Home /News /lifestyle /Virtual Date પ્લાન કરી રહ્યા છો? તો આ પાંચ ટિપ્સ બનાવશે તમારી વાતોને રસપ્રદ

Virtual Date પ્લાન કરી રહ્યા છો? તો આ પાંચ ટિપ્સ બનાવશે તમારી વાતોને રસપ્રદ

પ્રતીકાત્મક તસવીર

Online dating tips: સારી કેમેસ્ટ્રી બનાવવા માટે એક સારી વાતચીત થવી પણ જરૂરી છે.

કહેવાય છે કે “First Impression is Last Impression”. પરંતુ શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે, તમે કોઇને ઓનલાઇન મળ્યા હોય અને તમને ખબર જ હોય કે, તમારે તેને શું કહેવું જોઇએ? તમે તમારો પહેલો પ્રભાવ સારો પડે તે માટે પણ ચિંતિત હોઇ શકો છો. આજકાલની વર્ચ્યુઅલ ડેટિંગની (virtual dating) દુનિયામાં હાઇ કે હેલ્લોથી આગળ વધવા અંગે વિચારવું મુશ્કેલ હોઇ શકે છે, પરંતુ સારી કેમેસ્ટ્રી (couple chemistry) બનાવવા માટે એક સારી વાતચીત થવી પણ જરૂરી છે. તમારી પહેલી વર્ચ્યુઅલ ડેટ હળવાશ ભરી અને બંને તરફી હોવી જોઇએ. આજે અનેક ઓનલાઇન ડેટિંગ એપ ઉપલબ્ધ છે, જેમાં OkCupid એપ જણાવી રહ્યું છે કે, ડેટ સમયે વાતચીત કઇ રીતે કરવી તે માટેની પાંચ મહત્વની ટીપ્સ.

“એવું શું છે જે તમે ખરેખર કરવા માંગો છો?”

પહેલી ડેટ પર પોતાના સપના, લક્ષ્યો અને ઇચ્છાઓ વિશે ચર્ચા કરવામાં સક્ષમ હોવું કોઇ વ્યક્તિને સારી રીતે જાણવાની શ્રેષ્ઠ રીત હોઇ શકે છે. જરૂરી નથી કે તમારા લક્ષ્યો પ્રોફેશનલ જ હોય – તમે જે મેળવવા માંગો છો તેને શેર કરો તે પછી ગીટાર શીખવાનું હોય કે, ઇટાલિયન રેસીપીમાં માસ્ટર બનવાનું હોય. તમારી ડેટ તમને તમારા જીવનની મહત્વની સમજ કેળવવામાં મદદ કરી શકે છે. શરમવાનું છોડી તમારા પાર્ટનરને પણ પૂછો કે તે ખરેખર શું કરવા માંગે છે અને તે પોતાના જીવનમાં શું ઇચ્છે છે. OkCupid પર 34 ટકા સવાલો પાર્ટનરના ઉદ્દેશો, પ્લાન્સ અને ઇચ્છાઓ અંગે જ પૂછવામાં આવે છે.

“પેટ્સ પેરેન્ટ છો કે કેમ?”

ઘણા લોકોને પેટ્સ પાળવાનો શોખ હોય છે. આ પણ વાતચીત શરૂ કરવાનો એક સારો મુદ્દો હોઇ શકે છે. તમે જાણી શકો છો કે તમારો પાર્ટનર પેટ્સ રાખે છે કેમ, તેને શું વધુ પસંદ છે ડોગ્સ કે કેટ્સ. 31 ટકા ડેટર્સનું કહેવું છે કે પાલતું પ્રાણી પોતાના પાર્ટનર સાથે વાતચીત શરૂ કરવાની સૌથી આદર્શ રીત છે.

“કયું મૂવી કે સિરીઝ જોવી વધુ પસંદ છે?”

આજકાલ ઓનલાઇન સિરીઝ અને મૂવીઝની કોઇ જ કમી નથી. અને મોટા ભાગના યુવાનોને કોઇને કોઇ સિરીઝ કે મૂવી જોવાનો શોખ હોય છે. તો તમે તમારી પહેલી ડેટ પર આ અંગે પણ વાતચીત કરી શકો છો. કયો ટીવી શો પસંદ છે અથવા કયા મુવી જોવા માંગો છો અને તમારી હંમેશા મનપસંદ હોય તેવી નોવેલ કઈ છે. આ બધા સવાલો દ્વારા તમે એકબીજાની પસંદ વિશે વધુ જાણી શકશો અને તમારી પસંદ મળે છે કે કેમ તે પણ ખ્યાલ આવી છે. બની શકે કે તમારી વર્ચ્યુઅલ ડેટ આગામી સમયમાં મૂવી ડેટ પણ બની જાય!

“તમે સંબંધથી શું ઇચ્છો છો?”

લાંબાગાળાના સંબંધની જ્યારે વાત આવે ત્યારે જરૂરી છે કે શું સ્ક્રિન પર રહેલ વ્યક્તિ એક સરખી જ વસ્તુ શોધી રહ્યો છે. OkCupid પર 20 ટકા ડેટર્સે ખુલાસો કર્યો કે પાર્ટનરના દ્રષ્ટિકોણ વિશે જાણવું અને તે આ સંબંધ પાસે શું આશા રાખે છે તે વાચતીચ માટે એક રસપ્રદ શરૂઆત છે. આ એક તથ્ય છે કે મહામારી બાદ ડેટિંગમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે, વાતચીતની ગુણવત્તા અને એક સાથે વિતાવેલા સમય દ્વારા સંભવિત પાર્ટનર સાથે રોમાંસ અને સુસંગતતા શોધવા પર વધુ ભારણ મુકતા થયા છે.

આ પણ વાંચો - લાઇફસ્ટાઇલની અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો.

“તમારી ટ્રાવેલ લીસ્ટમાં આગળ ક્યું સ્થળ છે?”

ટ્રાવેલ, આ ટોપિક સૌથી શ્રેષ્ઠ છે એક સારી અને અસરકારક વાતચીત શરૂ કરવા માટે. તો કોઇ પણ સંકોચ વગર તમે તમારા પાર્ટનરને પૂછી શકો છો કે તે ક્યાં ફરવા જવાનું પસંદ કરે છે, બીચ પર, દેશમાં અન્ય જગ્યાએ. માત્ર આ એક ટોપિક તમને અનેક નવા મુદ્દાઓ વાતચીત માટે આપશે, જેમ કે ફૂડ, જે-તે જગ્યાની ખાસ વાનગી જે કદાચ તમારા પાર્ટનરે માણી હોય, ફરવાલાયક સ્થળો વગેરે. આ ઉપરથી તમે નક્કી કરી શકો છો કે ટ્રાવેલિંગમાં તમારા વિચારો તમારા પાર્ટનર સાથે મેચ થાય છે કે કેમ?
Published by:Kaushal Pancholi
First published:

Tags: Lifestyle, Online dating, Relationships, Tips and tricks

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन