંક્રમણથી કેવી રીતે બચાવશો. અનેક લોકો બાળકોને દૂધની બોટલમાં દૂધ આપતા હોય છે. બોટલમાં દૂધ પીવડાવતા પહેલાં અને પછી અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આમ, જો તમે પ્રોપર રીતે દૂધની બોટલ સાફ કરતા નથી તો બાળક જલદી જ બીમારીઓનો ભોગ બની જાય છે. ઘણાં પેરેન્ટ્સ બોટલ સાફ કરતા હોતા નથી જેના કારણે બાળક જલદી જ ઇન્ફેક્શનનો ભોગ બને છે. તો જાણો કેવી રીતે સાફ કરશો.

  • સૌથી પહેલાં ખાસ ધ્યાન એ રાખો કે બોટલની ક્વોલિટી સારી હોય. બોટલની ક્વોલિટી ખરાબ હોય તો બેક્ટેરિયા ફ્રી હોઇ શકે છે.


આ પણ વાંચો:ઠંડીમાં મેથીના પાન સ્વાસ્થ્યને કરે છે આટલો મોટો ફાયદો

  • સૌથી પહેલાં બોટલને બધા પાર્ટ ખોલી દો અને એક વાસણમાં રાખીને પાણીથી ધોઇ લો.

  • હવે યુઝ કરેલી બોટલને સોફ્ટ ડિટરજન્ટ અને પાણીની મદદથી સાફ કરી લો.

  • એક પેન લો અને એમાં એટલું ભરો જેમાં બોટલ આખી ડૂબીને સાફ થઇ જાય.

  • જ્યારે પાણી ઉકળી જાય એટલે બોટલને 5 મિનિટ માટે એમાં મુકી રાખો.

  • ગેસ ધીમો કરી દો અને ઢાંકણ ઢાંકી દો.


આ પણ વાંચો:આ 4 ગંદી આદતોને કારણે વધી જાય છે વજન

  • 5 મિનિટ પછી બોટલને બ્રશની મદદથી સાફ કરી લો.

  • બોટલને ટચ કર્યા પહેલાં હાથ સેનેટાઇઝ કરીને બેક્ટરિયા ફ્રી કરી લો.

  • હવે ફિલ્ટર કરેલા પાણીથી ધોઇ લો અને તડકામાં સુકવી લો.

  • જ્યારે પણ વાપરો ત્યારે બીજી વાર આ પક્રિયા કરો.


આ રીતે સ્ટોર કરો


પ્રેગનન્સીબર્થબેબી અનુસાર તમે ખરાબ બોટલોને એક સાથે કન્ટેનરમાં રાખીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. આ સિવાય તમે બજારમાં મળતા સ્ટેરલાઇઝર મશીનનો પણ ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી બોટલ અને નિપ્પલ સારી રહે છે અને બાળક ઇન્ફેક્શનથી બચી જાય છે.


કેટલી વાર સાફ કરશો બોટલ


તમારું બાળક દિવસમાં 6 વાર દૂધ પીવે છે તો દર વખતે એને ધોઇને સાફ કરી લો. આ માટે તમે ગરમ પાણીમાં પણ સાફ કરી શકો છો. ખાસ ધ્યાન એ રાખો કે બ્રશ અને કપડાનો ઉપયોગ સાફ કરવા માટે કરો.
First published:

Tags: Child care, Health care tips, Life Style News, Parenting Tips

विज्ञापन