Home /News /lifestyle /અંધારામાં ડરે છે બાળક? ભૂત જેવી વાતોથી બીક લાગે છે? તો PARENTS આ ટિપ્સ ફોલો કરીને મનનો ડર ભગાવો     

અંધારામાં ડરે છે બાળક? ભૂત જેવી વાતોથી બીક લાગે છે? તો PARENTS આ ટિપ્સ ફોલો કરીને મનનો ડર ભગાવો     

ડર દૂર કરવો ખૂબ જરૂરી છે.

Parenting Tips: સામાન્ય રીતે બાળકોને કોઇને કોઇ પ્રકારનો ડર લાગતો હોય છે. આ ડરને દૂર કરવો ખૂબ જરૂરી છે. જો તમે ડર દૂર કરતા નથી સમય જતા અનેક મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ઘણાં છોકરાઓ અંધારાથી ડરતા હોય છે. આમ, જો તમારું બાળક પણ ડરે છે તો આ ટિપ્સ ખાસ વાંચી લો.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક પેરેન્ટ્સ બાળકોની દેખભાળ સારી રીતે રાખતા હોય છે. કેર કરવામાં કોઇ પણ માતા-પિતા પાછા પડતા હોતા નથી. તેમ છતા નાની-મોટી એવી ભૂલો થતી હોય છે જેના કારણે પેરેન્ટ્સ કંટાળી જતા હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો દરેક બાળકોની માનસિક સ્થિતિ અલગ-અલગ હોય છે. ઘણાં બાળકો બહુ ડરપોક હોય છે તો કોઇ બાળકો બહાદુર હોય છે. આ સાથે જ ઘણી વાર હોરર ફિલ્મો, ભૂત અને કીડા જોઇને નાની-નાની ઇજા થવાનો પણ ડર લાગે છે. એવામાં બાળકોનો ડર દૂર કરવો ખૂબ જરૂરી છે. જો તમે બાળકોનો ડર દૂર કરતા નથી તો અનેક સમસ્યા સમય જતા થઇ શકે છે. તો જાણો બાળકોનો ડર કેવી રીતે દૂર કરશો.

આ પણ વાંચો:જાણો ડાયાબિટીસના દર્દીઓ ગોળ ખાવો જોઇએ કે નહીં.

કારણ સમજો


તમારું બાળક કોઇ વસ્તુથી ડરી રહ્યુ છે તો સૌથી પહેલાં એ જાણી લો કે એને શેનો ડર લાગે છે. આ સાથે જ બાળકોને સમજવાનો પ્રયાસ કરો. બાળક કેમ અને કોનાથી ડરે છે એ વિશે જાણવુ ખૂબ જરૂરી છે. બાળકો સામાન્ય રીતે અંધારું, ભૂત, બહારની કોઇ વ્યક્તિથી તેમજ કુતરા જેવા અનેક જાનવરોથી ડર લાગી શકે છે.

બાળકે કોઇ ખોટી વસ્તુ તેમજ કંઇક જોઇ લીધુ હોય તો પણ તેઓ ડરતા હોય છે. ઘણી વાર આ વિશે સમજી શકાતુ નથી. આમ, જો તમે બાળકોના ડરને ઓળખી જાવો છો તો તમે સરળતાથી એનો ડર દૂર કરી શકો છો.

આ પણ વાંચો:દહીં અને શેકેલુ જીરું ખાવાના અઢળક ફાયદાઓ

મજાક ના માનશો


તમારું બાળક કોઇ વસ્તુથી ડરી રહ્યો છો તો તમે એને જરા પણ મજાક માનશો નહીં. આનાથી બાળક નિરાશ થઇ શકે છે. આ સિવાય બાળકોમાં આત્મવિશ્વાસની કમી પણ થઇ શકે છે. આમ, જ્યારે બાળકોને ડર લાગે ત્યારે એની વાતને મજાક ના માનશો. આ માટે એમની વાતને સમજવાની કોશિશ કરો.


કોઇ વાતનું દબાણ ના કરો


તમારું બાળક કોઇ વાતથી ડરી રહ્યુ છે તો તમે કોઇ વાતનું દબાણ કરશો નહીં. એની વાતને સમજો અને ડર ભગાવો. આમ, જો તમારું બાળક અંઘારાથી ડરી રહ્યુ છે તો વારંવાર અંધારામાં જવાનું કહેશો નહીં.
First published:

Tags: Health care tips, Life Style News, Parenting Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો