ડુંગળીના ભજીયા બનાવતી વખતે ઉમેરો આ એક ચીજ, થશે વધુ ક્રિસ્પી

  • Share this:
    ડુંગળીના ભજીયા બનાવવા માટેની સામગ્રી :-

    1 કપ ચણાનો લોટ
    1/2 કપ ચોખાનો લોટ
    2 ઝીણી સમારેલી ડુંગળી
    2 લીલાં મરચાં
    અજમો - 1/2 ચમચી
    લાલ મરચું - 1/2 ચમચી
    મીઠું
    હળદર
    તેલ - 1/4 કપ + તળવા માટે
    ખાવાનો સોડા - 1 ચપટી

    ડુંગળીના ભજીયા બનાવવા માટેની રીત :-
    સૌ પ્રથમ એક હાઉલ લઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, સમારેલાં લીલાં મરચા ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું, અજમો, ખાવાનો સોડા અને 1/4 કપ તેલ મિક્સ કરવું. પછી તેમાં બાકીના બધા મસાલા અને અજમાને હથેળી મસળી મિક્સ કરી લો. ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા વધુ ક્રિસ્પી બનશે. હવે હાથમાં બે ચમચી જેટલું પાણી લઇ આ મિક્સર ઉપર છાંટવું, અને ફરી હથેળીથી વજન આપી આ બધું મિક્સ કરવું. મિશ્રણ થોડું કઠણ રહે તેટલું જ પાણી ઉમેરવું. જો મિક્સર ચીકણું લાગે તો ચણાનો લોટ ઉમેરવો. પછી તેલ ગરમ કરવા મૂકો. મધ્યમ ગરમ થાય એટલે હાથ કે ચમચીથી એક એક નાના લુવા લઇ ધીમેથી નાખતા જઈ જારા વડે ફેરવતા જવું. ભજીયાને ધીમા તાપે જ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

    મેથીના થેપલા બનાવવા તેમાં આ લોટ ઉમેરી બનાવો વધુ સ્વાદિષ્ટ
    Published by:Bansari Shah
    First published: