Home /News /lifestyle /ઝડપી અને સ્વાદથી ભરપૂર આ રીતે ઘરે બનાવો 'ઓરિઓ કોફી મિલ્ક શેક', જોતાની સાથે મોંમા પાણી આવશે

ઝડપી અને સ્વાદથી ભરપૂર આ રીતે ઘરે બનાવો 'ઓરિઓ કોફી મિલ્ક શેક', જોતાની સાથે મોંમા પાણી આવશે

ઘરે બનાવો ઓરિઓ કોફી મિલ્ક શેક

oreo milkshake recipe: ઓરિઓ મિલ્ક શેક તમે પણ એક વાર ઘરે બનાવો. આ મિલ્ક શેક પીવાની બહુ જ મજા આવે છે. આ મિલ્ક શેક તમે એક ગ્લાસ ભરીને પી લો છો તો તમે આખા શરીરના વિટામીન્સથી ભરપૂર થઇ જાવો છો. આ શેક પીવાથી પેટ ભરાઇ જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોફી અનેક લોકોની પહેલી પસંદ હોય છે. આ માટે  તમે કોફી લવરને એમાંથી કોઇ ગમતી વાનગી બનાવીને આપો છો તો એને પીવાની મજા પડી જાય છે. કોફી પીવાની બહુ જ મજા આવે છે. આમ, તમને જણાવી દઇએ કે કોફીમાંથી તમે અનેક પ્રકારના શેક બનાવીને પી શકો છો. આ શેક તમે એક ગ્લાસ પીવો છો તો તમારું પેટ ભરાઇ જાય છે અને સાથે શરીરમાં સ્ટેમિના પણ જળવાઇ રહે છે. તો આજે અમે તમારી માટે લઇને આવ્યા છીએ ઓરિઓ કોફી મિલ્કશેક. આ શેક પીવાની બહુ જ મજા આવે છે. આ ટેસ્ટી શેક તમને એનર્જીથી ભરપૂર રાખે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ઓરિઓ કોફી મિલ્ક શેક.

    સામગ્રી


    3 કપ ઠંડુ દૂધ

    ચાર ચમચી ખાંડ

    6થી 7 બરફના ટુકડા

    આ પણ વાંચો: ડિનર માટે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કાજુનું શાક'

    ચાર ચમચી કોફી પાવડર

    ચાર કપ વેનીલા આઇસ્ક્રીમ

    3 પેકેટ ઓરિઓ બિસ્કિટ

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો Banana Walnut Lassi

    બનાવવાની રીત


    ઓરિઓ શેક બનાવવા માટે સૌ પ્રથમ ઓરિઓ પીસી લો અને એક પાઉડર તૈયાર કરી લો. ત્યારબાદ મિક્સરમાં કોફી પાવડર અને દૂધ એડ કરો. દૂધ સારું ઘટ્ટ થઇ જાય ત્યાં સુધી બ્લેન્ડ કરી લો.

    ત્યારબાદ આમાંથી બચેલું ઓરિઓ બિસ્કિટ અને અને ત્રણ સ્કૂપ વેનીલા આઇસ્ક્રીમ નાંખો. હવે આ બધું જ મિશ્રણ બરાબર બ્લેન્ડ કરી લો.

    આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી આ મિશ્રણને એક ગ્લાસમાં લઇ લો.  તો તૈયાર છે સ્વાદથી ભરપૂર ઓરિઓ કોફી મિલ્ક શેક. આ શેકને ઓરિઓ બિસ્કિટની સાથે ગાર્નિશ કરો. આ શેક પીવાની બહુ જ મજા આવે છે.


    જાણો આ શેક બનાવતા શું ધ્યાન રાખશો


    તમે જ્યારે પણ આ શેક બનાવો ત્યારે ખાસ કરીને દૂધ ધીમા ગેસે ઉકાળવું અને થોડુ ઘટ્ટ કરવું. દૂધનો ઉભરો આવે છે પછી 5 મિનિટ સુધી ઉકાળો. આ દૂધ થોડુ ઠંડુ થાય એટલે ફ્રિજરમાં મુકી દો અને પછી કોફી બનાવો. ક્યારે પણ ઠંડુ દૂધ ગરમ કર્યા વગર ઉપયોગમાં લેવું નહીં. ઠંડુ દૂધ પીવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે હંમેશા દૂધને ઉકાળો અને પછી વપરાશમાં લો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन