Home /News /lifestyle /બાળક જિદ્દી થઇ ગયુ છે? પેરેન્ટાઇસ સ્ટાઇલમાં આ ચેન્જ કરો, બેસ્ટ છે આ 5 રીત
બાળક જિદ્દી થઇ ગયુ છે? પેરેન્ટાઇસ સ્ટાઇલમાં આ ચેન્જ કરો, બેસ્ટ છે આ 5 રીત
ગુસ્સો ના કરો.
Parenting tips: ઘણાં બાળકો બહુ જ જીદ્દ કરતા હોય છે. જીદ્દી બાળકો પર નાની-નાની વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આમ, બાળકોની જીદ્દને છોડાવવા માટે પેરેન્ટ્સે પણ એમના વર્તનમાં બદલાવ લાવવો જોઇએ. તમે તમારું વર્તન બદલશો તો બાળક આપોઆપ બદલાઇ જશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પેરેન્ટ્સને હંમેશા બાળકોની ચિંતા રહેતા હોય છે. બાળકોની ચિંતા થવી એ ખૂબ જરૂરી છે. ઘણાં પેરેન્ટ્સની એ સમસ્યા રહેતી હોય છે કે બાળક બહુ જીદ્દ કરે છે અને સાથે આ કોઇ કામમાં મન લાગતુ નથી. આ સાથે જ બાળક એની મનની મરજી ચલાવે છે. આમ, જો તમારું બાળક પણ બહુ જીદ્દ કરે છે અને માનતુ નથી તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે. આ ટિપ્સ તમે પ્રોપર રીતે ફોલો કરો છો બાળકની જીદ્દ કરતુ બંધ થઇ જશે અને તમારું ટેન્શન ઓછુ થઇ જશે.
સૌથી પહેલાં બાળકોને શું સાચુ છે અને શું ખોટુ છે એ વિશે પહેલાં શીખવાડો. આ બન્ને વચ્ચેનો ફરક જણાવવો ખૂબ જરૂરી છે. આમ, જો બાળક ઘરમાં ખોટુ બોલે છે તો પહેલાં એ જણાવો કે તું ખોટુ બોલે છે. આ સમયે તમે બાળક પર ગુસ્સે થશો અને એને શાંતિથી સમજાવો. આ સાથે જ બાળકને હંમેશા પ્રેમથી સમજાવો.
ઓપ્શન આપો
તમારું બાળક તમારી દરેક વાતને કાપી નાંખે છે તો તમે એને વિચારવાનો ઓપ્શન આપો. આ સાથે જ તમે બાળકને શાંતિથી સમજાવો કે આ વાત ખોટી છે. હંમેશા બાળકને ઓપ્શન આપતા શીખો. તમે જે કહો અને તરત જ થઇ જવું જોઇએ એ વાત મગજમાંથી ડિલિટ કરી લો.
તમે તમારા બાળક પર વાતવાતમાં ગુસ્સે થાવો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. બાળક પર ગુસ્સો કરવાથી એ વધારે જીદ્દી થઇ જાય છે. આ માટે હંમેશા બાળકને પ્રેમથી સમજાવો. પ્રેમથી બાળકને સમજાવવાથી એ એની જીદ્દ છોડવા લાગે છે.
વર્તન સારું કરતા શીખવાડો
તમે તમારા બાળકને હંમેશા સારું વર્તન કરતા શિખવાડો. સારું વર્તન એની જીદ્દ આપોઆપ ઓછી કરવાનું કામ કરે છે. ઘણાં બાળકોનું વર્તન સારું હોતુ નથી. આ માટે સૌથી પહેલાં બાળકને વર્તન સારું કરતા શિખવાડો. આ સાથે જ તમે તમારા વર્તનમાં પણ બદલાવ લાવો.
વિશ્વાસ રાખો
ઘણાં બધા પેરેન્ટ્સ પોતાના બાળક પર વિશ્વાસ રાખતા હોતા નથી. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. હંમેશા બાળક પર વિશ્વાસ રાખો અને સારી આદતો શિખવાડો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર