Home /News /lifestyle /

Parenting Puzzle: બાળકોને દુ:ખી કરતી મનની વાત આવા સંકેતોથી જાણો, નહિતર,,,

Parenting Puzzle: બાળકોને દુ:ખી કરતી મનની વાત આવા સંકેતોથી જાણો, નહિતર,,,

Parenting: ઘણી વખત બાળકોને એવા ખરાબ અનુભવોનો સામનો કરવો પડે છે, જેના પર માતા-પિતા સમયસર ધ્યાન ન આપે તો તેમનો ધ્રાસકો જીવનભર તેમની સાથે રહે છે. તે બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને અસરકરવાની સાથે સાથે કેટલીકવાર બાળકોને આખી જીંદગી માટે ગૂંગળામણ સમાન બની રહે છે.

Parenting: ઘણી વખત બાળકોને એવા ખરાબ અનુભવોનો સામનો કરવો પડે છે, જેના પર માતા-પિતા સમયસર ધ્યાન ન આપે તો તેમનો ધ્રાસકો જીવનભર તેમની સાથે રહે છે. તે બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને અસરકરવાની સાથે સાથે કેટલીકવાર બાળકોને આખી જીંદગી માટે ગૂંગળામણ સમાન બની રહે છે.

વધુ જુઓ ...
  Child Psychology:  કડવા અનુભવોમાંથી આવતી આ ગૂંગળામણ બાળકોને પ્રિયજનોથી દૂર કરે છે અને બાળકોના મનોબળ અને આત્મવિશ્વાસને ઘૂંટણિયે લાવી દે છે. એવામાં માતા પિતા પોતાના બાળકોના દરરોજના બદલાતા વ્યવહાર પર નજર રાખવાની સાથે તેમાં કંઈક અસામાન્ય દેખાય તો તેના વિશે પણ બાળકો સાથે ખુલીને વાત કરે તે જરૂરી છે (Child-parents relations).

  બાળકોના આ કડવા અનુભવો અંગે ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ. શૈલેષ ઝા કહે છે કે, સૌ પ્રથમ તો આપણે એ વાતનો ઈન્કાર ન કરવો જોઈએ કે કડવા અનુભવો માત્ર સમાજના ચોક્કસ વર્ગના બાળકોને જ થાય છે. આપણાં બાળકો કડવા અનુભવોનો ભોગ બની શકતાં નથી એ ખોટી માન્યતા છે.

  આ પણ વાંચો: Childhood Obesity: જો સ્થૂળતા તરફ આગળ વધી રહ્યું છે તમારું બાળક તો જાવ સાવધાન! વજન કાબુમાં કરવા અપનાવો આ ટિપ્સ

  માતા-પિતા અને વાલીઓએ ખુલ્લેઆમ સ્વીકારવું જોઈએ કે આ કડવો અનુભવ માત્ર નાની મોટી હકીકત નથી, પરંતુ તેની વાસ્તવિકતા સમાજમાં ખરેખર અસ્તિત્વ ધરાવે છે. આપણે જાગૃતિ કેળવવી જોઈએ અને બાળકો સાથે થતા સામાજિક કડવા અનુભવો વિશે સ્વીકૃતિ ઊભી કરવી જોઈએ.

  તેમના કડવા અનુભવો બાળકોના વર્તનમાં પ્રતિબિંબિત થાય છે


  ડો.શૈલેષ ઝાના જણાવ્યા મુજબ, માતાપિતાએ બાળકોના વર્તનમાં દરરોજ થતા ફેરફારો પર સતત નજર રાખવી જરૂરી છે, કારણ કે આ કડવા અનુભવોના શાંત લક્ષણો આપણા બાળકોના વર્તનમાં સ્પષ્ટપણે દેખાવા લાગે છે. કડવા અનુભવોનો સામનો કરતા બાળકો માટે શરૂઆતના તબક્કા ખૂબ જ ભયાનક અને ભયના ઓથાર હેઠળ હોય છે.

  તેની પ્રતિક્રિયાઓ ખૂબ જ ચોંકાવનારી હોય છે. બાળકો કોઈ કારણ વગર મોટે મોટેથી રડવા લાગે છે. બાળકો ઊંઘતા નથી, જે બાળકો હંમેશા દરેક સાથે હળીમળીને રહેતા હોય છે તેઓ અચાનક નજીકના લોકોને અવગણવા લાગે છે અને તેમની સાથે સામાજિક અંતર રાખવાનું શરૂ કરે છે.

  તેમણે વધુમાં કહ્યું કે જે બાળકો સતત કડવા અનુભવોમાંથી પસાર થતાં હોય છે. તેઓ શાળાએ જવાનું કે સામાજિક મેળાવડામાં ભાગ લેવાનું ટાળે છે. તેમનો સંબંધ પ્રત્યેનો લગાવ ધીમે ધીમે ઓછો થતો જાય છે. તેઓ શાળાએ જાય છે, પરંતુ તેમના ગુણ અથવા ગ્રેડ ઓછા આવતા રહે છે.

  પહેલાની જેમ વસ્તુઓમાં રસ ન લેવો, પોતાનામાં ખોવાયેલા રહેવાનું શરૂ કરી દેવું વગેરે લક્ષણોને સરળતાથી ઓળખીને બાળકો સાથે થતા કડવા અનુભવોની ઓળખ કરી શકાય છે. જો માતા-પિતા સમયસર બાળકો પર ધ્યાન ન આપે તો તેના ગંભીર પરિણામો દેખાવા લાગે છે અને આ પરિણામો દરેક કિસ્સામાં અલગ-અલગ હોઈ શકે છે. કેટલાક બાળકો ગુનાહિત દુનિયા તરફ વળી શકે છે, કેટલાક બાળકો ડ્રગની લતમાં પડી શકે છે

  બાળકોનો જીવ બચાવવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે


  ડો. શૈલેષ ઝા સમજાવે છે કે, કડવા અનુભવો ધરાવતા કેટલાક બાળકોમાં એંક્સાઈટીની સમસ્યા લાંબા સમયથી જોવા મળે છે. આવા કિસ્સાઓમાં, બાળકો માટે ડીપ ડિપ્રેશનમાં જવું ખૂબ જ સામાન્ય બાબત છે. આ સિવાય આ કડવા અનુભવોની અસર સીધી બાળકોના વ્યક્તિત્વ પર પણ દેખાવા લાગે છે.

  ઘણી વખત એવું જોવા મળે છે કે સંબંધોમાં વિશ્વાસ ઊઠી જવાને કારણે તેમનું વર્તન ખૂબ જ અસભ્ય બની જાય છે. ઘણા બાળકોનું મનોબળ ઓછું થવાને કારણે તેમનો આત્મવિશ્વાસ પણ નબળો પડવા લાગે છે. ક્ષમતા અને જ્ઞાન હોવા છતાં તે પોતાની વાત લોકો સમક્ષ યોગ્ય રીતે રાખી શકતા નથી. બાળપણમાં કડવા અનુભવો થયેલા બાળકોમાં આવી અનેક અસરો જીવનભર જોવા મળે છે.

  એટલા માટે એ જરૂરી છે કે, તમે બાળકો પર દબાણ લાવ્યા વિના તેમના દિલની વાત જાણવાનો પ્રયાસ કરો. તમારા બાળકને પરેશાન કરતી દરેક બાબત શોધવાનો પ્રયાસ કરો. જો તે અચાનક શાળાએ ન જવાનો આગ્રહ કરી રહ્યો હોય, તો બાળક સાથે કોઈ બળજબરી કર્યા વિના તમારા બાળકને માનસિક રીતે પરેશાન કરતું કારણ શોધવાનો પ્રયાસ કરો.

  આ પણ વાંચો: Travel Tips: જો તમે બાળકો સાથે કરી રહ્યા છો મુસાફરી, તો આ રીતે પ્રવાસને બનાવો સુખદ, આટલી બાબતનું રાખો ધ્યાન

  જો તમારા તમામ પ્રયત્નો પછી પણ બાળકનું વર્તન તમારી સમજની બહાર હોય, તો તમારે તમારા બાળકની સમસ્યાના મૂળ સુધી જવા માટે કોઈ મનોવૈજ્ઞાનિક અથવા બાળ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ, તો જ તમે તમારા બાળકના જીવનને સુરક્ષિત રાખી શકશો.
  First published:

  Tags: Health News, Mental health

  આગામી સમાચાર