નારંગીની છાલને નકામી સમજીને ફેંકી દેશો નહીં, તેનાથી દૂર થશે આ 7 સમસ્યાઓ

  • Share this:
    નારંગી (Oranges) શિયાળામાં (winter) મોટા પ્રમાણમાં મળે છે. ખાટું-મીઠું આ ફળ સ્વાસ્થ્ય (health) માટે ખૂબ જ સારું છે. આપણે નારંગી ખાતાં પહેલાં તેની છાલ કાઢી, નકામી સમજી, તેને ફેંકી દઈએ છીએ. પરંતુ હવે નારંગીની છાલને નકામી સમજીને ડસ્ટબિનમાં ન નાંખશો. નારંગીની છાલના ઘણા ઉપયોગો છે, જે તમારા પૈસા અને સમય બંને બચાવે છે. અહીં તમને જણાવીએ કે, તમે નારંગીની છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

    નારંગીની છાલ ઘટાડશે વજન

    નારંગીમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, તેમાં ફાઇબરની માત્રા ખૂબ વધારે છે, જે ભૂખ કાબૂમાં રાખે છે. નારંગીની જેમ જ તેની છાલમાં પણ વિટામિન સી હોય છે, જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. નારંગીની છાલ ચયાપચય વધારવામાં મદદ કરે છે.

    હેંગઓવર દૂર કરે છે

    નારંગીની છાલ એ સારી વસ્તુઓમાંથી એક છે જે હેંગઓવરને દૂર કરવામાં મદદ કરે છે. હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે નારંગીની છાલને 15-20 મિનિટ ઉકાળો અને તેને ચાની જેમ પીવો.

    લગ્ન સિઝનમાં ચહેરાની સુંદરતામાં લગાવવા છે ચાર ચાંદ! તો અજમાવો આ beauty tips

    પાચનમાં મદદરૂપ

    નારંગીની છાલમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જે પાચન અને ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ સમસ્યાઓ જેવી કે ઝાડા, હાર્ટબર્ન અને એસિડિટીના ઈલાજમાં મદદ કરે છે. નારંગીની છાલની ચા પીવાથી આ સમસ્યાથી તમે છૂટકારો મેળવી શકો છો.

    ત્વચા ગ્લો કરે છે

    નારંગીની છાલ ત્વચા માટે એક વરદાન માનવામાં આવે છે, કારણ કે તે બ્લેકહેડ્સ, ડેડ સેલ્સ, પિમ્પલ્સ અને ચહેરા પરના ડાઘનો ઈલાજ કરે છે. તે તમારો ચહેરો પણ ચમકાવે છે. તમે વધારે ગ્લો મેળવવા અથવા ટેન દૂર કરવા માટે નારંગીની છાલના પાવડર સાથે દૂધ અથવા દહીંનો ઉમેરીને તેનો ઉપયોગ કરી શકો છો.

    Onlineના ચક્કરમાં આંખોનું તેજ ન જોખમાય, ડાયેટમાં આજે જ સામેલ કરો આ ચાર વસ્તુઓ

    વાળને કંડિશનિંગ કરો

    નારંગીમાં જોવા મળતું વિટામિન સી (Vitamin C) રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. હોમમેડ કન્ડિશનર બનાવવા માટે નારંગીની છાલને પીસીને આ સીરમ વાળમાં લગાવો. તેને સતત લગાવવાથી વાળ નરમ અને મુલાયમ બનશે.

    સિંકમાંથી આવતી દુર્ગંધ દૂર કરો

    સિંકમાંથી આવતી ગંધને તાત્કાલિક દૂર કરવાની જરૂર હોય છે. દુર્ગંધ દૂર કરવા માટે સિંકમાં એક ચપટી નારંગીની છાલનો પાવડર નાખો. નારંગીની છાલમાં કુદરતી તેલ અને રસ હોય છે, જે ગ્રીસ અને ગંદકીને દૂર કરે છે. આ રીતે સિંકમાંથી આવતી ગંધ દૂર કરી શકાય છે.

    આદુની આડઅસર? ફાયદાકારક જ નહિ અમુક વખત નુકશાનકારક પણ સાબિત થઈ શકે છે આદુ

    સ્ટેનલેસ સ્ટીલને પોલિશ કરો

    જો તમારા સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાંથી તેલના ડાઘા પડી ગયા હોય, તો તમે તેને દૂર કરવા માટે નારંગીની છાલનો ઉપયોગ કરી શકો છો. તમે સ્ટેઈનલેસ સ્ટીલના વાસણોની સપાટી પર નારંગીની છાલ ઘસીને નવા જેવી બનાવી શકો છો. આ એક હોમમેડ ક્લીનર છે, જે ખરેખર કામ કરે છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચના સામાન્ય માહિતી પર આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
    Published by:Kaushal Pancholi
    First published: