Home /News /lifestyle /પાણીપુરીને મહાભારત સાથે પણ છે કનેક્શન? જાણો - પાણીપુરી વિશેની રસપ્રદ વાતો

પાણીપુરીને મહાભારત સાથે પણ છે કનેક્શન? જાણો - પાણીપુરી વિશેની રસપ્રદ વાતો

1000 રૂપિયાની 4-5 મળતી પાણી પુરી પણ આવે છે. પરંતુ રસ્તા પર ઉભી રહેલી પાણીપુરીની લારી પર ખાવાનો જે આનંદ આવે છે, તે ક્યાંય ન આવે

1000 રૂપિયાની 4-5 મળતી પાણી પુરી પણ આવે છે. પરંતુ રસ્તા પર ઉભી રહેલી પાણીપુરીની લારી પર ખાવાનો જે આનંદ આવે છે, તે ક્યાંય ન આવે

પાણીપુરી નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. આપણે જેને પાણીપુરી કહીએ છીએ તેને દેશમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. આની સાથે કેટલીક રસપ્રદ કહાની પણ જોડાયેલી છે. તો જોઈએ પાણીપુરી સાથે જોડાયેલી દંતકથા, તેની લોકપ્રિયતા, તેના દેશમાં અલગ અલગ નામ વિશે.

મહાભારત સાથે જોડાયેલી કહાની
મહાભારત સાથે કેટલીએ પ્રકારની કહાનીઓ જોડાયેલી છે, તેમાં એક પાણી પુરીની કહાની પણ છે. કહેવાય છે કે જ્યારે દ્રૌપદીના લગ્ન પાંડવો સાથે થયા તો કુંતીએ તેમની પરિક્ષા લેવાનું વિચાર્યું. કુંતીએ એક દિવસ દ્રૌપદીને ઘણી બધી શાકભાજી અને થોડો લોટો આપ્યો. દૌપદીએ આટલી વસ્તુથી હવે પાંડવો માટે ભોજન બનાવવાનું હતું. પાંચાલીએ લોટના ગોળ-ગોળ ટૂવા બનાવ્યા અને તેમાં શાકભાજી બરી દીધી. પાંડવોએ ખુબ ખુશ થઈ પેટ ભરીને ખાધી અને માતા કુંતી ખુશ થયા. આ ગોલ-ગપ્પાનું પહેલુ મોડલ હતું.

ઈતિહાસમાં પાણીપુરી (ગોલગપ્પા)નો સંબંધ કેટલીએ જગ્યા પર જોડવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પર કેટલીક જગ્યા પર લખેલુ જોવા મળે છે કે, મગદ સામ્રાજ્યમાં આ ફુલકિશ બહુ લોકપ્રિય હતું. હવે આ ફુલકિશનો સ્વાદ બુદ્ધ કે અશોકે ચાખ્યો હશે, આવું હોવું મુશ્કેલ છે. પુરીનું સૌથી મહત્વનું અંગ બટાકા છે. અને બટાકા પોર્ટુગલ લોકોએ લાવેલી શાકભાજી છે. આજ રીતે પાણી પુરીને ચટપટી બનાવતી વસ્તુ મરચુ, એ પણ બારતમાં 300-400 વર્ષ પહેલા આવ્યું. જેથી મગધ સામમ્રાજ્ય સાથે આજની પાણીપુરીને જોડી ના શકાય.

અસલીયતમાં ગોલગપ્પાની ડીશ બહું જુની નથી. ફૂડ હિસ્ટોરિયન પુષ્પેશ પંત કહે છે કે, ગોલ-ગપ્પા રાજ કચોરીથી બનેલું વ્યંજન હોઈ શકે છે. આની શરૂઆત પણ ઉત્તર પ્રદેસ અને બિહાર વચ્ચે, અથવા બનારસમાં લગબગ 100-125 વર્ષ પહેલા થઈ હશે. જાત-ભાતના ચાટ વચ્ચે કોઈએ નાની પુરી બનાવી દીધી અને ગપ્પેથી ખાઈ લીધી જેથી આનું નામ ગોલ ગપ્પા પડી ગયું.ભારતમાં પાણીપુરીના અલગ-અલગ નામ
ગોલગપ્પાનો અસલી ઈતિહાસ ભલે બહુ જુનો હોય, પરંતુ આના વિશે એક વાત નક્કી છે કે હિન્દુસ્તાનની લગભગ સૌથી વધારે નામવાળી આ ડીશ છે. હરિયાણામાં પાણીપુરીને પાણી કે પતાશે કહેવાય છે, મધ્યપ્રદેશમાં તેને ફુલ્કી, ઉત્તરપ્રદેશમાં ગોલ-ગપ્પા અને અવધમાં નાજુક પાણીના પતાશા. જ્યારે બંગાળમાં આને ફુચકા, ઓડિશામાં ગપ્પથી ખવા તેથી ગપચપ, મહારાષ્ટ્ર-ગુજરાતમાં પાણીપુરી કહેવામાં આવે છે. જો તમને કોઈ વિદેશી પુછે કે પટેટો ઈન હોલ, તો તેને તુરંત નજીકની પાણીપુરીની લારી પર લઈ જજો.પ્રયોગની ખાણ છે પાણીપુરી
પાણીપુરીનું સ્ટ્રક્ચર એવું છે કે, આમાં કેટલાએ પ્રયોગ કરી શકાય છે. પાણીમાં અલગ-અલગ સ્વાદ સિવાય પુરીની અંદર બટાકા-ચણાની જગ્યાએ વિદેશી ફળ, પનીર, ચિકન, જાત-ભાતના નોનવેજ અને તમામ ચીજ વસ્તુિ ભરીને પ્રયોગ કરી શકાય છે. સ્કોચ કે વાઈનના પાણીની પણ પાણીપુરી બને છે. વેદેશીઓને આકર્ષવા આવા પ્રયોગ પણ થાય છે.આમ તો 1000 રૂપિયાની 4-5 મળતી પાણી પુરી પણ આવે છે, જેની અંદર ખાસ પ્રકારની માછલીના ઈંડા ભરવામાં આવે છે અને તળીને કે માઈક્રોવેવમાં ફૂલાવીને મળતા ગોલગપ્પા પણ મળવા લાગ્યા છે. પરંતુ જે આનંદ રસ્તા પર ઉભી રહેલી પાણીપુરીની લારી પર આવે છે, તે ક્યાંય ન આવે. મોંઘી ગાડીમાંથી ઉતરી કે કોલેજના ચોરા-છોરીઓ હાથમાં પડીયું લઈ આજુ-બાજુ ઉભા રહી ખાય અને વારા-ફરથી રાઉન્ડમાં પાણીપુરી ભાગમાં આવે તેની મજા જ કઈંક અલગ છે.
First published:

Tags: Panipuri

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો