Home /News /lifestyle /વર્કિંગ પેરેન્ટ્સ છો અને બાળક ઘરમાં એકલું રહે છે? તો આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીં તો...
વર્કિંગ પેરેન્ટ્સ છો અને બાળક ઘરમાં એકલું રહે છે? તો આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીં તો...
એમને ભાવતી વસ્તુઓ મુકો.
Parenting tips: તમે પણ વર્કિંગ વુમન્સ છો અને તમને ઘરમાં રહેલા બાળકની સતત ચિંતા રહે છો તો ખાસ કરીને આ ટિપ્સ ફોલો કરો. આ ટિપ્સ તમને અનેક રીતે કામમાં આવશે. આ ટિપ્સથી બાળકની સેફ્ટી ચાર ઘણી વધી જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં વર્કિંગ પેરેન્ટ્સની સંખ્યા વધતી જાય છે. ખાસ કરીને વર્કિંગ પેરેન્ટ્સને સૌથી મોટી તકલીફ અને ચિંતા બાળકોની રહેતી હોય છે. બાળકોને એકલા ઘરે તેમજ ડેર કેરમાં મુકતી વખતે અનેક પ્રકારના સવાલો મનમાં થતા હોય છે. જો કે પેરેન્ટ્સ તરીકે આ પ્રકારની ચિંતા થાય એમાં કોઇ પ્રશ્ન નથી. માતા વર્કિંગ હોય તેમજ હાઉસ વાઇફ..દરેકને પોતાના બાળકને ચિંતા રહેતી હોય છે. આમ, જો તમને પણ બાળકની સેફ્ટીને લઇને ચિંતામાં રહો છો તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે. આ ટિપ્સ તમે પ્રોપર રીતે ફોલો કરો છો તો બાળકની ચિંતા ઓછી થઇ જશે અને તમને કામના સમયે તકલીફ પણ નહીં થાય.
તમે વર્કિંગ વુમન છો તો ખાસ કરીને તમારો ફોન નંબર બાળકોને યાદ કરાવો. આ માટે થોડી મહેનત તમે કરી લો. આજનાં આ સમયમાં ફોન નંબર બાળકોને આવડે એ ખૂબ જરૂરી છે. ફોન નંબર બાળકને આવડશે તો સંકટ સમયમાં કામમાં આવી જશે.
નાસ્તો રાખો
ઘરમાં બાળક એકલું રહે છે તો તમે નાસ્તો પણ ખાસ યાદ કરીને મુકો. નાસ્તો એવો મુકો જે બાળકને ભાવતો હોય. આ માટે બાળકને ભૂખ લાગે ત્યારે એ ખાઇ શકે.
હંમેશા એક વાત યાદ રાખો કે તમે વર્કિંગ વુમન્સ છો તો ખાસ કરીને ગેસની સ્વિચ અને ગેસનો મેન વાલ્વ તેમજ કોક બંધ કરવાની આદત પાડો. તમારી આ આદત તમને અનેક સમસ્યાઓમાંથી બચાવવાનું કામ કરે છે. ક્યારેક-ક્યારેક બાળક મસ્તી-મસ્તીમાં ગેસનુ બટન ચાલુ કરી દે તો મોટી તકલીફમાં મુકાઇ શકો છો. આ માટે હંમેશા ગેસનો મેઇન કોક બંઘ કરવાની આદત પાડો.
ધારદાર સામાન નીચે મુકશો નહીં
ક્યારે પણ ઘરમાં ધારદાર સામાન નીચે રાખશો નહીં. ધારદાર વસ્તુઓ બાળકને વાગી જાય છે અને તમે મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો.
રૂમમાં સીસીટીવી લગાવો
સૌથી પહેલાં ઘરના બધા રૂમમાં સીસીટીવી કેમેરા લગાવી દો. આ કેમેરા તમે બે કલાકના અંતરે ઓફિસમાં ચેક કરતા રહો. તમારા ઘરમાં બાળકને કોઇ સાચવે છે તો એની પણ જાણ તમને થઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર