Home /News /lifestyle /ડુંગળી કાપતા પહેલાં મોંમા મુકી દો આ વસ્તુ, આંખમાંથી આંસુ નહીં આવે
ડુંગળી કાપતા પહેલાં મોંમા મુકી દો આ વસ્તુ, આંખમાંથી આંસુ નહીં આવે
મીણબત્તીનો ઉપયોગ કરો.
Onion Cutting Tips: ડુંગળી કાપતી વખતે અનેક લોકોની આંખમાં આંસુ આવી જતા હોય છે. એવામાં તમે ડુંગળી કાપતી વખતે આ ટ્રિક અને ટિપ્સ ફોલો કરો છો તો આંખમાંથી આંસુ નહીં આવે અને તમે સ્વસ્થ રહેશો. તો જાણી લો તમે પણ આ ટિપ્સ અને ફોલો કરો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કુકિંગ કરતી વખતે ડુંગળીનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. ડુંગળી રસોઇમાં ટેસ્ટ વધારવાનું કામ કરે છે. પરંતુ સામાન્ય રીતે ડુંગળી સમારીએ ત્યારે આંખમાંથી પાણી એટલે કે આંસુ નિકળી જતા હોય છે. એવામાં અનેક વાર ડુંગળી કાપવું એ અઘરું બની જાય છે. જો કે અનેક લોકોને ડુંગળી સમારતી વખતે આંખમાંથી આંસુ વધારે નિકળતા હોય છે. આમ જો તમને પણ આ સમસ્યા રહે છે તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે.
ડુંગળી કાપતી વખતે આમાંથી નિકળતો ગેસ પાણીના સંપર્કમાં આવે છે એસિડનું રૂપ લે છે. એવામાં શ્વાસ લેતી વખતે ગેસ શરીરમાં જાય છે, જેના કારણે આંખોમાં બળતરા થાય છે અને સાથે આંસુ આવવા લાગે છે. તો જાણી લો તમે પણ ડુંગળી કાપવાની સ્માર્ટ રીત વિશે.
ડુંગળી કાપતી વખતે આંખોમાંથી આંસુ નિકળે છે તો તમે ચ્યુઇંગમ અને બ્રેડ ખાઇ શકો છો. એવામાં ડુંગળી કાપતી વખતે ચ્યુઇંગમ ચાવવાથી આંખોમાં બળતરા નથી નથી. આ સાથે જ મોંમા બ્રેડનો ટુકડો રાખવાથી પણ આંખમાંથી પાણી નિકળતુ નથી.
ડુંગળી કાપવાની હોય એની પહેલાં તમે ફ્રિજ તેમજ માઇક્રોવેવમાં પણ રાખી શકો છો. 15 મિનિટ સુધી તમે ડુંગળી ફ્રિજમાં રાખો છો અને પછી કટ કરો છો તો આંસુ નહીં આવે. ડુંગળીને ફ્રિજમાં રાખવાથી એસિડ એન્ઝાઇમની માત્રા ઓછી થઇ જાય છે. ત્યાં 45 સેકેન્ડ સુધી માઇક્રોવેવવમાં તમે ડુંગળી રાખો છો અને પછી કટ કરો છો તો તમને આંખમાંથી આંસુ નિકળતા નથી.
ચશ્મા પહેરી લો
ડુંગળી કાપતી વખતે તમે ચશ્મા પહેરો છો તો પણ આંખમાંથી આંસુ નિકળતા નથી. આ સાથે જ જ્યારે તમે ડુંગળી કટ કરો ત્યારે ખાસ કરીને નાકની જગ્યાએ તમે મોંથી શ્વાસ લેવાનું રાખો. મોંથી શ્વાસ લેવાથી ગેસ આંખો સુધી પહોંચતો નથી અને તમારી આંખો પૂરી રીતે સુરક્ષિત રહે છે.
મીણબત્તીની મદદ લો
ડુંગળી કાપતી વખતે તમે મીણબત્તી સળગાવો છો તો આંખમાંથી આંસુ નિકળતા નથી. આ માટે મીણબત્તી સળગાવવી એક બેસ્ટ ઓપ્શન છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર