Home /News /lifestyle /

Parenting: પુત્રના લેપટોપમાં એવું જોયું કે ચોંકી ગઈ માતા, ચેતવણી રૂપ કિસ્સો કર્યો શેર

Parenting: પુત્રના લેપટોપમાં એવું જોયું કે ચોંકી ગઈ માતા, ચેતવણી રૂપ કિસ્સો કર્યો શેર

પ્રતિકાત્મક તસવીર

parenting tips: એક મહિલાએ પેરેન્ટિંગ એડવાઈસ કોલમમાં (Parenting Advice Columns) આવી જ એક ઘટના વિશે શેર કર્યું છે. આ સાથે જ તેણે પોતાના બાળકની (kid) આવી હરકતોને કઈ રીતે લેવી જોઈએ અને પોતાનું બાળક સાચા રસ્તે છે.

  Parenting tips: માતા પિતાની જવાબદારી (Parental responsibility)એ દુનિયાનું સૌથી અઘરું કામ ગણી શકાય. એમાં પણ અત્યારના આધુનિક સમયમાં બાળકો જ્યારે મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ (Mobile and electronics gadgets) વાપરતા હોય ત્યારે તેમના ઉપર ધ્યાન રાખવું અઘરું બની જાય છે. મોબાઈલ અને લેપટોપ ઉપર ઈન્ટરનેટના (Internet) માધ્યમથી નાના બાળકો અને ટીનેજર્સ પણ ઉંધા રવાડે ચડી જતા હોય છે. આવી સ્થિતિમાં બાળકો ઉપર માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર બને છે.

  સામાન્ય રીતે ઘણી વખત માતા-પિતાને પોતાના બાળકોના ફોન કે લેપટોપમાં એવી વસ્તુઓ જોવા મળી જતી હોય છે કે, જેને જોયા બાદ તેઓ વિચાર કરવા માટે મજબૂર થઈ જાય છે. એક મહિલાએ પેરેન્ટિંગ એડવાઈસ કોલમમાં આવી જ એક ઘટના વિશે શેર કર્યું છે. આ સાથે જ તેણે પોતાના બાળકની આવી હરકતોને કઈ રીતે લેવી જોઈએ અને પોતાનું બાળક સાચા રસ્તે છે કે, સંતાઈને કશું ખોટું કરી રહ્યું છે તે કેવી રીતે જાણી શકાય તેની સલાહ માગી હતી.

  અમેરિકન મહિલાએ લખ્યું હતું કે, ‘મારા 14 વર્ષીય દીકરાનું નામ જૈક છે અને હું તેને પર્સનલ લેપટોપ નથી આપતી. પોતાના દરેક કામો માટે તે અમારૂ લેપટોપ શેર કરે છે જેથી તે શું કરે છે તે અમારી નજરમાં પણ રહે. એક રીતે મારો દીકરો ખૂબ બુદ્ધિશાળી છે અને લોકો સાથે જલ્દી હળીભળી નથી શકતો. એક દિવસ હું જ્યારે તેનું ફોલ્ડર ચેક કરી રહી હતી ત્યારે મને એક એક્સેલ સ્પ્રેડશીટ મળી હતી. તે શીટ ખોલી તો તેમાં ખૂબ જ અજીબોગરીબ વસ્તુઓ જોવા મળી હતી.’

  આ પણ વાંચોઃ-OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

  જૈકે પોતાના તમામ ક્લાસમેટ્સના નામની એક યાદી બનાવી હતી અને તેમના નામ આગળ તારીખ અને તેમના વ્યવહાર સાથે સંકળાયેલી કેટલીક બાબતો લખેલી હતી. જેમ કે, એક બાળકના નામ આગળ લખ્યું હતું કે, તેની માતા પોલીસમાં છે. અન્ય એક નામની આગળ લખ્યું હતું કે, ઈન્સ્ટા બાયો પર તેનું નામ નથી.

  આ પણ વાંચોઃ-શિવાંશ કેસઃ શોરુમમાં સચિન અને મહેંદીની મુલાકાત બાદ પ્રેમ પાંગર્યો, પ્રેમથી લઈ 'પાપ' સુધીની કહાની

  આ જ રીતે કોઈ સ્થૂળ લોકોના જોક પર હસે છે, કોઈ વિદેશી ઉચ્ચારણોની મજાક ઉડાવે છે આવા બધા મુદ્દાઓ ટાંકેલા હતા. જ્યારે મહિલાએ તે શીટ અંગે પુછ્યું તો જૈકે તે પોતે નથી બનાવી તેવો જવાબ આપી દીધો હતો.

  આ પણ વાંચોઃ-વડોદરા મહેંદી હત્યા કેસઃ પોલીસે ફ્લેટમાં હીનાની લાશ કાઢી, સડેલી હાલતમાં પોટલો બાંધવો પડ્યો

  જવાબમાં એક્સપર્ટે લખ્યું હતું કે, મોજ-મજાં કરવાની ઉંમરે તમારા દીકરાએ જે લિસ્ટ બનાવ્યું છે તે ખરેખર ચિંતાજનક છે. આ ઉપરાંત તે શીટ તેણે પોતે નથી બનાવી એવું ખોટું બોલ્યો તે વધુ શંકાસ્પદ બાબત છે. જો તેને એ શીટ સાથે કોઈ લેવા-દેવા નથી તો ડીલિટ કરવા કહેવું જોઈએ જેથી કદાચ તે સાચું બોલી જાય. આ ઉપરાંત તેમણે થેરાપિસ્ટને કન્સલ્ટ કરવાની સલાહ પણ આપી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Parenting, Parenting Tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन