Home /News /lifestyle /બાળકોને કારમાં બેસાડતા પહેલાં ફોલો કરો આ સેફ્ટી ટિપ્સ, થશે ફાયદો..નહીં તો પસ્તાશો

બાળકોને કારમાં બેસાડતા પહેલાં ફોલો કરો આ સેફ્ટી ટિપ્સ, થશે ફાયદો..નહીં તો પસ્તાશો

કારમાં ચાઇલ્ડ સીટ લગાવો

Safety tips for kids: બાળકોને કારમાં બેસાડતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. ઘણી વાર બાળકો કારમાં બહુ જ મસ્તી કરતા હોય છે જેના કારણે અકસ્માત થવાના ચાન્સિસ વધી જાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બાળકોને સ્કૂલમાં લેવા-મૂકવા જવું, બાળકો સાથે રોડ ટ્રિપ પર જવું..આ અનેક બાબતોમાં આપણે કારનો ઉપયોગ કરીએ છીએ. બાળકોને કારમાં ફરવાની બહુ મજા આવતી હોય છે. જો કે કારમાં બાળકોને બેસાડતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે પ્રોપર રીતે આ સેફ્ટી ટિપ્સ ફોલો કરો છો તો કોઇ તકલીફ પડતી નથી અને તમારું બાળક સેફ પણ રહે છે. દર વર્ષે કાર દુર્ઘટનામાં અનેક બાળકોના અકસ્માત થાય છે. કારની બારીમાંથી હાથ બહાર કાઢવો, સીટ બેલ્ટ ના લગાવવો, કારમાં કૂદકા મારવા..બાળકોના આ તોફાન સમય જતા પેરેન્ટ્સને અનેક મુશ્કેલીમાં મુકી શકે છે. તો જાણો બાળકો સાથે કારમાં ટ્રાવેલ કરો ત્યારે કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો.

આ પણ વાંચો:આ લોકોએ કાજુ ખાતા પહેલાં સો વાર વિચારવું નહીં તો..

બાળકો માટે જરૂરી કાર સીટ


વેરીવેલ ફેમિલી અનુસાર બાળકો સાથે જ્યારે પણ તમે કારમાં ટ્રાવેલ કરો ત્યારે ખાસ કરીને પહેલામાં પહેલાં કિડ્સ સીટ લગાવો. જો કે ભારતમાં બાળકો માટે અલગ સીટ લગાવવાનું ચલણ નથી, પરંતુ આ બાળકોની સુરક્ષા માટે જરૂરી છે. બાળકો માટે કાર સીટ ઉંમર અને એમના વેટ અનુસાર આવે છે જે આરામદાયક હોય છે.

કારની સીટ ખાલી રાખો


મોટાભાગનાં લોકો કારને ભરી દેતા હોય છે. કારની સીટ પર એટલો સામાન ભરેલો હોય છે કે બાળકોને બેસવા માટે પ્રોપર જગ્યા મળતી નથી. ઓછી જગ્યાને કારણે બાળકો સરખા બેસી શકતા નથી જેના કારણો ઇજા થવાના ચાન્સિસ સૌથી વધારે રહે છે.

આ પણ વાંચો:આ રીતે બાળકો માટે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરો

સીટ બેલ્ટનો ઉપયોગ કરો


ડ્રાઇવર સીટ સિવાય પાછળ બેસતા બાળકોને સીટ બેલ્ટ લગાવવો અનિવાર્ય હોય છે. સીટ બેલ્ટ લગાવવાથી બાળકની સેફ્ટી વધી જાય છે. આ સાથે જ બાળક કારમાં કૂદકા પણ મારતું અટકી જાય છે.

ચાઇલ્ડ લોક


બાળકને જ્યારે પણ કારમાં બેસાડો ત્યારે ખાસ કરીને ચાઇલ્ડ લોક કરી દો. ચાઇલ્ડ લોક કરવાથી બાળકની સેફ્ટી વધી જાય છે. આ સાથે બાળક ડોર ખોલી શકતુ નથી જેના કારણે એ બહાર નિકળી નહીં શકે. જો તમે ચાઇલ્ડ લોક કરતા નથી તો એ ડોર ભૂલમાંથી ખુલી જાય છે અને બાળકના પડી જવાનો ભય રહે છે.
First published:

Tags: Child, Life style, Safety Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો