baby care tips: બાળકોની આંખમાં કાજળ લગાવવું યોગ્ય છે કે નહીં? જાણો તેની સાથે જોડાયેલ કેટલીક વાતો

પ્રતિકાત્મક તસવીર

baby care tips: કાજલ બાળકોના સ્વાસ્થ્ય માટે ઝેરનું કામ કરે છે. સંશોધન અનુસાર શિશુઓમાં હાયર ગટ ઓબ્ઝર્પશન થાય છે અને તેમની નર્વસ સિસ્ટમ વિકસિત થતી હોય છે. કાજળમાં ઉપસ્થિત લીડ ઝેરની જેમ કામ કરે છે.

  • Share this:
Health desk: ભારતમાં મોટાભાગના પરિવારોમાં બાળકનો જન્મ (born baby) થાય છે, ત્યારે તેમને ખરાબ નજરથી બચાવવા માટે કાજળનો ટીકો (Kajal) લગાવવામાં આવે છે. બાળકોની કોમળ આંખમાં (kids eyes) કાજળ લગાવવું કેટલે અંશે યોગ્ય છે તે અંગે હંમેશા ચર્ચાઓ થતી રહે છે. પીડિયાટ્રીશિયન (Pediatrician) કાજળ લગાવવાની બિલકુલ સલાહ આપતા નથી. તેમ છતાં નાના બાળકોની આંખમાં કાજળ લગાવવામાં આવે છે. કાજળ લગાવવાથી બાળકોને નજર લાગતી નથી, તેવી માન્યતા પ્રચલિત છે. ડોકટર (doctor) જણાવે છે કે બાળકોની આંખમાં કાજલ લગાવવું તે નુકસાનદાયક સાબિત થઈ શકે છે.

ઝેરની જેમ કામ કરે છે
હેલ્થલાઈનના રિપોર્ટ અનુસાર શોધમાં જાણવા મળ્યું છે કે કાજલ બાળકોના સ્વાસ્થ્ય માટે ઝેરનું કામ કરે છે. સંશોધન અનુસાર શિશુઓમાં હાયર ગટ ઓબ્ઝર્પશન થાય છે અને તેમની નર્વસ સિસ્ટમ વિકસિત થતી હોય છે. કાજળમાં ઉપસ્થિત લીડ ઝેરની જેમ કામ કરે છે.

આ કારણોસર બાળકોની આંખમાં કાજળ ન લગાવવું જોઈએ
કાજળ બનાવવા માટે ભરપૂર માત્રામાં લીડનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. જેના કારણે કિડની, મસ્તિષ્ક, બોન મેરો અને શરીરના અન્ય અંગ પર ખરાબ અસર થાય છે. જો બ્લડમાં લીડનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે અને તેનું મૃત્યુ થઈ શકે છે. બાળકના સંપર્કમાં હાનિકારક લીડ આવે છે, તો તે બાળક માટે જોખમકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

કોઈપણ પ્રકારનું કાજળ સુરક્ષિત નથી
કેટલાક ઘરોમાં કાજળ ઘરે બનાવીને બાળકને લગાવવામાં આવે છે અને તે પ્રાકૃતિક છે તેવું કહેવામાં આવે છે. ઘરમાં બનેલ કાજળ પણ બાળક માટે સુરક્ષિત નથી. કાજળમાં રહેલ કાર્બન બાળકોની આંખોને નુકસાન પહોંચાડી શકે છે. બાળકોની આંખોમાં આંગળીથી કાજળ લગાવવામાં આવે તો બાળકોની આંખમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

આ પણ વાચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

આ પણ  વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

માન્યતા અને સત્ય
બાળકોની આંખમાં નિયમિત કાજળ લગાવવામાં આવે તો તેની આંખ અને પાંપણ મોટી થશે જે બિલકુલ તર્ક વગરની બાબત છે. કાજળ લગાવવાથી બાળક લાંબા સમય સુધી સુતા રહે છે, આ પ્રકારનું કોઈપણ સંશોધન કરવામાં આવ્યું નથી. કાજળ વગર પણ બાળક રોજ 18થી 19 કલાક સુવે છે.



ઘરમાં બનાવવામાં આવેલ કાજળમાં રહેલ કાર્બનને કારણે બાળકોની આંખોને નુકસાન થઈ શકે છે. ઉપરાંત આંગળીથી કાજળ લગાવવાને કારણે બાળકોની આંખોમાં ઈન્ફેક્શન પણ થાય છે. ઉલ્લેખનીય છે કે, કાજળ લગાવવાથી બાળકને ખરાબ નજર લાગતી નથી, આ બાબતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.
First published: