Home /News /lifestyle /આ રીતે આવે છે સાઇલેન્ટ એટેક, શરીરમાં દેખાતા આ લક્ષણોને ના કરો ઇગ્નોર, નહીં તો...

આ રીતે આવે છે સાઇલેન્ટ એટેક, શરીરમાં દેખાતા આ લક્ષણોને ના કરો ઇગ્નોર, નહીં તો...

જાણો હાર્ટ એટેકના લક્ષણો

Silent heart attack symptoms: આજના આ સમયમાં યુવા વર્ગ પણ હાર્ટ એટેકની ઝપેટમાં જલદી આવી રહ્યા છે. ઘણાં બોલિવૂડ સ્ટાર્સનું નિધન પણ હાર્ટ એટેકને કારણે થયુ છે. આ માટે સૌથી પહેલા હાર્ટ એટેકના લક્ષણોને જાણી લેવા ખૂબ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આ દિવસોમાં અનેક સેલિબ્રેટિઓના મોત અચાનક હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. આનાથી દેશમાં લોકોની ચિંતા વધી ગઇ છે કારણ કે આજના આ સમયમાં નાની ઉંમરમાં પણ લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. આમ, સાઇલેન્ટ એટેકમાં તમને શરીરમાં પહેલા કોઇ પ્રકારના સંકેત મળતા હોતા નથી. આ પહેલા જો તમને કોઇ લક્ષણ દેખાય છે તો એ બહુ સરળ હોય છે અને તમને કોઇ પણ પ્રકારની જાણ પણ થતી હોતી નથી. જો કે આ લક્ષણો તમને ભવિષ્યમાં હાર્ટ એટેક આવવાના સંકેતો આપે છે. આ લક્ષણો તમારે ખાસ જાણી લેવા જરૂરી છે.

    જો તમે આ લક્ષણોને ઇગ્નોર કરો છો તો તમે મોટી તકલીફમાં મુકાઇ શકો છો. આ માટે ક્યારે પણ આ ટાઇપના લક્ષણોને ઇગ્નોર કરશો નહીં. તો જાણી લો તમે પણ આ નાના-નાના સંકેતો વિશે જે તમને ભવિષ્યમાં હાર્ટ એટેકના રૂપમાં સામે આવી શકે છે.

    આ પણ વાંચો: જાણો ગુલાબજળના આ અઢળક ફાયદાઓ વિશે

    હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હાર્ટમાં લોહીનો ફ્લો ઓછો થઇ જાય છે અથવા તો એ રોકાઇ જાય છે. આ પ્રોબ્લેમ્સ ત્યારે થાય છે જ્યારે કોરોનરી ધમનીઓમાં વસા અને કોલેસ્ટ્રોલની માત્રા વધવા લાગે છે અને ધમનીઓમાં લોહીને પહોંચવા દેતું નથી. હાર્ટ એટેક મોતનું એક ગંભીર કારણ પણ બની શકે છે. આ માટે ખતરનાક આ સંકેતોને તમે પણ ઇગ્નોર કરશો નહીં અને તરત જ ડોક્ટરની સલાહ લો.  તો જાણો સાઇલેન્ટ એટેકના લક્ષણો.

    સાઇલેન્ટ હાર્ટ એટેકના પૂર્વ સંકેત


    છાતીમાં દુખાવો


    છાતીમાં દુખાવો થવો એ ભવિષ્યમાં હાર્ટ એટેક આવવાના સંકેત તમને આપી શકે છે. આ સાથે જ ઘણાં લોકોને છાતીમાં ગભરામણ પણ થતી હોય છે. જો તમને ક્યારે થોડો દુખાવો થાય છે તો તમે આ વાતને ઇગ્નોર કરશો નહીં.

    આ પણ વાંચો: ડાયાબિટીસમાં સુગરને કંટ્રોલમાં કરવા પીવો ખીરાનો સુપ

    શરીરના અન્ય ભાગમાં તકલીફ


    તમને છાતી કે પછી ઉપરના હિસ્સામાં સતત દુખાવો થાય છે તો તમારે તરત જ ડોક્ટરને બતાવવું જોઇએ. પેટમાં તકલીફ પણ હાર્ટ એટેકની ચેતવણી તમને આપી શકે છે.

    શ્વાસ લેવામાં તકલીફ


    તમે થોડુ ચાલો છો અને તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો આ વાતને જરા પણ ઇગ્નોર કરશો નહીં. થોડી મહેનત કર્યા પછી તમે થાકી જાવો છો તો આ એક ચિંતાનો વિષય બની રહે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: લાઇફ સ્ટાઇલ, હાર્ટ એટેક, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन