Home /News /lifestyle /કોરોના મહામારીના કારણે બાળકોને લાગ્યો ડિજીટલ સ્ક્રિન્સનો ચસ્કો, આંખો પર તોળાતું જોખમ
કોરોના મહામારીના કારણે બાળકોને લાગ્યો ડિજીટલ સ્ક્રિન્સનો ચસ્કો, આંખો પર તોળાતું જોખમ
આંખોની જાળવણી માટે બાળકો માટે મોબાઇલ મેનેજમેન્ટ કરાવવું જરૂરી
Eye Health Care: બાળકો અને કિશોરો ઘણીવાર એકસાથે અનેક ડિવાઇસનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે અન્ય ડિવાઇસ પર કન્ટેન્ટ જોતી વખતે તેમના ફોન પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો. ડિવાઇસ વચ્ચે સ્વિચ કરવાથી આંખ પરનું દબાણ 22 ટકા વધી જાય છે, કારણ કે તેમાં અલગ-અલગ ઉપકરણો વચ્ચે ડિસ્ટન્સ બદલવાની જરૂર પડે છે, જેથી આંખોને એડજસ્ટ કરવાની ફરજ પડે છે.
કોરોના મહામારી (Covid-19 Pandemic)ના કારણે સમગ્ર વિશ્વના લોકો ઘરમાં કેદ થઇ ગયા હતા. જેના કારણે લોકોની ડિજીટલ સ્ક્રિન (Digital Screen) પરની નિર્ભરતા પણ વધી છે. આ દરમિયાન સૌથી ખરાબ અસર બાળકોના સ્વાસ્થ્ય અને તેમના ભવિષ્ય પર પડી રહી છે. નવા અભ્યાસના તારણો સૂચવે છે કે કોવિડ-19 મહામારી દરમિયાન બાળકોનો ડિજિટલ સ્ક્રીન સમય (increased digital Screen Time for children) નોંધપાત્ર રીતે વધ્યો છે. જેના પરિણામે શારીરિક સ્વાસ્થ્ય (Health) માટે સંભવિત જોખમો ઉભા થઇ શકે છે. આ અભ્યાસ 'જર્નલ ઑફ સ્કૂલ હેલ્થ' (Journal of School Health)માં પ્રકાશિત થયો હતો. અને તેનું નેતૃત્વ એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી (ARU) દ્વારા કરવામાં આવી હતી.
એઆરયુના વિઝન નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, બાળકોના સ્ક્રીન ટાઇમમાં વધારો થવાથી બાળકોની દૃષ્ટિ અને સામાન્ય સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. કોવિડ-19 રોગચાળાને કારણે ઘણા દેશોએ તેમની શાળાઓ બંધ કરી દીધી હોવાથી વિદ્યાર્થીઓને ફરજીયાત ઓનલાઇન શિક્ષણ પર નિર્ભર રહેવું પડે છે. રીવ્યૂ પેપરમાં મહામારી દરમિયાન વિશ્વભરમાં હાથ ધરવામાં આવેલા સંશોધનના અભ્યાસોની તપાસ કરવામાં આવી હતી અને તારણો બાળકો અને કિશોરો માટે ડિજિટલ સ્ક્રીન સમય વધ્યું હોવાનું દર્શાવે છે.
કેનેડામાં 89 ટકા માતાપિતાએ સ્વીકાર્યું કે, તેમના બાળકો દેશના આરોગ્ય અધિકારીઓ દ્વારા નિર્ધારિત બે કલાકની દૈનિક ગાઇલાઇન્સ કરતા વધારે સમય સ્ક્રિન પર વિતાવી રહ્યા છે. જ્યારે જર્મનીમાં પ્રતિદિન અડધા કલાકનો વધારો થઇ રહ્યો છે. ચિલીમાં એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ટોડલર્સ અને પ્રિ-સ્કૂલના બાળકોમાં સ્ક્રીન ટાઇમ લગભગ બમણો વધીને દરરોજ ત્રણ કલાકથી વધુ થઈ ગયો છે, જ્યારે ટ્યુનિશિયામાં સંશોધકોએ 5-12 વર્ષની વયના બાળકો માટે કુલ સ્ક્રીન ટાઇમમાં 111 ટકાનો વધારો નોંધાવ્યો છે.
બાળકોમાં ડિજીટલ સ્ક્રિનના વધતા ઉપયોગથી તેમની આંખો પર સૌથી વધારે અને ખરાબ અસરો જેવી કે, અનસ્ટેબલ બાઇનોક્યુલર વિઝન, આંખોમાં શુષ્કતા, નબળી દ્રષ્ટિ વગેરે સમસ્યાઓ આવી રહી છે.
રીવ્યૂમાં એ પણ જણાવાયું છે કે, બાળકો અને કિશોરો ઘણીવાર એકસાથે અનેક ડિવાઇસનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે અન્ય ડિવાઇસ પર કન્ટેન્ટ જોતી વખતે તેમના ફોન પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો. ડિવાઇસ વચ્ચે સ્વિચ કરવાથી આંખ પરનું દબાણ 22 ટકા વધી જાય છે, કારણ કે તેમાં અલગ-અલગ ઉપકરણો વચ્ચે ડિસ્ટન્સ બદલવાની જરૂર પડે છે, જેથી આંખોને એડજસ્ટ કરવાની ફરજ પડે છે.
સ્ક્રીન ટાઈમમાં વધારો થવાથી ગરદન અને ખભા પર દબાણ આવી શકે છે, બેઠાડું સમય વિતાવવાની માત્રામાં વધારો થાય છે, અને તેનાથી બાળક ઓવર ઇટિંગ કરે છે, જે સંભવિતપણે સ્થૂળતા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પરિણમે છે.
" isDesktop="true" id="1188110" >
ARU ખાતે વિઝન એન્ડ આઇ રિસર્ચ યુનિટના નિયામક, મુખ્ય લેખક પ્રોફેસર શાહિના પરધાને જણાવ્યું હતું કે: "બાળકોની ટૂંકી અને લાંબી દ્રષ્ટિ અને સ્વાસ્થ્ય માટે સંભવિત જોખમોથી વાકેફ રહેવું ખરેખર મહત્વનું છે. તે જરૂરી છે કે, ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે અને ડિજિટલ ઉપકરણોથી દૂરની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે જેમ કે બહાર રમવા જવાનું.
તેણીએ આગળ કહ્યું, "શાળાઓ એ સુનિશ્ચિત કરી શકે છે કે શીખવા માટે ડિજિટલ ડિવાઇસ પરનો મહત્તમ સમય નક્કી કરવામાં આવે અને અન્ય પ્રવૃત્તિઓ માટે ઓછા ડિજિટલ સમયને પ્રોત્સાહિત કરવામાં આવે. સરકારે ઘર-આધારિત શિક્ષણ માર્ગદર્શિકાને અમલમાં લાવવા શાળાઓ સાથે કામ કરવું જોઈએ. જે ઉપકરણોથી દૂર સર્જનાત્મક શિક્ષણને પ્રોત્સાહિત કરે છે. જેમાં અન્ય પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું અને વારંવાર સ્ક્રીન બ્રેક્સનો સમાવેશ થાય છે.
સહ-લેખક ડૉ. રોબિન ડ્રિસકોલે કહ્યું: "આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે બાળકો રોગચાળા દરમિયાન વ્યક્તિગત શિક્ષણની ગેરહાજરીને ભરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શક્યા છે. જો કે, આ વધેલા સ્ક્રીન સમયના પરિણામે તેમના શારીરિક સ્વાસ્થ્ય માટેના જોખમો વિશે આપણે જાગૃત રહેવું જોઈએ. તે માટે વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને કામ કરવું જોઇએ.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર