Home /News /lifestyle /

Parenting Tips: પ્રેમથી સાચવો તમારા બળવાખોર બાળકને, પરવરિશમાં રાખો આ 5 બાબતોનુ ધ્યાન

Parenting Tips: પ્રેમથી સાચવો તમારા બળવાખોર બાળકને, પરવરિશમાં રાખો આ 5 બાબતોનુ ધ્યાન

ટીનેજર (Teenager) બાળકોને સંભાળવા કોઈ મોટા પડકારથી કમ નથી (Image : Canva)

lifestyle News - આ સમયે બાળકોમાં ઘણા શારીરિક અને ભાવનાત્મક ફેરફારો થાય છે, જેના કારણે તેમને મૂંઝવણ થાય છે અને તે ચિડચિડિયા બની જાય છે

Parenting Tips: ટીનેજર (Teenager) બાળકોને સંભાળવા કોઈ મોટા પડકારથી કમ નથી, આવું કરતી વખતે દરેક માતા પિતાને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ જ ઉંમર છે જેમાં બાળકો પોતાને પુખ્ત અને સમજદાર માનવા લાગે છે. તેમને દરેક વાતમાં રોક ટોક અને નિયંત્રણો પસંદ નથી અને તેમની માટે પ્રાઈવસી પણ અતિ મહત્વની બની જાય છે. આ સમયે બાળકોમાં ઘણા શારીરિક અને ભાવનાત્મક ફેરફારો થાય છે, જેના કારણે તેમને મૂંઝવણ થાય છે અને તે ચિડચિડિયા બની જાય છે.

વાત વાતમાં દલીલ કરવી, ગુસ્સો કરવો, એટિટ્યુડ બતાવવું આ બધું આ ઉંમરના નેચુરલ લક્ષણ કહી શકાય. આવી સ્થિતિમાં બાળકો અને તેમના માતા-પિતા વચ્ચે સમજણનો તફાવત હોય છે, ત્યારે તેઓ બળવાખોર (rebellious) જેવું વર્તન કરવા લાગે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમે આવા બાળકોને કેવી રીતે હેન્ડલ કરી શકો છો અને તેમની સાથે સારા સંબંધ બનાવી શકો છો.

બળવાખોર બાળકોને આ રીતે સંભાળો

શાંતિ રાખો

જો તમે આઉટ ઓફ કંટ્રોલ બાળકો સામે શાંતિથી વાત કરવાને બદલે જો ઉગ્ર થઈને કે બૂમો પાડીને વર્તશો તો વાત સુધરવાને બદલે બગડી જશે. પરંતુ જો તમે તેમની સાથે શાંતિથી ડીલ કરશો, તો તેઓ તેમના દૃષ્ટિકોણને વધુ સારી રીતે વ્યક્ત કરી શકશે.

નિયમ બનાવો

ઘરમાં કેટલાક નિયમો લાગુ કરો અને તેનું પાલન કરો. ટીનએજ બાળકો માટે કેટલાક વધારાના નિયમો બનાવો અને તેમને નિયમ બનાવવા પાછળના કારણ પણ જણાવો. ધ્યાન રાખો કે તમારું બાળક પોતાની જાતને સ્માર્ટ માની રહ્યું છે અને તેની ખોટી વાતને યોગ્ય ઠેરવવાના દરેક સંભવિત પ્રયાસમાં છે. પરંતુ તમે તેની ભાવનાઓને સમજતા બનાવેલી નિયમોનુ કડક અમલ કરો. ધ્યાન રાખો કે તમારો આ નિયમ ભવિષ્યમાં બાળકને ફાયદો કરાવશે અને ખોટા કામોથી બચાવશે.

આ પણ વાંચો - ઘરના રોજીંદા કામ પણ કરી શકે છે વજન ઘટાડવામાં મદદ, જાણો કઈ રીતે

નિયમ તોડવા પર સજા જરૂરી

જો તમારું બાળક નિયમો તોડે છે અને બહાનું બનાવે છે, તો તમારે નિયમોનું પાલન ન કરવા બદલ તેને સજા કરવી જોઈએ અને કોઈપણ સંજોગોમાં નિયમોને અમલમાં રાખવા માટે એક નિયમ બનાવો. ઉદાહરણ તરીકે, જો તે મોડી રાત્રે ઘરે આવે અને મિત્રો સાથે હોવાનું કારણ જણાવે, તો પછીથી ક્યારેય પણ મિત્રોને મળવા સાંજ પછી તેને બહાર ન જવા દો.

ગુડ બિહેવિયર પર કરો ફોકસ

જો તમારું બળવાખોર બાળક માત્ર સારું જ કરી રહ્યું હોય અથવા તેની વર્તણૂંક સારી હોય તો આ બાબત પર ધ્યાન આપો. તેને વધારો અને લોકોની સામે સ્વીકારો. આમ કરવાથી બાળકના મનમાં તમારા પ્રત્યેની ભાવનાઓ વધશે.

પોતાની કાઉન્સિલિંગ પણ છે જરૂરી

દરેક વખતે બાળકને દોષ આપવાને બદલે, સારું રહેશે કે તમે પોતે જ આનું કારણ શોધો. યાદ રાખો કે માતાપિતાની ભૂલોને કારણે બાળકો બળવાખોર બની જાય છે.
First published:

Tags: Lifestyle, Lifestyle News

આગામી સમાચાર