Home /News /lifestyle /ડાયાબિટીસમાં પપૈયુ ખાવું જોઇએ કે નહીં? જાણો ખાવાની સાચી રીત અને સમય

ડાયાબિટીસમાં પપૈયુ ખાવું જોઇએ કે નહીં? જાણો ખાવાની સાચી રીત અને સમય

અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે.

Papaya in diabetes: પપૈયુ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. અનેક ગંભીર બીમારીઓ પણ ડોક્ટર પપૈયુ ખાવાની સલાહ આપતા હોય છે. આમ, જો તમને ડાયાબિટીસ છે અને તમારે પપૈયુ ખાવું જોઇએ કે નહીં એ વિશેવિચારો છો તો અહીં છે તમારા દરેક પ્રશ્નોના જવાબ. તો જાણો આ વિશે વધુમાં.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસમાં પપૈયુ ખાવું જોઇએ કે નહીં. આ પ્રશ્ન દરેક લોકોને થતો હોય છે. પપૈયુ હાઇ ફાઇબરથી ભરપૂર હોય છે જે પેટને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તમને એક વાત જણાવી દઇએ કે પપૈયુ એક એવું ફ્રૂટ છે જે ડોક્ટરો પણ અમુક બીમારીઓમાં ખાવાની સલાહ આપતા હોય છે. પપૈયામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ 60 એટલે કે પૂરી રીતે લો સુગરનું ફ્રૂટ નથી, તેમ છતાં એક્સપર્ટ ડાયાબિટીસમાં પપૈયુ ખાવાની સલાહ આપતા હોય છે. આમ, જો તમને ડાયાબિટીસ છે અને તમે પપૈયુ ખાવાનું  વિચારી રહ્યા છો તો ખાસ વાંચી લો આ વિશે અને જાણી લો વિસ્તારથી.

આ પણ વાંચો:માત્ર 1 જ મહિનામાં આ રીતે પેટની ચરબી ઓગાળી દો

ડાયાબિટીસમાં પપૈયુ ખાવાના ફાયદા


પપૈયામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ 60 હોય છે, એટલે કે સુગર તેજીથી વધતી નથી. આ સિવાય ડાયાબિટીસમાં પપૈય ખાવા પાછળનું એક કારણ આમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ્સ છે જે ઇન્સ્યુલિન સેલ્સને ઝડપથી વધારે છે અને સાથે સુગર મેટાબોલિઝમને તેજ કરે છે. પપૈયાની મદદથી તમારા શરીરનું ઇન્સ્યુલિન વધી શકે છે જેનાથી શરીરના ભોજનથી વઘારે ખાંડ અને ફેટ અવશોષિત કરવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો:પોસ્ટ પ્રેગનન્સી પછી ફટાફટ આ રીતે વઘેલું વજન ઉતારી દો

જાણો ડાયાબિટીસમાં પપૈયુ ખાવાનો સાચો સમય


ડાયાબિટીસમાં પપૈયુ ખાવાનો પણ એક સાચો સમય હોય છે. તમે પ્રોપર સમયે સાચી રીતે પપૈયુ ખાઓ છો તો સુગર વધતી નથી અને સાથે હેલ્થને પણ અનેક ઘણો ફાયદો થાય છે. American Diabetes Associationનું માનીએ તો ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ એક કપથી વધારે પપૈયુ ખાવુ જોઇએ નહીં. આનાથી શરીરમાં સુગરની માત્રા વધી શકે છે. આમ, જો પપૈયુ નાસ્તા પછી અને દિવસે 10 વાગ્યાની આસપાસ ખાવામાં આવે તો હેલ્થને અઢળક ફાયદાઓ થાય છે.



પપૈયાને તમે ડાયટમાં અનેક પ્રકારે શામેલ કરી શકો છો. તમે પપૈયુ નાસ્તામાં પણ ખાઇ શકો છો. આ સાથે જ દિવસમાં લંચ પછી સ્નેક્સના રૂપમાં પણ ખાઇ શકો છો. આમ, વાત કરવામાં આવે તો પપૈયુ તમે એક નહીં પરંતુ અનેક રીતે ખાઇ શકો છો. પરંતુ તમે જ્યારે પણ ખાઓ ત્યારે પપૈયુ તમારે સિમીત માત્રામાં ખાવુ જોઇએ.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)
First published:

Tags: Diabetes care, Health care tips, Life Style News, Papaya

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો