Home /News /lifestyle /Periods Problems: આ અસરકારક ઘરેલૂ ઉપાયોથી પિરીયડ્સ સમયે થતા દુ:ખાવામાંથી મેળવો રાહત

Periods Problems: આ અસરકારક ઘરેલૂ ઉપાયોથી પિરીયડ્સ સમયે થતા દુ:ખાવામાંથી મેળવો રાહત

પીરિયડ્સના દુઃખાવાથી છૂટકારો મેળવો

Girls Periods Problems: મોટાભાગની છોકરીઓને પિરીયડ્સ સમયે અસહ્ય દુખાવો થતો હોય છે. જો તમે પણ હવે આ દુખાવાથી કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ છે.

    Girls Periods Problems: દર મહિને છોકરીઓ પિરીયડ્સમાં થતી હોય છે. આ પિરીયડ્સની સાયકલ રેગ્યુલર હોવી એ ખૂબ જરૂરી છે. ઘણી છોકરીઓને પિરીયડ્સ સમયે બહુ જ બ્લડિંગ થતુ હોય છે, તો ઘણી છોકરીઓને એકદમ ઓછુ બ્લિડંગ થતુ હોય છે. બ્લડિંગ વધારે થવાથી શરીરમાં વીકનેસ આવી જાય છે અને કોઇ કામ કરવામાં મન પણ લાગતુ નથી. આ સમયે શરીરને આરામ આપવો ખૂબ જરૂરી છે. ઘણી છોકરીઓને પિરીયડ્સ સમયે અસહ્ય દુખાવો થતો હોય છે. આ દુખાવામાંથી રાહત મેળવવા માટે કેલ્શિયમ, પ્રોટીન જેવા આહાર લેવા ખૂબ જરૂરી છે. તો જાણો આ દુખાવામાંથી કેવી રીતે રાહત મેળવશો.

    ઓરેન્જ જયૂસ


    પિરીયડ્સના 5 દિવસોમાં તમે રોજ સવારમાં અથવા તો સાંજના સમયે એક ગ્લાસ ઓરેન્જ જ્યૂસનો પી લો. આ જ્યૂસ પીવાથી શરીરમાં તાકાત આવે છે અને શરીરને નબળાઇ દૂર થાય છે. આ સાથે જ તમને થતા દુખાવામાંથી પણ રાહત મળે છે. ઓરેન્જમાં વિટામીન સીનું પ્રમાણ  સારું હોય છે જે તમારી આ તકલીફમાંથી રાહત અપાવવાનું કામ કરે છે.

    આ પણ વાંચો: કાળા મરી અને કિશમિશ સાથે ખાવાના છે આ 6 અદ્ભુત ફાયદા

    ચણા


    પિરીયડ્સ સમયે દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે ચણા ખાઓ. ચણા ખાવાથી શરીરમાં તાકાત આવે છે. આ તાકાત તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. ચણામાં રહેલા તત્વો તમારી બોડીમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવાનું કામ કરે છે. પિરીયડ્સ સમયે તમને બહુ બ્લડિંગ થાય છે તો તમે રોજ સવારમાં એક મુઠ્ઠી ચણા ખાઇ લો. આમાં તમે બાફેલા અને સુકા ચણા પણ ખાઇ શકો છો. એક મુઠ્ઠી ચણા ખાવાથી તમને રાહત થઇ જાય છે.

    દૂધ


    દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. આ સાથે જ દૂધમાં રહેલા બીજા તત્વો તમને શરીરમાં રહેલી અનેક ઉણપોને પણ દૂર કરવાનું કામ કરે છે. આ માટે જ્યારે તમે પિરીયડ્સમાં થાવો ત્યારે ખાસ કરીને એક ગ્લાસ દૂધ પી લો. દૂધ પીવાથી તમને દુખાવા સામે રાહત મળે છે.

    આ પણ વાંચો:  શું બ્લેક કોફી પીવાથી વજન ઓછું થાય છે?

    દહીં


    દહીંમાં વિટામીન સીનું પ્રમાણ બહુ સારું હોય છે. વિટામીન સી તમારી બોડીમાં સ્ટેમીના લાવવાનું કામ કરે છે. આ માટે દહીંને તમારે તમારા ડાયટમાં એડ કરવું જોઇએ. દહીં ખાવાથી તમને ઇન્ફેક્શન થવાના ચાન્સિસ ઘટી જાય છે. આ માટે ખાસ કરીને તમે પિરીયડ્સ સમયે ખાટું વસ્તુઓ ખાવાનું રાખો જેથી કરીને તમને દુખાવામાંથી રાહત મળે અને તમારું માઇન્ડ રિલેક્સ રહે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Girls, Health tips આરોગ્ય ટિપ્સ, Periods pain

    विज्ञापन
    विज्ञापन