ટંગ સ્ક્રેપિંગ (Tongue Scraping) એટલે કે જીભ પર જામેલા બેક્ટેરિયાના લેયરને સાફ કરવાથી મોઢાની સારી સફાઇ થાય છે. આપને જણાવી દઇએ કે હેલ્થને જાળવી રાખવા માટે મોઢાની સફાઇ પણ ખૂબ જરૂરી છે. ઓરલ હાઇજીનના (Oral Hygiene) કારણે જ લોકોને ઘણી પેટની સમસ્યામાંથી મુક્તિ મળે છે. આ સિવાય જીભના સફાઇ કરવાથી એવા તત્વોને પણ દૂર કરવામાં મદદ મળે છે, જેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. ટંગ સ્ક્રેપિંગ પ્લાસ્ટિક કે મેટલથી બનેલા ટૂલથી કરવામાં આવે છે. જોકે આ બ્રશિંગનો વિકલ્પ નથી, પરંતુ રોજીંદા જીવનમાં તેનાથી ઓરલ કેર જાળવી રાખવામાં મદદ મળે છે. આવો તો તમને જણાવીએ કે ટંગ સ્ક્રેપિંગ અથવા જીભની સફાઇ કરવાથી શું ફાયદો થાય છે.
મોઢાનો સ્વાદ સારો કરે છે
ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે જીભની સારી રીતે સફાઇ કરવાથી મોઢાનો સ્વાદ પણ જળવાઇ રહે છે. જેનાથી જીભ સાફ રહે છે, જેથી ખોરાકના અલગ અલગ પ્રકારના સ્વાદ જેવા કે ખાટા, મીઠા, કડવામાં તફાવત સમજવામાં સરળતા રહે છે. ઘણી વખત જીભ ગંદી હોવાથી ખોરાકનો સ્વાદ નથી આવી શકતો. તેવામાં સાચી રીતથી જીભને સાફ કરવી ખૂબ જરૂરી છે.
ડોક્ટરોનું માનીએ તો દિવસમાં દરરોજ બે વખત જીભને ટંગ ક્લીનરથી સાફ કરવાથી Mutans Streptococci અને Lactobacilli બેક્ટેરીયા રોકવામાં મદદ મળે છે. આ બંને દાંતમાં સડો અને શ્વાસમાં દુર્ગંધ માટે જવાબદાર માનવામાં આવે છે. આ બેક્ટેરિયાને મોઢામાંથી સાફ કરવાથી કૈવિટીઝ અને પેઢાની બિમારીઓને અટકાવવામાં મદદ મળે છે. માત્ર એટલું જ નહીં તેનાથી ફાસ્ટ ફૂડની ક્રેવિંગને રોકવામાં પણ મદદ મળે છે, કારણે જીભ સાફ હોવાથી ખાવાની વસ્તુઓનો સાચો સ્વાદ મળે છે અને તેથી પેટ ભરેલું લાગે છે. એટલું જ નહીં ટંગ સ્ક્રેપિંગથી જીભ સાફ દેખાઇ છે અને સેંસ્ટિવિટી જળવાઇ રહે છે.
જીભના ટીશૂઝ રહે છે સ્વસ્થ
જીભ પર ડેડ સેલ્સ અને બેક્ટેરિયા હોવાથી ઘણી વખત એક સફેદ લેયર જામી જાય છે. દરરોજ ટંગ ક્લીન કરવાથી આ સફેદ લેયર દૂર થઇ જશે અને જીભ એકદમ સાફ દેખાશે. ટંગ સ્ક્રપિંગથી જીભમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે. જેથી હેલ્થી ટીશૂઝની ગ્રોથ જળવાઇ રહે છે, સાથે જ તેનાથી જીભ સુધી ઓક્સીજન અને ન્યૂટ્રીએન્ટ્સ પહોંચવામાં મદદ મળે છે.
ટંગ ક્લીન કરવાથી મોઢામાં દુર્ગંધ ઉત્પન કરતા બેક્ટેરિયાને સાફ કરી શકાય છે. નિયમિત રૂપે જીભને સાફ કરવાથી ઓરલ હેલ્થ જળવાઇ રહે છે. આપને જણાવી દઇએ કે, ખોરાક લીધા પછી મોઢામાં બેક્ટેરીયાની ગ્રોથ થાય છે અને જો નિયમિત સમયાંતરે જીભને સાફ કરવામાં ન આવે તો તેનાથી મોઢામાં કીટાણું વધી શકે છે. તેથી જ રોજ જીભને સાફ કરવી ખૂબ જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર