આ રીતે બનાવો સ્વાદિષ્ટ 'પનીર મખ્ખની ગ્રેવી'

 • Share this:
  સામગ્રી:

  100 ગ્રામ પનીર
  1 કપ ટમેટો પ્યુરી
  3 ચમચી કાજુની પેસ્ટ
  2 ચમચી લસણની પેસ્ટ
  2 ચમચી લીલા મરચાંની પેસ્ટ
  3 ચમચી બટર
  1 ચમચી જીરું
  2 ચમચી લાલ મરચું પાવડર
  2 ચમચી ખાંડ
  1 ચમચી ગરમ મસાલો
  3 ચમચી ફ્રેશ ક્રીમ
  3 ચમચી કેચપ
  2 ચમચી સ્પૂન કસુરી મેથી
  મીઠું
  કોથમીર

  બનાવવાની રીત:  સૌ પ્રથન કાજુને ગરમ પાણી 1/2 કલાક પલાળી પેસ્ટ બનાવી લો.  પછી એક કઢાઈમાં બટર ગરમ કરી તેમાં જીરું લસણ-લીલાં મરચાં ની પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં ટમેટાની પ્યુરી નાખી 5 મિનિટ કૂક કરો. પછી તેમાં મરચું પાવડર, મીઠું, ખાંડ, કાજુ ની પેસ્ટ ઉમેરી 2 મિનિટ કૂક કરો. પછી તેમાં ખમણેલું પનીર, ગરમ મસાલો, કેચપ, ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરી 5 મિનિટ કૂક કરો. પછી તેમાં કસુરી મેથી હાથથી મસળી ઉમેરો. 2 મિનિટ પછી સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ પરોઠા, અથાણું, પાપડ અને છાશ સાથે સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: