Home /News /lifestyle /નાના શહેરોના યુવાનોમાં વધ્યો ઓનલાઇન ડેટિંગનો ક્રેઝ, જાણો આ યુવા પ્રેમીઓની સંખ્યા વધવાનું કારણ

નાના શહેરોના યુવાનોમાં વધ્યો ઓનલાઇન ડેટિંગનો ક્રેઝ, જાણો આ યુવા પ્રેમીઓની સંખ્યા વધવાનું કારણ

યુવા વર્ગ હવે ઓનલાઈન પ્રેમમાં વધારે રસ લેવા લાગ્યો

Online Dating: ડેટિંગ એપના વપરાશમાં મેટ્રો સીટીની બહારના યુઝર્સનો હિસ્સો હવે 70 ટકા છે. અમદાવાદ, સુરત, લખનૌ, જયપુર, ચંદીગઢ અને પટનામાં યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે.

    નવી દિલ્હી. Online Dating App: કોરોના મહામારી દરમિયાન જ્યારે માર્કેટ, ઓફિસો બંધ હતી, ત્યારે લોકોએ તેમનો મોટાભાગનો સમય ઘરમાં જ રહીને વિતાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન લોકો દ્વારા ઇન્ટરનેટનો વપરાશ ખુબ વધ્યો હતો. કારણ કે પોતાના ખાલી સમયમાં લોકો મોબાઈલ પર સોશિયલ એક્ટિવિટી અને એન્ટરટેઈનમેન્ટમાં વ્યસ્ત રહેતા હતા. એક રિપોર્ટ અનુસાર આ સમય દરમિયાન લોકોએ ડેટિંગ એપનો ખુબ જોરદાર ઉપયોગ કર્યો હતો. ખાસ વાત એ છે કે એમાં મોટાભાગના યુઝર્સ નાના શહેરોના હતા.

    અગાઉ ઓનલાઈન ડેટિંગનો કોન્સેપ્ટ મેટ્રો સિટી પૂરતો મર્યાદિત હતો. લાઈવમિન્ટના એક અહેવાલ મુજબ, નાના શહેરોના યુવાનો પણ હવે પ્રેમ અને પાર્ટનર મેળવવા માટે ડેટિંગ એપ્સ પર આધાર રાખે છે. તેમાં હવે વધુને વધુ લોકો પર્સનલ ડેટિંગ પર વીડિયો કૉલ કરવાનું પસંદ કરી રહ્યા છે.

    આ પણ વાંચો: એક પોસ્ટથી કેટલી કમાણી કરે છે વિરાટ કોહલી અને પ્રિયંકા ચોપડા

    મેટ્રો સીટીની બહાર વપરાશકર્તાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે


    આ રિપોર્ટમાં ડેટિંગ એપ કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડેટિંગ એપના વપરાશમાં મેટ્રો સીટીની બહારના યુઝર્સનો હિસ્સો હવે 70 ટકા છે. અમદાવાદ, સુરત, લખનૌ, જયપુર, ચંદીગઢ અને પટનામાં ડેટિંગ એપ્સના યુઝર્સની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. આ યુઝર્સમાં સૌથી વધુ મહિલાઓ ડેટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે.

    આ પણ વાંચો: માણસો માટે હાનિકારક છે 5G નેટવર્ક? જાણો આ વિશે શું કહે છે WHO

    એન્ડવામેટના સ્થાપકે આ રિપોર્ટમાં જણાવ્યું છે કે આ શહેરોમાં ડેટિંગ એપના યુઝર્સમાં વધારો મેટ્રો સિટીમાંથી ઘણા યુવાનોના તેમના વતન પરત જવાને કારણે છે. તેમણે કહ્યું કે ડેટિંગ એપ્સ ભારતના નાના શહેરોમાં પણ ઘણા યુઝર્સને આકર્ષી રહી છે. ભારતીયો Tinder પર વિડિયો ડેટિંગ પસંદ કરે છે. આમાં હૈદરાબાદ પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ચેન્નાઈ અને બેંગ્લોર છે.
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Online dating

    विज्ञापन
    विज्ञापन