Home /News /lifestyle /પનીરની આ ખીર ખાધા પછી ભૂલી જશો આઈસક્રીમ ખાવાનું #Recipe

પનીરની આ ખીર ખાધા પછી ભૂલી જશો આઈસક્રીમ ખાવાનું #Recipe

તમારો મનપસંદ ફ્લેવર ઉમેરી બનાવી શકો છો આ રીતે પનીરની ખીર

તમારો મનપસંદ ફ્લેવર ઉમેરી બનાવી શકો છો આ રીતે પનીરની ખીર

જો આટલી ભયંકર ગરમીમાં બહાર જઈને આઈસક્રીમ કે કોલ્ડ્રીંક પીવા જવાનું મન ન હોય તો ઘરે જ આ પ્રમાણે ટીવી જોતા કે ફેમિલી સાથે આ ડેસર્ટ બનાવી જલસા કરી શકો છો. ચાલો જાણી લો તેની સિક્રેટ Recipe..

પનીરની ખીર માટેની સામગ્રી:
3 કપ દૂધ
1 કપ પનીર
4 ચમચી ખાંડ
ચપટી એલચી પાવડર

બનાવવાની રીત:
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં દૂધ લઈને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી ગરમ કરો. દૂધ ઉકળવા લાગે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો. પછી તેને ઠંડું કરવા બાજુ પર રાખો. જ્યારે તે ઠંડું થઇ જાય, ત્યારે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે તેમાં પનીર ઉમેરી સારી રીતે મિકસ કરી રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછા 1 કલાક માટે રાખી ઠંડુ થવા દો. ઠંડી થાય એટલે મનપસંદ ડ્રાયફ્રૂટ ઉમેરી સર્વ કરો.

તમને જો નવા નવા ફ્લેવર્સ ટ્રાય કરવા પસંદ આવતા હોય તો આ ખીરમાં પાછળથી તમે ફ્લેવર આપવા તમારા પસંદનું એસેન્સ અને ફૂડ કલર ઉમેરી શકો છો. તેમજ સર્વિંગ વખતે તેમાં ઉપરથી તમારા મનપસંદ આઈસક્રીમનો સ્કૂપ મૂકીને પણ સરેવ કરી શકો છો. આ ખીરનો નેચરલ ટેસ્ટ બ્લેન્ક હોવાથી તમે જે કોઈ પણ ફ્લેવર ઉમેરશો તે આ ખીર સાથે બેલેન્સ થઈ જશે અને તમારા ખીરની મજા વધારશે, ખઆસ કરીને આ ખીરમાં ચોકલેટ અથવા તો ચોકલેટ ચીપ્સ આઈસક્રીમ, સ્ટ્રોબરી, મેન્ગો આઈસક્રીમ તેમજ કેસપ પીસ્તા કે બટરસ્કોચ આઈસક્રીમનું ટોપિંગ ઉમેરી આ સ્વાદિષ્ટ પનીર ખીરની મજા લઈ શકો છો.
First published:

Tags: Kitchen, Life style, Paneer, આરોગ્ય, ખોરાક, રેસીપી