Home /News /lifestyle /

આ મસાલા ઉમેરી બનાવો સ્વાદિષ્ટ ડુંગળીના ભજીયા, જાણી લો સિક્રેટ Recipe

આ મસાલા ઉમેરી બનાવો સ્વાદિષ્ટ ડુંગળીના ભજીયા, જાણી લો સિક્રેટ Recipe

    વરસાદી વાતારણ થાય એટલે કંઈક તીખ્ખું-તળેલું તરત જ યાદ આવે. ત્યારે બટેકાના ભજીયા તો આપણે બનાવતા જ હોય છે, પણ ચાલો આજે તમને શીખવીએ સ્વાદિષ્ટ ડુંગળીના ભજાયાની Recipe..

    ડુંગળીના ભજીયા બનાવવા માટે જોઈશે...

    સામગ્રી :-
    2 નંગ ઝીણી સમારેલી ડુંગળી
    2 નંગ લીલા મરચા
    2 કપ ચણાનો લોટ
    1/2 કપ ચોખાનો લોટ
    1/4 ચમચી અજમો
    1/2 ચમચી લાલ મરચું
    1/4 ચમચી હળદર
    2 ચમચી ધાણા પાઉડર
    મીઠું
    ચપટી ખાવાનો સોડા
    તેલ તળવા માટે

    બનાવવાની રીત :-
    સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ લઈ તેમાં મીઠું, અજમો, ખાવાનો સોડા અને 1/4 કપ તેલ મિક્સ કરવું. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, સમારેલા લીલા મરચા અને બાકીના બધા મસાલા ઉમેરી ફરી હથેળીથી મિક્સ કરવું. હવે હાથમાં બે ચમચી જેટલું પાણી લઇ આ મિક્સર ઉપર છાંટી અને ફરી હથેળીથી વજન આપી બધું મિક્સ કરી કઠણ બંધાવા લાગે તેટલું પાણી નાખવું. જો મિશ્રણ ચીકણું લાગે તો ચણાનો લોટ ઉમેરો. હવે તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય એટલે હાથ અથવા ચમચી વડે મિશ્રણમાંથી નાના નાના ભજીયા તળાવા મૂકો, તેને ફેરવતા જવું. આ ભજીયા ધીમા તાપે જ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક, રેસીપી

    આગામી સમાચાર