માઇન્ડ-બેંડિગ ઓપ્ટિકલ ઇલ્યુશને (mind-bending optical illusion) લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે, કારણ કે આ તસવીરમાં છુપાયેલા ઘુવડને શોધવું (spot the owl hiding in this image) મુશ્કેલ છે અને તે પણ 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં. આ તસવીરમાં વૂડલેન્ડ સીન તો સુંદર છે, પરંતુ તેમાં એક ઘુવડ છુપાયેલો છે. કેટલીકવાર એવું બને છે કે, તમે તસવીરમાં કંઈક જુઓ છો અને એટલા મૂંઝવણમાં મુકાઈ જાઓ છો કે તમારે તમારી આંખોથી નીરખીને જોવું પડે છે. કદાચ તમે ઓપ્ટિકલ ઇલ્યુશન (Optical Illusion) દ્વારા છેતરાઇ જાઓ છો. ઓપ્ટિકલ ઇલ્યુશન એ ચિત્રો અથવા તસવીરો છે, જેને આપણે વાસ્તવિકતા (Reality) કરતાં અલગ રીતે સમજીએ છીએ.
એવું માનવામાં આવે છે કે, જ્યારે આપણી આંખો આપણા મગજમાં માહિતી મોકલે છે, ત્યારે તેવું થાય છે જે આપણને વાસ્તવિકતા સાથે મેળ ખાતી ન હોય તેવી કોઈ વસ્તુને જોવા માટે પ્રેરિત કરે છે. "ભ્રમ" શબ્દ લેટિન શબ્દ 'illudere' પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે "મશ્કરી-મજાક કરવી".
આ ચિત્રને ધ્યાનથી જૂઓ અને તેમાં રહેલ ઘૂવડને શોધો.
કંઇ પણ કારણ હોય ઓપ્ટિકલ ઇલ્યુશન્સ આપણને એવું કંઇક જોવા મજબૂર કરે છે જે વાસ્તવિકતામાં નથી. તો આવું કેમ થઇ રહ્યું છે? શું ખરેખર તસવીરમાં કોઇ ઘૂવડ છે? ઘૂવડ ક્યાં છે?
ઓઉલ્સ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, "મોટાભાગના ઘુવડ નિશાચર હોય છે અને રાત્રે શિકાર કરે છે. તેઓ સાંજના સમયે શિકાર કરતા પણ જોઇ શકાય છે." યુકેમાં કેટલાક ઘુવડ, જેમ કે લિટલ ઘુવડ અને ટૂંકા કાનવાળા ઘુવડ ‘diurnal’ છે, જેનો અર્થ છે કે તેઓ દિવસ દરમિયાન શિકાર કરે છે.
એવું કહેવામાં આવે છે કે, ઘુવડ મનુષ્યની જેમ જ જુએ છે. બંને આંખો સીધી આગળ રાખીને. જેને બાયનોક્યુલર વિઝન કહેવામાં આવે છે. અને તે પક્ષીને અંતરને સચોટ રીતે નક્કી કરવા માટે સક્ષમ બનાવે છે. ઘુવડની આંખો અંગે કહેવામાં આવે છે કે જ્યારે લગભગ અંધારું હોય ત્યારે તેને દેખાય છે. પક્ષી પ્રજાતિમાં ઘુવડ એક ખાસ વર્ગ છે. તે નિશાચર પક્ષી તરીકે પ્રખ્યાત છે જે રાત્રિ દરમિયાન શિકાર કરે છે. તેઓ મોટે ભાગે એકલા ઉડે છે, પરંતુ તેઓ ક્યારેક "પાર્લિમેન્ટ" તરીકે ઓળખાતા જૂથોમાં પણ જોવા મળે છે.
જો તમે 30 સેકન્ડની અંદર આ તસવીરમાંથી ઘૂવડ શોધી શકતા નથી, તો ચિંતા ન કરશો અમે સમજી શકીએ છીએ. તસવીરમાં એક ઝાડની મજબૂત છાલ છે, જે એક સુંદર વૂડલેન્ડ દ્રશ્ય બનાવે છે. છબીના કેન્દ્રને ધ્યાનથી જુઓ. હવે તમે શું અવલોકન કર્યું?
તો હવે, તમે ઝાડ પર ઘુવડ શોધી શકશો? જો હોય તો તે જાણવામાં તમને કેટલો સમય લાગશે? શું તે 30 સેકંડથી ઓછો છે?
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર