Home /News /lifestyle /

Parenting Tips: બાળક સ્કૂલે જવામાં કરે છે આનાકાની? અપનાવો આ ઉપાય, હોંશે હોંશે જશે શાળાએ

Parenting Tips: બાળક સ્કૂલે જવામાં કરે છે આનાકાની? અપનાવો આ ઉપાય, હોંશે હોંશે જશે શાળાએ

બાળક સ્કૂલે જવામાં કરે છે આનાકાની? અપનાવો આ ઉપાય

સ્કૂલનું નામ પડતા જ કેટલાક બાળકો રોવા લાગે છે, તો કેટલાક તબિયત સારી ન હોવાનું બહાનું બતાવે છે. આવી સ્થિતિમાં માતા-પિતા બાળક (Child)ની જીદ સામે ઝૂકી જાય છે અને સ્કૂલે મોકલતા નથી. આવું ન થવું જોઈએ. અહીં બાળકો હસતા હસતા સ્કૂલે જાય તેવી ટિપ્સ (Tips for parents) આપવામાં આવી છે.

વધુ જુઓ ...
    Parenting Tips: ઉનાળુ વેકેશન પૂરું થઈ ચૂક્યું છે અને શાળાઓ ખુલી ચૂકી (Schools are open after summer vacation) છે. પણ ઘણા બાળકોએ શાળાએ ન જવાની જીદ પકડી છે. વેકેશનમાં ધીંગા મસ્તી (Fun in vacation) કર્યા બાદ હવે તેઓને શાળાએ જવું ગમતું નથી. આવી સ્થિતિમાં માતા-પિતા (Parents) બાળકો પર ગુસ્સે થઈ જતા હોય છે, પરંતુ બાળકો રાજી ખુશીથી સ્કૂલે જાય તે જરૂરી છે. શાંત સ્વભાવના બાળકોને સ્કૂલે મોકલવામાં તકલીફ પડતી નથી, પણ અમુક તોફાની બાળકો માતાપિતાની આંખે અંધારા લાવી દે છે. સ્કૂલનું નામ પડતા જ કેટલાક બાળકો રોવા લાગે છે, તો કેટલાક તબિયત સારી ન હોવાનું બહાનું બતાવે છે. આવી સ્થિતિમાં માતા-પિતા બાળક (Child)ની જીદ સામે ઝૂકી જાય છે અને સ્કૂલે મોકલતા નથી. આવું ન થવું જોઈએ. અહીં બાળકો હસતા હસતા સ્કૂલે જાય તેવી ટિપ્સ (Tips for parents) આપવામાં આવી છે.

    સ્કૂલે જવાનું સાચું કારણ સમજાવો


    અમુક બાળકોના મનમાં સ્કૂલનો ડર હોય છે. તેઓને સ્કૂલે જતા બીક લાગે છે, આવી સ્થિતિમાં તેમને પરાણે સ્કૂલે મોકવાથી તેઓ ચીડચીડિયા સ્વભાવના થઇ જાય છે. જેથી પરાણે સ્કૂલે મોકલવાની જગ્યાએ તેમને સ્કૂલે જવું શા માટે જરૂરી છે તે સમજાવો.

    આ પણ વાંચો: પૈસાને લઈને તમારા પાર્ટનર સાથે થાય છે ઝઘડા? અપનાવો આ ટિપ્સ, સંબંધો રહેશે કુલ કુલ

    સ્કૂલે ન જવાની જીદ પાછળનું કારણ જાણો


    બાળક સ્કૂલે શા માટે જવા માંગતું નથી? તેની પાછળનું કારણ જાણવું જરૂરી છે. ક્યારેક બાળકો શિક્ષક અથવા અન્ય બાળકોના ડરથી શાળાએ જવાની ના પાડે છે. તેઓને અન્ય બાળકોના મજાકનો ડર પણ હોય છે. આ સાથે કેટલાક બાળકોમાં આત્મવિશ્વાસ ન હોવાથી સ્કૂલે જવામાં સંકોચ અનુભવે છે. આવી સ્થિતિમાં બાળકને સ્કૂલે જવું શા માટે પસંદ નથી તે જાણવું ખૂબ મહત્વનું છે.

    બાળકની સ્થિતિ સમજો


    બાળકનું સ્કૂલે ન જવા પાછળનું કારણ જાણ્યા બાદ માતાપિતાએ પોતે પણ બાળકની આ તકલીફ સમજવાની જરૂર હોય છે. આવું કરવાથી બાળકની સમસ્યાનો ઉકેલ આવશે અને બાળક માતાપિતાની વાત પણ સમજશે.

    બાળકના ડરને દૂર કરવાનો પ્રયાસ કરો


    બાળક સ્કૂલે જવાની ન પાડતું હોય તો તેના પર ફોર્સ ન કરો. તેમના ડરને જાણ્યા બાદ હવે તે ડરને દૂર કરવાનો પ્રયત્ન કરો અને તેમનો આત્મવિશ્વાસ વધારો. આ સાથે સ્કૂલે જવું શા માટે જરૂરી છે તે પણ સમજાવો.

    આ પણ વાંચો: આ વખતે મોનસૂનમાં ગુલમહોર અને હિબિસ્કસથી સજાવો ઘર, જાણો વૃક્ષારોપણની સાચી રીત

    બાળકના મિત્ર બનો


    બાળકોનો શાળામાં રસ વધે તે માટે તેમને માતા-પિતા નહીં પણ મિત્રો તરીકે સમજાવો. તેનાથી બાળકો સરળતાથી પોતાની સમસ્યા તમારી સાથે શેર કરી શકશે. બાળકને લેવા - મુકવા માટે પણ દરરોજ શાળાએ જાવ અને તે સમય દરમિયાન બાળકોને સ્કૂલની એક્ટિવિટી અંગે પૂછો.

    (Disclaimer: આ લેખમાં આપેલી માહિતી અને સૂચનો સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ન્યૂઝ18 આ વાતની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
    First published:

    Tags: Lifestyle, Parenting Tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन