Home /News /lifestyle /પેશાબ કરતા સમયે દુ:ખાવો થવો તે જીવલેણ બિમારીનો સંકેત છે, આજે જ કરાવો ઈલાજ

પેશાબ કરતા સમયે દુ:ખાવો થવો તે જીવલેણ બિમારીનો સંકેત છે, આજે જ કરાવો ઈલાજ

(ફાઈલ તસવીર)

ડિસ્યૂરિયાએ યૂરિન ડિસઓર્ડર છે. પુરુષોમાં અંડકોષ અને ગુદા વચ્ચેના ક્ષેત્રને પેરિનેમ કહેવામાં આવે છે. પેશાબ કરતા સમયે દુ:ખાવો થવો તે એક સામાન્ય બાબત છે, પરંતુ તે મૂત્ર વિકારના લક્ષણોમાંથી એક છે.

વ્યક્તિને પેશાબ કરતા સમયે મૂત્રાશય, મૂત્રમાર્ગ અને પેરિનેમમાં ખૂબ જ દુ:ખાવો થાય તો તેને ડિસ્યૂરિયા હોય શકે છે. ડિસ્યૂરિયા એ યૂરિન ડિસઓર્ડર છે. પુરુષોમાં અંડકોષ અને ગુદા વચ્ચેના ક્ષેત્રને પેરિનેમ કહેવામાં આવે છે. પેશાબ કરતા સમયે દુ:ખાવો થવો તે એક સામાન્ય બાબત છે, પરંતુ તે મૂત્ર વિકારના લક્ષણોમાંથી એક છે. પેશાબ કરતા સમયે કેટલાક વ્યક્તિને ખંજવાળ આવે છે અને બળતરા થાય છે. નિષ્ણાંતો અનુસાર આ પરિસ્થિતિ જીવલેણ નથી, પરંતુ લાંબા સમય સુધી ઈલાજ કરવામાં ના આવે તો તેના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

એક સ્ટડી અનુસાર જ્યારે લિંગમાં થતી બળતરા અને સોજાવાળી મ્યૂકોસલ લાઈનિંગમાં પેશાબ સીધા સંપર્કમાં આવે ત્યારે ડિસ્યૂરિયા વિશે ખબર પડે છે. ડિસ્યૂરિયાના લક્ષણો મુખ્યરૂપે મૂત્રાશયની ચીકણી માંસપેશીઓના સંકોચાવા સાથે જોડાયેલ હોય છે. જે મૂત્રપ્રવાહ દરમિયાન ક્ષેત્રના પેન રિસેપ્ટર્સને ઉત્તેજિત કરે છે જેના કારણે દુ:ખાવો અને બળતરા થાય છે. અહીંયા ડિસ્યૂરિયા કારણો, લક્ષણો, ઈલાજ અને તેનાથી બચવાના કારણ વિશે જાણકારી આપવામાં આવી છે.

પેશાબમા દુ:ખાવો થવાના કારણો

યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન ગોનોકોકલ અથવા ક્લેમાડિયા ઈન્ફેક્શન

પેશાબમાં દુ:ખાવો થવો યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનનું એક સામાન્ય લક્ષણ છે. યૂરેથ્રા, બ્લેડર, યૂરેટર્સ અને કિડની તમારા યૂરિનરી ટ્રેક્ટનું નિર્માણ કરે છે. જેમાંથી કોઈપણ અંગમાં સોજો આવવાને કારણે પેશાબ કરતા સમયે દુ:ખાવો થઈ શકે છે.

પ્રોસ્ટેટ કેન્સર-

પ્રોસ્ટેટ કેન્સર ધરાવતા લોકોને પ્રોસ્ટેટાઈટિસને કારણે પેશાબ કરતા સમયે દુ:ખાવો થઈ શકે છે. પ્રોસ્ટેટ ગ્લેંડમાં સોજો આવવાને કારણે પેશાબ કરતા સમયે, બળતરા અને દુ:ખાવો થાય છે.

આ પણ વાંચો: શરીર પરના અનિચ્છીત વાળ હટાવવા નહીં જવું પડે પાર્લર, અપનાવો આ ઘરેલું ઉપાય

સાબુ અથવા ટોયલેટ પેપરનો ઉપયોગ કરવો

માત્ર ઈન્ફેક્શનના કારણે પેશાબ કરતા દુ:ખાવો થાય તે જરૂરી નથી. જે પ્રોડક્ટ્સનો ઉપયોગ જનનાંગ ક્ષેત્રોમાં કરવામાં આવે છે, તેના કારણે પણ આ પ્રકારની સમસ્યા સમસ્યા થઈ શકે છે. સાબુ, લોશન, ટોયલેટ પેપર, કપડા ધોવાનો પાઉડરના ઉપયોગના કારણે પેશાબ કરતા સમયે દુ:ખાવો થાય છે.

પથરી

તમારી કિડનીમાં પથરી હોય તો તેના કારણે પણ તમને પેશાબ કરતા સમયે દુ:ખાવો થઈ શકે છે. ક્યારેક ક્યારેક તેના કારણે વધુ પડતો દુ:ખાવો અને બળતરા પણ થાય છે.

આ પણ વાંચો: NetraSuraksha: ડાયાબિટીક રેટિનોપેથી સંબંધી માહિતીની પૂર્વ ચેતવણી આપવામાં આવે છે

ઓબ્સટ્રક્ટિવ યૂરોપેથી

બ્લેડર બ્લોક થઈ જવાને કારણે પેશાબ ફરી કિડનીમાં જતો રહે તો ઓબ્સટ્રક્ટિવ યૂરોપેથી થાય છે. જેના કારણે વ્યક્તિને પેશાબ કરતા સમયે બળતરા અને દુ:ખાવો થાય છે.

યૂરેથ્રાઈટિસ

બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે યૂરેથ્રામાં સોજો આવી જાય તેને યૂરેથ્રાઈટિસ કહેવામાં આવે છે. યૂરેથ્રાઈટિસમાં પેશાબ કરતા સમયે દુ:ખાવો થાય છે અને વારંવાર પેશાબ કરવા જવાની ઈચ્છા થાય છે.

આ પણ વાંચો: Yogurt For High BP: દરરોજ દહીંનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર રહે છે કન્ટ્રોલમાં

યૌન સંચારિત ઈન્ફેક્શન

યૌન સંચારિત ઈન્ફેક્શન થવાને કારણે પેશાબ કરતા સમયે દુ:ખાવો થાય છે. જેનાઈટલ હર્પીઝ, ગોનોરિયા અને ક્લેમાઈડિયા જેવા ઈન્ફેક્શને કારણે આ પ્રકારની સમસ્યા સર્જાય છે.
First published:

Tags: Healthy life, Lifestyle, લાઇફ સ્ટાઇલ

विज्ञापन