માત્ર સિલ્કના દુપટ્ટાથી આ રીતે ઉતારી શકાય વજન, 200 વર્ષ જુની છે આ પદ્ધતી

News18 Gujarati
Updated: April 22, 2018, 4:26 PM IST
માત્ર સિલ્કના દુપટ્ટાથી આ રીતે ઉતારી શકાય વજન, 200 વર્ષ જુની છે આ પદ્ધતી

  • Share this:
(અમદાવાદથી દીપિકા ખુમાણનો રિપોર્ટ)

તમને ખબર છે કે તમે સિલ્કના દુપટ્ટાથી બાળી શકો છો 350 જેટલી કેલેરી. સિલ્કનો દુપટ્ટો વજન ઘટાડવા માટે તમને મદદરુપ થઈ શકે છે. અમદાવાદમાં દર્પણ એકેડમીએ એરિયલ એક્રોબેટિક્સના ક્લાસ શરુ કર્યાં છે.

તમને થતું હશે કે ભાઈ અહીં ના તો જીમ છે ના તો કોઈ મોટા મોટા સાધનો. છતાં માત્ર સિલ્કના દુપટ્ટા વડે વજન ઉતરે છે.

માનવામાં નહીં આવે પરંતુ લટકતાં સિલ્કના કાપડ પર અંગ કરસત કરવાથી 300 થી 350 જેટલી કેલેરી બાળી શકાય છે. 20 ફૂટના આ સિલ્કના કાપડ પર અંગ કસરતના આ દાવની પરંપરા 200 વર્ષ પુરાણી છે.

વેકેશનમાં શરીર અને મનને મજબૂત બનાવતી આ 200 વર્ષ જૂની એરિયલ એક્રોબેટિક્સને શીખવવાની શરૂઆત અમદાવાદના દર્પણા એકેડમી ખાતે કરાઈ છે.

એરિયલ એક્રોબેટ્કિસ એકસરસાઈઝનો એક પ્રકાર છે જે સિલ્ક કે દોરડાં પર કરાય છે. 200 વર્ષ પહેલાં રશિયામાં સર્કસના જે ખેલ શરુ થયા તેમાં આ રીતે લટકતાં સિલ્ક પર કલાકારો કરતબ કરતાં અને લોકોનું મનોરંજન કરતાં, જેનો ઉપયોગ આજે કસરત કરવા માટે થાય છે. જેનાથી વજન તો ઘટે છે.. સાથોસાથ હાથ પગ અને પેટની સ્ટ્રેન્થ વધે છે. એકની એક કરસતથી કંટાળેલાં યુવકો કંકઈ નવી કસરતના ભાગ રુપે એરિયલ એક્રોબેટિક્સની પ્રેક્ટિસ કરે છે.યોગામાં જેમ જમીન પરનું બેલેન્સિંગ મહત્વનુ છે તેમ આ કસરતમાં 20 ફૂટ ઉપર ગયા પછી બોડી બેલેન્સિંગ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં સૌ પ્રથમ તો સ્ટ્રેન્થ માટે વોર્મઅપ અને બોડી સ્ટ્રેચિંગ કરવું પડે છે. હવામાં ટીંગાઈને યોગા કરવામાં સિલ્ક કે દોરડાં પર બેલેન્સ જાળવવા, જમીન પર પણ એટલી જ કસરત કરવી પડે છે. જેમાં હાથ અને પગ પર શરીરનો બધો જ ભાર આવે તેવી કરસતો મુખ્ય હોય છે.

 
First published: April 21, 2018, 7:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading