શરીરમાં લોહી વધારવું હોય તો, આ રીતે મૂઠિયા બનાવીને ખવડાવો

News18 Gujarati
Updated: September 8, 2019, 4:31 PM IST
શરીરમાં લોહી વધારવું હોય તો, આ રીતે મૂઠિયા બનાવીને ખવડાવો

  • Share this:
મૂઠિયા એ એક હેલ્ધી વાનગી છે. કારણ કે તેમાં તેલ ઓછું વપરાવવાથી ફેટ પણ ઓછું હોય છે. ત્યારે આજે આપણે બનાવીશું પાલક અને મેથીના મુઠીયા. તેને જ્યારે પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે ત્યારે એક લિજ્જતદાર નાસ્તો બને છે.

સામગ્રી :

3 કપ સમારેલી પાલક

1 1/2 કપ સમારેલા મેથીના પાન
1/4 કપ ઘઉંનો લોટ
1/4 કપ સોયાનો લોટ2 ટે.સ્પૂન રવો
1 ટી.સ્પૂન ખાંડ
2 ટી.સ્પૂન લીલા મરચાંની પેસ્ટ
1 ટી.સ્પૂન લાલ મરચાંનો પાવડર
2 ટી.સ્પૂન ધાણા-જીરું પાવડર
1/4 ટી.સ્પૂન હળદર
1/4 ટી.સ્પૂન હીંગ
2 ટી.સ્પૂન તેલ
1/2 ટે.સ્પૂન લીંબુનો રસ
મીઠું

વઘાર માટે
1 ટીસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન રાઇ
1/2 ટીસ્પૂન તલ
ર હીંગ
લીલી ચટણી

બનાવવાની રીત:
એક વાટકામાં બધી સામગ્રી મિક્સ કરી થોડું પાણી નાંખી મસળીને નરમ કણક બનાવો.
કણકના ૩ સરખા ભાગ કરી નળાકાર રોલ બનાવો. બનાવેલા આ રોલ્સને ચારણી પર મૂકી સ્ટીમરમાં 10 મિનિટ બાફી લો. અથવા ચાકુ તેમાં નાંખીને બહાર કાઢીએ અને તેને કઇં ચોટે નહીં ત્યાં સુધી બાફી લો.
સ્ટીમરમાંથી બહાર કાઢી થોડું ઠંડું પડવા દો. પછી તેના કાપી ટુકડા કરી બાજુ પર રાખો.

વઘાર માટે: એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં તલ અને હીંગ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. હવે તેમાં મુઠીયા ઉમેરી મધ્યમ તાપ પર 2 મિનિટ અથવા મુઠીયા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. બની જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ ગરમા ગરમ સર્વ કરો. આ મૂઠિયાને ઠંડા ખાવાની પણ એટલી જ મજા આવે છે.
First published: September 8, 2019, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading