Home /News /lifestyle /ઠંડીમાં બાળક ઉઠવામાં બહુ નખરાં કરે છે? તો ફોલો કરો આ ટિપ્સ અને બનાવો રૂટિન, નહીં પડે કોઇ તકલીફ

ઠંડીમાં બાળક ઉઠવામાં બહુ નખરાં કરે છે? તો ફોલો કરો આ ટિપ્સ અને બનાવો રૂટિન, નહીં પડે કોઇ તકલીફ

આ રીતે બાળકને સવારમાં ઉઠાડો

Parenting tips: બાળકોને ભણાવતી વખતે અનેક ઘણું ધ્યાન રાખવુ પડે છે. આ સાથે જ બાળકોને સવારમાં સ્કૂલે જતા સમયે ઉઠવાનો બહુ જ કંટાળો આવતો હોય છે. ખાસ કરીને આ સમસ્યા શિયાળામાં વધારે રહે છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક બાળકને સવારમાં ઉઠવાનો કંટાળો આવતો હોય છે. ખાસ કરીને શિયાળાની ઠંડીમાં દરેક લોકોને સવારમાં ઉઠવું એ કંટાળાજનક લાગતુ હોય છે. પેરેન્ટ્સ માટે બાળકને સવારમાં ઉઠાડવુ એ ટાસ્ક બની જાય છે. આ સાથે જ બાળક સવારમાં ઉઠવામાં અનેક નખરા કરતા હોય છે. આમ, બાળકને સવારમાં ઉઠાડીને સ્કૂલ માટે તૈયાર કરવામાં અનેક પેરેન્ટ્સ કંટાળી જતા હોય છે. પરંતુ જો તમે બાળકોને આ ટેવ નિયમિત પાડો છો તો એ સવારમાં વહેલા ઉઠી જાય છે અને તમને કંટાળો પણ આવતો નથી. તો જાણો તમે પણ સ્કૂલે જતા બાળકોનું મોર્નિંગ રૂટિન કેવુ હોવુ જોઇએ.

  આ પણ વાંચો: આ વસ્તુઓ ખાવાથી શરીર અંદરથી બગડી જાય છે

  ઊંઘ પૂરી થાય એનું ધ્યાન રાખો


  ખાસ કરીને તમારા બાળકની સ્કૂલ સવારમાં છે તો તમે એને રાત્રે વહેલા સુવડાવી દો. ઘણાં બાળકો બહુ મોડા ઊંઘતા હોય છે જેના કારણે એ સવારમાં ઉઠી શકતા નથી. આ માટે હંમેશા તમે તમારા બાળકોને વહેલા ઊંઘવાની આદત પાડો. રાત્રે 10 થી 10.30માં ઊંઘવાની આદત પાડો. આમ કરવાથી 7 થી 8 કલાકની ઊંઘ બાળકને મળે છે અને એની ઊંઘ પૂરી થઇ જાય છે.

  રાત્રે જ આ તૈયારીઓ કરી લો


  સવારની દોડધામમાંથી બચવા તમે રાત્રે જ આ પ્રકારની તૈયારીઓ કરી લો. રાત્રે ખાસ કરીને તમે બાળકના સ્કૂલના કપડા, લંચ જેવી અનેક વસ્તુઓ તૈયાર કરી લો જેથી કરીને સવારમાં દોડધામ ના પહોંચે. આ સાથે જ બાળકોને સ્કૂલબેગ પણ રાત્રે જ પેક કરાવી લો.

  આ પણ વાંચો: દર વર્ષે મહિલાઓએ આ 4 ટેસ્ટ કરાવવા જોઇએ

  મોર્નિંગ રૂટિન ચાર્ટ


  તમારું બાળક સવારમાં ઉઠવામાં બહુ બુમો પડાવે છે તો તમે એક મોર્નિંગ રૂટિન ચાર્ટ નક્કી કરો. આ ચાર્ટમાં તમે બ્રશ કરવાનો સમય, ટોયલેટનો સમય, નાસ્તાનો સમય..વગેરે પ્રકારની માહિતી લખીને એક ચાર્ટ બનાવી લો. આ ચાર્ટ પ્રમાણે તમે ચાલો છો તો તમને કોઇ સમસ્યા થતી નથી અને તમે ફ્રી રહો છો.


  વિકેન્ડ ખાસ બનાવો


  તમે તમારા બાળકોને રિલેક્સ રાખવા માટે સ્પેશયલ વિકેન્ડને ખાસ બનાવો. બાળકનો વિકેન્ડ ફુલ ટુ ફનથી ભરેલો બનાવો. તમે બાળકોને વિકેન્ડમાં એન્જોય કરાવો છો તો એ એની જીદ પણ ઓછી કરી દેશે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Child, Life style, Parenting Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन