Home /News /lifestyle /Weight Loss Tips : શું પાણીપુરી વજન ઘટાડવામાં કરી શકે છે મદદ? જાણો શું કહે છે એક્સપર્ટ

Weight Loss Tips : શું પાણીપુરી વજન ઘટાડવામાં કરી શકે છે મદદ? જાણો શું કહે છે એક્સપર્ટ

આ બિઝનેસમેન નારણપુરા વિસ્તારમાં પાણી પુરી ખાવા માટે ઉભા હતા

Health Tips - લોકો મેદસ્વીતાથી છૂટકારો મેળવવા અનેક ઉપાયો કરે છે. જીમથી લઇને દવાઓ અને ડાયટ સુધી તમામ ઉપચારો કરે છે

આજે મોટાભાગના લોકો મેદસ્વીતા (Obesity)ની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, વિશ્વભરમાં 1.9 અબજ લોકો મેદસ્વીતાની સમસ્યાથી ત્રસ્ત છે. જેમાંથી 65 કરોડ લોકો જાડાપણાથી પીડાય છે. 2017ના આંકડા મુજબ દર વર્ષે 40 લાખ લોકો સામાન્ય કરતા વધુ જાડા થઈ રહ્યા છે. સ્થૂળતામાં સૌથી વધુ તકલીફ ત્યારે થાય છે જ્યારે પેટ પર ચરબી જમા થાય છે. લોકો મેદસ્વીતાથી છૂટકારો મેળવવા અનેક ઉપાયો (Weight Loss Tips) કરે છે. જીમથી લઇને દવાઓ અને ડાયટ સુધી તમામ ઉપચારો કરે છે. પરંતુ વિશેષકો માને છેકે, પાણીપુરી (Paanipuri for Weight Loss) મેદસ્વીતામાંથી છૂટકારો અપાવી શકે છે. આ સાંભળી કદાચ તમે પણ ચોંકી ગયા હશો.

કઇ રીતે વજન ઘટાડી શકે છે પાણીપુરી?

હકીકતમાં પાણીપુરીમાં પુરી તો મેદાની બનેલી હોય છે, પરંતુ તેની સાથે પીવામાં આવતા પાણીમાં ફુદીનો, કાચી કેરી, બ્લેક સોલ્ટ, દળેલું જીરૂ, આદુ અને આંબલી જેવી સામગ્રીનો ઉપયોગ થાય છે. જીરામાં એન્ટીઓક્સિડેન્ટ અને કેન્સર રોધક ગુણો હોય છે. જે ઇમ્યુન સિસ્ટમ પર અસર કરતા હાનિકારક બેક્ટેરિયાઓને મારવામાં મદદ કરે છે. આ સાથે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. જ્યારે બ્લેક સોલ્ટ મિનરલ્સથી ભરપૂર હોય છે અને તેમાં ટેબલ સોલ્ટની સરખામણીએ સોડિયમની માત્રા ઓછી હોય છે. જે પાચનશક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય તે ત્વચા અને વાળની ગુણવત્તાને પણ સુધારે છે. સેંધા મીઠું સ્નાયુઓના દુ:ખાવા અને ગળાના દુ:ખાવાથી છુટકારો અપાવે છે.

આ પણ વાંચો - weight loss: ઝડપથી વજન ઘટાડે છે આ 4 પ્રકારની દાળ, આજે જ સામેલ કરો ડાયટમાં અને ઘટાડો વજન

રોગપ્રતિકારક શક્તિ પર અસર

આ બાબતે ડો.ભાટિયાએ જણાવ્યું હતું કે, પાણીના ફુદીનામાં વપરાતા પાણીમાં જીરું, ફુદીનો અને આમલી ઉમેરવામાં આવે છે. ફુદીનાનું પાણી અને જીરું વજન ઘટાડવા માટે મદદરૂપ બને છે. ફુદીના પાણી પાચન શક્તિને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ સારી બનાવે છે. ફુદીનામાં ફાઇબર, વિટામિન એ, આયર્ન, મેંગેનીઝ અને ફોલેટ પણ હોય છે. પાણીપુરી મોઢાના અલ્સર અને એસિડિટીને પણ રોકી શકે છે. સાથે જ ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે.

સાવધાની પણ જરૂરી

પાણીપુરીની પુરી ટ્રાંસ ફેટમાં બનાવવામાં આવે છે, તેથી તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ સિવાય તેમાં બેક્ટેરિયા હોવાને કારણે ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. જો જીરા પાવડરનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી માસિકમાં ક્રેપ આવી શકે છે. ડો.નેહા ભાટિયા સમજાવે છે કે તેને બનાવવા વિશે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે તેને બનાવવામાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી. જો તેને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે તો તે પોષક તત્વોથી ભરપૂર હોઈ શકે છે.
First published:

Tags: Panipuri, Weight loss