Home /News /lifestyle /બાળકો બની રહ્યા છે ફોન એડિક્શનનો શિકાર, પેરેન્ટ્સની આ ભૂલો છે જવાબદાર, જાણો અને બદલો આદતો

બાળકો બની રહ્યા છે ફોન એડિક્શનનો શિકાર, પેરેન્ટ્સની આ ભૂલો છે જવાબદાર, જાણો અને બદલો આદતો

પેરેન્ટ્સની અનેક ભૂલો હોય છે.

Phone Addiction in Children: ઘણાં બાળકો નાની ઉંમરમાં જ ફોન એડિક્શનનો શિકાર બની જાય છે. પેરેન્ટ્સની કેટલીક ભૂલોને કારણે બાળકોને ફોન જોવાની આદત પડી જાય છે. એવામાં તમે આ ટિપ્સ ફોલો કરો છો તો તો

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ દિવસોમાં અનેક બાળકોને જોરદાર ફોન જોવાની આદત પડી ગઇ હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો પહેલાં લોકો બહાર ગેમ્સ વધારે રમતા હતા જેના કારણે ફિઝિકલ અને માનસિક રીતે મગજનો વિકાસ સારો થતો હતો. પરંતુ આજના આ સમયમાં મોટાભાગનાં બાળકો ફોન એડિક્શનનો શિકાર બની રહ્યા છે. ફોનની લત બાળકોના મગજથી લઇને શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. ઘણાં બધા બાળકો તો ફોન જોતા-જોતા જ જમતા હોય છે. જો તમારા બાળકને પણ આવી ટેવ છે તો તમારે છોડાવવી જોઇએ. બાળકને પડેલી ફોનની આદત સમય જતા અનેક તકલીફમાં મુકી શકે છે.

  આ પણ વાંચો:જાણી લો જોઇન્ટ ફેમિલીમાં રહેવાના ફાયદાઓ

  આમ, તમને જણાવી દઇએ કે તમારું બાળક ફોન એડિક્ટેડ થઇ ગયો છે તો એમાં માત્ર બાળક જ નહીં, પરંતુ પેરેન્ટ્સ પણ જવાબદાર હોય છે. પેરેન્ટ્સની ઘણી બધી આદતોને કારણે બાળક ફોન જોતુ થઇ જાય છે. આમ, જો પેરેન્ટ્સ ઇચ્છે છે તો બાળકને ફોનની આદત છોડાવી શકે છે. તો જાણો તમે પણ ફોન એડિક્શન છોડવવાની રીત..

  મોબાઇલ લેવાથી બચો


  બાળકોને ફોન જોતા જોઇને સામાન્ય રીતે બાળકોના હાથમાંથી પેરેન્ટ્સ ફોન લઇ લેતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ક્યારે પણ બાળકોના હાથમાંથી ફોન લેશો નહીં. એને સમજાવો કે ફોન જોવાથી નુકસાન થાય છે. આ સાથે જ તમે ઇન્ટરનેટ બંધ કરીને ફોન મુકવાની આદત પાડો.

  આ પણ વાંચો:સિલ્કીની સાડી લેતા પહેલાં ખાસ રાખો આ ધ્યાન

  ફોનથી સવારની શરૂઆત ના કરો


  ઘણી વાર પેરેન્ટ્સ સવારમાં ઉઠતાની સાથે જ ફોન ચેક કરતા હોય છે. આ સમયે પેરેન્ટ્સના હાથમાં ફોન જોઇને બાળકને પણ લેવાની જીદ કરે છે. આ માટે સવારની શરૂઆત ક્યારે પણ ફોનથી કરશો નહીં.


  ફિઝિકલ એક્ટિવિટી પર ફોકસ કરો


  ઘણી વાર બાળકોને રડતા જોઇને પેરેન્ટ્સ કાર્ટૂન અને ગેમ્સ ચાલુ કરીને આપી દેતા હોય છે, જેના કારણે ફોન એડિક્શનનો શિકાર બની જાય છે. એવામાં તમે બાળકોને બહાર કોઇ ગેમ રમવાની આદત પાડો. ફિઝિકલ એક્ટિવિટીથી બાળક વધારે હોંશિયાર બને છે અને સાથે માનસિક રીતે ફીટ રહે છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Child, Life style, Smart phone

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन